ટેરિફ વૉર વચ્ચે ટ્રમ્પ સાથે ભારત મુદ્દે વાત કરવા આ કોણે કરી મુલાકાત? ચોતરફ થઈ રહી છે ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે જાણીતા રાજકીય લોબિસ્ટ અને ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહાયક જેસન મિલર, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા.જેસન મિલર એ જ લોબિસ્ટ છે જેમને ભારત સરકારે થોડા મહિના પહેલા ટ્રમ્પ વહીવટીતંત્ર સુધી પોતાની રાજદ્વારી પહોંચ મજબૂત કરવા માટે નિયુક્ત કર્યા હતા. જેસન મિલરએ સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તસવીર શેર કરીને લખ્યું કે,'વોશિંગ્ટનમાં એક અઠવાડિયું પસાર કર્યું. સૌથી ખાસ એ હતું કે અમારા પ્રમુખનું કાર્ય જોવાની તક મળી.'
જેસન મિલરને મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે
અહેવાલો અનુસાર, જેસન મિલર એક રજિસ્ટર્ડ વિદેશી એજન્ટ છે જે ભારતીય હિતોની હિમાયત કરે છે. ભારત સરકારે એપ્રિલ 2024માં તેની લોબિંગ ફર્મ SHW પાર્ટનર્સ LLCની નિમણૂક કરી હતી. આ કરાર હેઠળ ભારત દર મહિને કંપનીને 1.5 લાખ ડોલર (લગભગ 1.25 કરોડ રૂપિયા)ની ફી ચૂકવે છે. આ એક વર્ષનો કરાર 1.8 મિલિયન ડોલરહ (લગભગ 15 કરોડ રૂપિયા)ની કિંમતનો છે. આ ફર્મને ભારત સંબંધિત મુદ્દાઓ પર વ્યૂહાત્મક સલાહ પૂરી પાડવા અને અમેરિકાની સરકાર, કોંગ્રેસ, થિંક ટેન્ક અને અન્ય સંસ્થાઓ સાથે સરકારી સંપર્ક વધારવાનું કામ સોંપવામાં આવ્યું છે.
ટ્રમ્પના વિશ્વાસુ સહાયક
જેસન મિલર લાંબા સમયથી ટ્રમ્પના રાજકીય સહાયક છે અને 2016ની અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં તેમના મુખ્ય મીડિયા પ્રવક્તા તરીકે ચર્ચામાં આવ્યા હતા. તે વ્હાઇટ હાઉસ કોમ્યુનિકેશન ડિરેક્ટર બનવાના હતા, પરંતુ વ્યક્તિગત વિવાદોને કારણે પદ સંભાળતા પહેલા જ તેમને રેસમાંથી ખસી જવું પડ્યું હતું. તેમના પર ટ્રમ્પ ઝુંબેશના અન્ય અધિકારી સાથે અફેર અને જાતીય સતામણીનો પણ આરોપ હતો. વિવાદો છતાં તે ટ્રમ્પની નજીક રહ્યા અને 2020 અને 2024ની ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ સલાહકાર ભૂમિકા પણ ભજવી.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશોને ટેરિફથી રાહત આપવાનું કર્યું એલાન, જાણો તેમણે શું કરવું પડશે?
ઉલ્લેખનીય છે કે, આ બેઠકનો સત્તાવાર એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં ફરી તણાવ વધી ગયો છે. બંને દેશો વચ્ચે ટેરિફ અને આર્થિક વ્યૂહરચનાઓની ચર્ચા થઈ રહી છે.









