Get The App

VIDEO : અમેરિકાના વોલ સ્ટ્રીટમાં દેશી સ્ટાઈલમાં જાન નીકળી, જાનૈયાઓ DJના તાલે ઝૂમ્યાં!

Updated: May 29th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : અમેરિકાના વોલ સ્ટ્રીટમાં દેશી સ્ટાઈલમાં જાન નીકળી, જાનૈયાઓ DJના તાલે ઝૂમ્યાં! 1 - image

Indian Wedding In Wall Street: અમેરિકાના વોલ સ્ટ્રીટમાં દેસી સ્ટાઈલમાં ઢોલ-નગારા સાથે નીકળેલી જાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાનદાર ઈન્ડિયન વેડિંગની ઝલક જોવા મળી રહી છે. હવે આ વીડિયો પર યુઝર્સ પોત-પોતાના અંદાજમાં રિએક્શન આપી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @djajmumbai નામના હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં કેપ્શન આપ્યું છે કે, 'અમે 400 લોકોની જાન સાથે વોલ સ્ટ્રીટને જ બંધ કરી દીધી. શું કોઈએ આવું વિચાર્યું હશે? ચોક્કસપણે આવો જાદુ જીવનમાં એક વાર જ થાય છે. 

આખી વોલ સ્ટ્રીટ થઈ ગઈ બંધ

વાઈરલ વીડિયોમાં પરંપરાગત પોશાક પહેરેલા સેંકડો લોકોનું એક મોટું જૂથ વોલ સ્ટ્રીટ પર ડીજેના તાલ પર ઝૂમી રહ્યું છે. તમામ લોકો મસ્તીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. આ સાથે જ જોઈ શકાય છે કે, જાનૈયાની ભીડને કારણે આખી વોલ સ્ટ્રીટ બંધ થઈ ગઈ છે. 


જાનૈયાઓ DJના તાલે ઝૂમ્યાં

શેર કરવામાં આવેલા વીડિયોમાં ન્યૂ યોર્કના પ્રતિષ્ઠિત રસ્તા પર લગ્ન જશ્નમાં સામેલ લોકો દિલ ખોલીને નાચી રહ્યા છે. ભારતીય પોશાક પહેરેલા ઘણા લોકો ડીજેના તાલ પર નાચતા અને મસ્તી કરતા નજર આવી રહ્યા છે. 

આ પણ વાંચો: હેરા ફેરી 3માં પરેશ રાવલની જગ્યાએ પંકજ ત્રિપાઠી કરશે બાબુરાવનો રોલ? કહ્યું- 'હું તેમની જગ્યા...'

લોકોની પ્રતિક્રિયા

આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું કે, ક્યારેય નહોતું વિચાર્યું કે હું એમ્પાયર સ્ટેટ ઓફ માઈન્ડનું ઢોલ વર્ઝન સાંભળીશ, આ અદ્ભુત છે. બીજાએ લખ્યું, કોઈ માત્ર કલ્પના જ કરી શકે છે કે, વોલ સ્ટ્રીટના એક બ્લોકને બંધ કરવા માટે તેમણે કેટલા પૈસા ખર્ચ્યા હશે, પરંતુ તે જોવાની ખરેખર મજા આવી. અન્ય એક યુઝરે લખ્યું કે, 400થી વધુ લોકો અને ક્યારેય ન સમાપ્ત થતી મસ્તી, આ ખરેખર વાઈલ્ડ છે.