World

ભારત નહીં માન્યું તો યુદ્ધ કરી 3 નહીં 6 નદીઓનું પાણી છીનવીશું: પાકિસ્તાનની ફરી પોકળ ધમકી

By GS TEAM
23 Jun 20253 mins read
TukuTouch Logo
ભારતે સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કર્યા બાદ પાકિસ્તાન ભયભીત થઈ ગયું છે, જેના કારણે તે વારંવાર પોકળ ધમકી આપી રહ્યો છે. હવે પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ સમજૂતીનો ઉલ્લેખ કરી ભારતને યુદ્ધની ધમકી આપી છે. એટલું જ નહીં તેણે ઓપરેશન સિંદૂર અંગે પણ ખોટું બોલી પાકિસ્તાનની વાહવાહી કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત નહીં માન્યું તો યુદ્ધ કરી 3 નહીં 6 નદીઓનું પાણી છીનવીશું: પાકિસ્તાનની ફરી પોકળ ધમકી

India-Pakistan Controversy : ભારતે સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કર્યા બાદ પાકિસ્તાન ભયભીત થઈ ગયું છે, જેના કારણે તે વારંવાર પોકળ ધમકી આપી રહ્યો છે. હવે પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી (Bilawal Bhutto Zardari)એ સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty)નો ઉલ્લેખ કરી ભારતને યુદ્ધની ધમકી આપી છે. એટલું જ નહીં તેણે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) અંગે પણ ખોટું બોલી પાકિસ્તાનની વાહવાહી કરી રહ્યા છે.

અમે સિંધુ સમજૂતી માટે યુદ્ધ કરવા તૈયાર : બિલાવલ ભુટ્ટો

ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનને મોટું નુકસાન પહોંચાડ્યું છે, છતાં ભુટ્ટોએ રાષ્ટ્રીય વિધાનસભામાં ખોટો પ્રચાર કરતા કહ્યું કે, ‘યુદ્ધમાં આપણી જીત થઈ છે, અમે સિંધુ સમજૂતી માટે યુદ્ધ કરવા તૈયાર છીએ. અમે ભારતની તે ત્રણ નદીઓ પણ છીનવી લઈશું, જેનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે.’

‘અમે યુદ્ધ કરી ભારતની ત્રણ નદીઓ પણ છીનવી લઈશું’

તેણે કહ્યું કે, ‘ભારતે સિંધુ સમજૂતી ખતમ થઈ હોવાનું કહ્યું છે. તેઓએ ગેરકાયદે રીતે સમજૂતીને હોલ્ડ પર રાખી છે. વર્લ્ડ બેંકે સિંધૂ જળ સમજૂતી કરાવી હતી, તેથી પાણી અટકાવવાની ધમકી આપવી સંયુક્ત રાષ્ટ્રના નિયમો વિરુદ્ધ છે અને ભારત તેને ખતમ ન કરી શકે. જો ભારત સમજૂતી ખતમ કરશે તો અમે ફરી એક યુદ્ધ લડવા માટે તૈયાર છીએ. અમે યુદ્ધના પરિણામ સ્વરૂપ ભારતની તે ત્રણ નદીઓ છીનવી લઈશું, જે ભારત પાસે છે. પછી આપણી પાસે ત્રણ નદીઓનું નહીં, છ નદીઓનું પાણી હશે.’

આ પણ વાંચો : દિલ્હીમાં પરાજય બાદ AAPને રાહત: ગુજરાત જ નહીં આ રાજ્યમાં પણ જીતી પેટાચૂંટણી

‘અમને દોષી ઠેરવવામાં ભારત નિષ્ફળ ગયું’

ભુટ્ટોએ પોકળ ધમકી આપતા કહ્યું કે, ‘જો અમને યુદ્ધ કરવા મજબૂર કરશો તો અમે જાણીએ છીએ કે, અમારી એરફોર્સ અને સેના ખૂબ જ મજબૂત છે. ભારત પાસે બે વિકલ્પો છે, જેમાં તે સિંધુ જળ સમજૂતી માની લે અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરે, જો તેઓ નહીં માને અને સિંધુ નદી પર બંધ અથવા નહેર બાંધશે તો પછી પાકિસ્તાન યુદ્ધ કરશે અને અમે અમારી પ્રજાને છ નદીઓનું પાણી અપાવીશું. ભારતે પ્રયાસ કર્યો છે કે, પાકિસ્તાન પર આતંકવાદનો દોષ નાખી દે, જોકે આ મામલામાં પણ ભારત હારી ગયું છે.’

બિલાવલ ભુટ્ટો ભારત વિરુદ્ધ ઝેર ઓંક્યું

તેણે કહ્યું કે, ‘ભારતે પાકિસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓની ઈચ્છા હતા કે, પાકિસ્તાનનું નામ ટેરિસ્તાન થઈ જાય. તેઓએ આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનને નુકસાન પહોંચાડવાનો અને આઈએમએફમાં લોન અટકાવવાનો પ્રયાસ કર્યો, જોકે છેવટે પાકિસ્તાન જ જીત થઈ છે. અમેરિકામાં ભારત-ઈઝરાયલની લોબીએ પાકિસ્તાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો, ત્યાં પણ તેઓ નિષ્ફળ ગયા. ભારત કહે છે કે, પાકિસ્તાન આતંકવાદ ફેલાવે છે, જોકે ત્યાં પણ આપણને જીત મળી છે.’

આ પણ વાંચો : પૂર્વ CMની કાર નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત, છતાં ઉજવણી અને ફૂલવર્ષા યથાવત્ રહી