Get The App

ભારતીય સોફ્ટવેર ડેવલપર રશિયામાં સફાઈ કર્મચારી બન્યો

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
ભારતીય સોફ્ટવેર ડેવલપર રશિયામાં સફાઈ કર્મચારી બન્યો 1 - image

- એન્જિ.ના અભ્યાસ પછી માઇક્રોસોફ્ટમાં કામ કર્યું હતું

- રશિયાની રોડ સફાઈ કંપનીમાં કામ કરતા 17 ભારતીયોની મહિને રૂ. 1.1 લાખની કમાણી 

મોસ્કો : ભારતમાં માઇક્રોસોફ્ટમાં સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરી ચૂકેલો સોફ્ટવેર ડેવલપર મુકેશ મંડલ રશિયામાં સફાઈ કર્મચારી તરીકે કામ કરી રહ્યો છે, તેનું કારણ ફક્ત એટલું જ છે કે તેને સફાઈ કર્મચારી તરીકે એક લાખ રૂબલ એટલે કે ૧.૧ લાખ રૂપિયા પગાર મહિને મળે છે, આ રકમ ભારતમાં પણ તેને સોફ્ટવેર ડેવલપર તરીકે મળતી રકમ કરતાં પણ વધારે છે, પછી ભલેને સફાઈ કર્મીનું કામ કેમ ન હોય.

૨૬ વર્ષના મુકેશ મંડલે જણાવ્યું હતું કે તે ભારતમાં સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરતો હતો. તે લગભગ ચાર મહિના પહેલાં રશિયા આવ્યો છે અને કોલોમ્યાઇકોયે નામની રસ્તાની જાળવણી કરતી કંપની માટે કામ કરી રહ્યા છે. 

કંપની તેણે હાયર કરેલા શ્રમિકોનો ખર્ચ ઉઠાવી રહી છે. તેમા વિઝા સહિતની કાર્યવાહીથી લઈને શ્રમિકોને ત્યાં રાખવા સાથે તેમને રહેવાની સગવડ અને જમવાનું પણ પૂરુ પાડી રહી છે. ભારતથી કુલ ૧૭ શ્રમિકોનું જૂથ ત્યાં ગયુ છે અને આ જૂથ ૧૯થી ૪૩ વર્ષના લોકોનું છે. તેઓનું કહેવું છે કે કંપની રહેવા અને જમવાની સગવડની સાથે પરિવહનનો ખર્ચો આપતી હોવાથી તેમને બીજો કોઈ ખર્ચો કરવો પડતો ન હોવાથી નોંધપાત્ર બચત થાય છે. 

મુકેશ મંડલે જણાવ્યું હતું કે મેં  માઇક્રોસોફ્ટ કંપનીમાં કામ કર્યુ છે. હું મુખ્યત્વે ડેવલપર છું. એન્જિનિયરિંગના અભ્યાસ છતાં રશિયા આવવાનું કારણ એ છે કે હું કામને બધા કરતાં ઉપર રાખું છું. હું ફક્ત એટલું જાણું છું કે હું ઘણી વધારે કમાણી કરી રહ્યો છું. મારું આયોજન વિદેશમાં કેટલાક વર્ષ કામ કરવાનું છે. હું હમેશા માટે રશિયા રહેવા માંગતો નથી. રશિયામાં રહીને નાણા કમાઈને પછી ભારત પરત ફરવાનું મારું આયોજન છે. હું રસ્તો સાફ કરવાનું કામ પૂરી ઇજ્જત સાથે કરું છું. ઉલ્લેખનીય છે કે રશિયામાં હાલમાં માનવબળની કમી હોવાથી તેણે ભારત સહિત વિદેશથી શ્રમિકો આયાત કરવા મંજૂરી આપી છે. રશિયાનું લગભગ દરેક સેક્ટર શ્રમિકોની અછતનો સામનો કરી રહ્યુ છે.