Get The App

ટ્રેડ ડીલ માટે અમેરિકા ગયેલી ટીમ પરત ફરી, પીયૂષ ગોયલે કહ્યું- 'ભારત પોતાની શરતો પર કરે છે ચર્ચા'

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રેડ ડીલ માટે અમેરિકા ગયેલી ટીમ પરત ફરી, પીયૂષ ગોયલે કહ્યું- 'ભારત પોતાની શરતો પર કરે છે ચર્ચા' 1 - image


India-US trade deal : અમેરિકા સાથે વચગાળાના વેપાર કરાર(ટ્રેડ ડીલ) પર વાટાઘાટો કર્યા પછી ભારતીય દળ વોશિંગ્ટનથી પરત ફર્યું છે. આ માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે કરાર 9 જુલાઈ પહેલા અંતિમ સ્વરૂપ પામવાની શક્યતા છે, પરંતુ કૃષિ અને ઓટોમોબાઈલ ક્ષેત્રના કેટલાક મુદ્દાઓ હજુ પણ ઉકેલવાની જરૂર છે, તેથી ચર્ચા ચાલુ રહેશે.

ભારતીય દળનું નેતૃત્વ મુખ્ય વાટાઘાટકાર રાજેશ અગ્રવાલ કરી રહ્યા છે, જે વાણિજ્ય વિભાગમાં વિશેષ સચિવ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, વાટાઘાટો અંતિમ તબક્કામાં છે અને તેમના નિષ્કર્ષની જાહેરાત 9 જુલાઈ પહેલા થવાની અપેક્ષા છે, જે ભારત સહિત અનેક દેશો પર લાદવામાં આવેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિશોધાત્મક ટેરિફના 90 દિવસના સસ્પેન્શન સમયગાળાના છેલ્લા દિવસે છે.

વાહન ક્ષેત્રમાં 25 ટકા ટેક્સ

અધિકારીએ કહ્યું કે, ભારતીય ટીમ વોશિંગ્ટનથી પરત આવી ગઈ છે, વાતાઘાટો શરૂ રહેશે. કૃષિ અને વાહન ક્ષેત્રોમાં કેટલાક મુદ્દા છે, જેનો ઉકેલ લાવવાની જરૂરિયાત છે. ભારતે વાહન ક્ષેત્રમાં 25 ટકા ટેક્સ લગાવવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ની સુરક્ષા સમિતિમાં આ મુદ્દાને ઉઠાવ્યો છે.

ભારતે WTOને એ પણ જણાવ્યું કે, તેમણે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકન ટેક્સના જવાબમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકન ટેરિફના જવાબમાં પસંદગીના અમેરિકન ઉત્પાદનો પર બદલો લેવાના ટેરિફ લાદવાનો અધિકાર અનામત રાખ્યો છે.

આ પણ વાંચો: VIDEO: કોનો ફોન ઉઠાવવા ચાલુ કાર્યક્રમ છોડી નીકળ્યા પુતિન, કહ્યું- જવાબ નહીં આપું તો ખોટું લાગી જશે

ભારતની અલગ-અલગ દેશો સાથે ચાલી રહી છે વાત

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે અમેરિકા સાથે વેપાર કરાર પર કર્યું કે, ભારત પોતાની શરતો પર ચર્ચા કરે છે, અલગ-અલગ દેશો સાથે ચર્ચા ચાલી રહી છે, ભલે તે યૂરોપિયન યુનિયન હોય, ન્યૂઝીલેન્ડ હોય, ઓમાન હોય, અમેરિકા હોય, ચીલી હોય કે પેરુ હોય. ભારતની કેટલાક દેશો સાથે કરારની વાતચીત ચાલી રહી છે. મુક્ત વેપાર સમજૂતી ત્યારે જ થાય છે, જ્યારે બેતરફી લાભ હોય અને જ્યારે ભારતના હિતોને સુરક્ષિત રાખતા કરાર કરવામાં આવે છે, આ ધ્યાનમાં રાખતા રાષ્ટ્રીય હિત હંમેશા સર્વોચ્ચ રહેશે.

Tags :