સનકી તાનાશાહ કિમ જોંગના ઉત્તર કોરિયાની ચેનલો અને અખબારોમાં ભારતની ચર્ચા, આ છે કારણ
પ્યોંગયાંગ, તા. 18. જુલાઈ, 2020 શનિવાર
ઉત્તર કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગને ભારતે આપેલા અભિનંદનની ઉત્તર કોરિયાના સરકારી મીડિયામાં ભારે ચર્ચા છે.
ભારતના ઉત્તર કોરિયાના રાજદૂત અતુલ ગોતસર્વેએ કિમ જોંગને માર્શલ તરીકે અપાયેલા દરજ્જાને આઠ વર્ષ પુરા થતા હોવાથી તેમને આ માટે અભિનંદન આપતો સંદેશો અને ફૂલોનો બૂકે મોકલ્યો હતો.ભારતના રાજદૂતે કિમ જોંગના સ્વસ્થ રહેવા માટે પણ સંદેશમાં પ્રાર્થના કરી હતી.
ભારતના સંદેશા બાદ ઉત્તર કોરિયાના મીડિયામાં તેની ચર્ચા છે.ભારતીય રાજૂદતના મેસેજને ઉત્તર કોરિયાના સરકારી અખબારોમાં તો સ્થાન મળ્યુ જ છે પણ ત્યાંની ન્યૂઝ ચેનલમાં પણ તેનુ પ્રસારણ થયુ છે.
દુનિયાના બીજા દેશોથી કપાયેલા રહેતા ઉત્તર કોરિયામાં ભાગ્યે જ બીજા કોઈ દેશના રાજદૂતના સંદેશાઓને મહત્વ મળતુ હોય છે.ઉત્તર કોરીયાની મુખ્ય ટેલિવિઝન ચેનલ પર ન્યૂઝ રીડરે આખો સંદેશો વાંચ્યો હતો.
બહુ ઓછાને ખબર હશે કે જ્યારે કોરિયાઈ યુધ્ધ થયુ ત્યારે ભારતે એક એમ્બ્યુલન્સ યુનિટ લોકોની સારવાર માટે મોકલ્યુ હતુ અને તેણે 2.20 લાખ લોકોની સારવાર કરી હતી.
આ યુધ્ધ બાદ નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા એમ બે દેશ અસ્તિત્વમાં આવ્યા હતા.