Get The App

હેરા ફેરી 3માં પરેશ રાવલની જગ્યાએ પંકજ ત્રિપાઠી કરશે બાબુરાવનો રોલ? કહ્યું- 'હું તેમની જગ્યા...'

Updated: May 29th, 2025

GS TEAM

Google News
Google News
હેરા ફેરી 3માં પરેશ રાવલની જગ્યાએ પંકજ ત્રિપાઠી કરશે બાબુરાવનો રોલ? કહ્યું- 'હું તેમની જગ્યા...' 1 - image


Hera Pheri 3: હેરા ફેરી-3 ફિલ્મથી પરેશ રાવલના નીકળી જવાથી ફેન્સ ખૂબ જ પરેશાન છે. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલે એકસાથે હેર ફેરી અને ફિર હેરા ફેરીમાં કામ કર્યું છે અને હવે ફેન્સ ત્રણેયને ફરી એકવાર સાથે જોવા ઈચ્છે છે. પરંતુ, પરેશ રાવલ ફિલ્મથી બહાર થઈ ગયા છે ત્યારે લોકો તેમનું પાત્ર કોણ ભજવશે તે વિશે અટકળો લગાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે, પરેશ રાવલની જગ્યાએ પંકજ ત્રિપાઠી આવી શકે છે અને તે બાબૂ રાવનું પાત્ર ભજવશે. એવામાં હવે પંકજ ત્રિપાઠીએ આ વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે. 

આ પણ વાંચોઃ શાહીદ કપૂરની સાવકી બહેન જે બોલિવૂડમાં નિષ્ફળ ગઈ, 3 ફિલ્મો બાદ જ એક્ટિંગથી હાથ જોડ્યાં

પંકજ ત્રિપાઠીએ શું કહ્યું? 

પંકજ ત્રિપાઠીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, 'પરેશ રાવલ ભાઈ તો શાનદાર એક્ટર છે. હું તેમની જગ્યા કેવી રીતે લઈ શકુ છું? ટ્વિટર પર લોકો પોતાના મંતવ્ય આપતા રહેશે બસ. મેં તો ટ્વિટર લૉગઆઉટ કર્યું તેના પણ મહિનાઓ વીતી ગયા. તેમાં હવે વધુ પડતી જ સૂચનાઓ મળે છે. મારા મગજને આટલી બધી સૂચના નથી જોઈતી. એક જમાનામાં સમાચાર સવાર, બપોર અને સાંજે આવતા હતા. હવે તો સમાચાર 24 કલાકના છે. હવે સમાચાર બનાવવામાં આવે છે કારણ કે, 24 કલાક સમાચાર ક્યાંથી આવશે?'

આ પણ વાંચોઃ 'બાબુ ભૈયા'નો રોલ પરેશ રાવલની જગ્યાએ આ ક્રિકેટર કરી શકે, જાણો હરભજને કોનું નામ સૂચવ્યું

પંકજ ત્રિપાઠી હવે ક્રિમિનલ જસ્ટિસની સિઝન 4માં જોવા મળશે. ગુરૂવારે (29 મે) આ સીરિઝ એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ સીરિઝમાં પંકજ સાથે મોહમ્મદ જીશાન અય્યૂબ, શ્વેતા બસુ પ્રસાદ, સુરવીન ચાવલા અને આશા નેગી પણ છે. અત્યાર સુધીની ત્રણેય સિઝન લોકોને ખૂબ પસંદ આવી હતી અને ચોથા ભાગને લઈને પણ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.


Tags :