'પાકિસ્તાન-ચીનની ભૂમિકા મોટો પડકાર...' બાંગ્લાદેશ સંકટ પર સંસદીય સમિતિએ વ્યક્ત કરી ચિંતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India's Parliamentary Committee On Bangladesh Crisis : બાંગ્લાદેશમાં ગત વર્ષે શેખ હસીનાની સરકાર વિદ્યાર્થી આંદોલનના કારણે પડી ભાંગી હતી. આ પછી ઘણી એવી સ્થિતિમાં બાંગ્લાદેશે ભારત માટે કડક શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ દરમિયાન સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં સંસદીય વિદેશ મામલોને સ્થાયી સમિતિએ બાંગ્લાદેશ અને ભારત સંબંધને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
બાંગ્લાદેશ સંકટ પર સંસદીય સમિતિએ વ્યક્ત કરી ચિંતા
સંસદીય સમિતિએ બાંગ્લાદેશમાં વિકસતી પરિસ્થિતિને ભારત માટે 1971ના મુક્તિ સંગ્રામ પછીનું સૌથી મોટું વ્યૂહાત્મક ડરામણું સપનુ ગણાવ્યું છે. સમિતિએ તાજેતરમાં સંસદમાં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં રાજકીય ફેરફારો, પેઢીગત વિભાજન અને ચીન અને પાકિસ્તાનના વધતા પ્રભાવ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
અહેવાલ મુજબ, 1971નું સંકટ એક માનવતાવાદી દુર્ઘટના હતી, જેમાં માનવતાવાદી સંકટ અને એક નવા રાષ્ટ્રના જન્મની વાત હતી. આજનો પડકાર વધુ સૂક્ષ્મ હોવાથી સાથે વધુ ગંભીર છે, જેમાં રાજકીય વ્યવસ્થામાં પરિવર્તન અને ભારતથી દૂર વ્યૂહાત્મક પુનર્ગઠનનો સમાવેશ થાય છે. ખાસ કરીને પૂર્વ બાંગ્લાદેશી વડાપ્રધાન શેખ હસીના સત્તામાંથી હટ્યા બાદ અવામી લીગ પાર્ટીના અદ્રશ્ય થવા અને ઇસ્લામિક દળોના પુનરુત્થાન મામલે રિપોર્ટમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં સર્જાઈ રહેલો માહોલ ભારત માટે ખતરાની ઘંટડી! વિઝા પણ સેન્ટર બંધ
સમિતિ સમક્ષ જુબાની આપતા એક બિનસત્તાવાર સાક્ષીએ જણાવ્યું હતું કે, 'અવામી લીગનો પતન, યુવા-નેતૃત્વ રાષ્ટ્રવાદનો ઉદય, ઇસ્લામિક દળોનું પુનરાગમન, તેમજ ચીન અને પાકિસ્તાનનો વધતો પ્રભાવ, આ બધી બાબતોએ બાંગ્લાદેશમાં એક વળાંક લાવ્યો છે.' વિદેશ સચિવે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, 'ભારત બાંગ્લાદેશની રાજકીય પ્રવૃત્તિઓ માટે તેની સરહદો પાર કોઈ રાજકીય સમર્થન પૂરું પાડતું નથી.'
વિદેશ મંત્રાલયે સમિતિને માહિતી આપી
વિદેશ મંત્રાલયે સમિતિને માહિતી આપી હતી કે, ભારત બાંગ્લાદેશમાં આંતરિક રાજકીય ફેરફારો દ્વિપક્ષીય સંબંધોને અસર ન કરે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે, ભારતે વચગાળાની સરકાર સાથે વાતચીત જાળવી રાખી છે અને બાંગ્લાદેશના લોકોની આકાંક્ષાઓને સમર્થન આપવાનું ચાલુ રાખશે. સમિતિના અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે, બાંગ્લાદેશમાં થઈ રહેલા ફેરફારો ભવિષ્યમાં ભારતની પ્રાદેશિક વ્યૂહરચના માટે એક મોટો પડકાર બની શકે છે.









