Get The App

ટીવી રિમોટ માટે ઝઘડો થતાં કળીયુગી દીકરાએ માતાની કરી હત્યા, આજીવન કેદની સજા

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
ટીવી રિમોટ માટે ઝઘડો થતાં કળીયુગી દીકરાએ માતાની કરી હત્યા, આજીવન કેદની સજા 1 - image


England Crime: ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં પોતાની માતાની હત્યા કરનાર ભારતીય મૂળના એક વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે દોષિતે ઓછામાં ઓછા 15 વર્ષ જેલમાં વિતાવવા પડશે. આ પછી જ તેના પેરોલ માટે વિચારવામાં આવશે. દોષિત સુરજીત સિંહે તેની 76 વર્ષીય માતા મોહિન્દર કૌરની હત્યાની કબૂલાત કરી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અનેક વખત છરા માર્યા બાદ થયેલી ઇજાઓને કારણે કૌરનું મૃત્યુ થયું હતું.

બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં સુરજીત સિંહને સજા ફટકારવામાં આવી હતી. તેણે નજીવી તકરારમાં માતાની નિર્દયી હત્યા કરી હતી. નશામાં ધૂત સિંહે ટેલિવિઝન રિમોટના વિવાદને કારણે તેની માતા પર જીવલેણ હુમલો કર્યો હતો. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના તપાસકર્તા નિક બાર્ન્સે જણાવ્યું કે, આ નિર્દયી હત્યાના કારણે એક આખો પરિવાર વિખેરાઈ ગયો છે અને અમારી સહાનુભૂતિ તેના તમામ પીડિતો સાથે છે. પુત્ર નશાની હાલતમાં હોવાથી માતાએ તેને ઠપકો આપ્યો હતો. બાદમાં ટીવીના રિમોટ મામલે નજીવી તકરાર થઈ હતી. તેમાં પુત્રે ભાન ભૂલાવી માતા પર નિર્દયતાપૂર્વક હુમલો કરી દીધો હતો.

આ પણ વાંચોઃ દેશનો GDP ગ્રોથ ઊંચો છતાં રઘુરામ રાજન ચિંતિત, મોંઘવારી માપવાના માપદંડ સામે ઊઠાવ્યા સવાલ

અનેક ઘા મારી કરી હત્યા

સુરજીત સિંહ બર્મિંગહામના સોહો વિસ્તારમાં તેની વિધવા માતા સાથે રહેતો હતો.  તેણે પોલીસ કસ્ટડીમાં જણાવ્યું હતું કે,  'મારો હત્યા કરવાનો કોઈ ઈરાદો નહોતો. મેં ફક્ત મારું સંતુલન ગુમાવ્યું.' પોલીસે જણાવ્યું હતું કે મોહિન્દર કૌર પર ચાકુ વડે અનેક ઘા મારવામાં આવ્યા હોવાથી મોત થયુ હતુ. કેસમાં આરોપી મળી આવ્યો હોવા છતાં હજુ સુધી સ્પષ્ટ થયુ નથી કે, તેણે કયાં ચાકુ કે ધારદાર હથિયાર વડે પોતાની માતા પર હુમલો કર્યો હતો.

ટીવી રિમોટ માટે ઝઘડો થતાં કળીયુગી દીકરાએ માતાની કરી હત્યા, આજીવન કેદની સજા 2 - image

Tags :