World

ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવતા ગંભીર સંકટ આવી શકે છે', OICમાં મુસ્લિમ દેશોની સામે પાકિસ્તાનની આજીજી

By GS TEAM
18 Jul 20252 mins read
TukuTouch Logo
પાકિસ્તાને સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આયોજિત ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) ના 25માં સ્વતંત્ર કાયમી માનવ અધિકાર આયોગ (IPHRC) સત્રમાં ભારત પર સિંધુ જળ સંધિને એકપક્ષીય રીતે નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે. આ સત્ર 'પાણીનો અધિકાર' વિષય પર કેન્દ્રિત હતો, જેમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ સૈયદ ફવાદ શેરે ભારતના આ વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતે સિંધુ જળ સંધિ પર રોક લગાવતા ગંભીર સંકટ આવી શકે છે', OICમાં મુસ્લિમ દેશોની સામે પાકિસ્તાનની આજીજી

Pakistan on Indus water Treaty: પાકિસ્તાને સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આયોજિત ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) ના 25માં સ્વતંત્ર કાયમી માનવ અધિકાર આયોગ (IPHRC) સત્રમાં ભારત પર સિંધુ જળ સંધિને એકપક્ષીય રીતે નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે. આ સત્ર 'પાણીનો અધિકાર' વિષય પર કેન્દ્રિત હતો, જેમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ સૈયદ ફવાદ શેરે ભારતના આ વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: છાંગુર બાબા અને તેના સાગરીતોના 15 ઠેકાણા પર EDના દરોડા, રૂ.60 કરોડથી વધુ મની લોન્ડ્રિંગ થયાનો ઘટસ્ફોટ

ભારતની જળ નીતિથી વધશે પ્રાદેશિક સંકટ: પાકિસ્તાન

સૈયદ ફવાદ શેરે પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારત દ્વારા  સિંધુ જળ સંધિના નિયમોમાં એકપક્ષીય રીતે બદલવાની કોશિશ પાકિસ્તાન માટે ગંભીર સંકટ ઉભુ કરી શકે છે, જે પહેલેથી જ પાણીના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે.

તેમણે કહ્યું કે, 'પાણીનો અધિકાર માત્ર કાનૂની રીતે જ મહત્ત્વનો નથી, પરંતુ નૈતિક અને સામાજિક રીતે પણ મહત્ત્વપૂર્ણ છે, અને ભારતનું કડક વલણ દક્ષિણ એશિયામાં પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા આબોહવા પડકારોને વધુ વધારી શકે છે.

OIC અને આંતરરાષ્ટ્રીય મંચોનું સમર્થન

ફવાદ શેરે એ પણ યાદ અપાવ્યું કે, OIC ના વિદેશ મંત્રીઓએ પહેલાથી જ ભારતના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. આ સિવાય વિશ્વના ઘણા દેશો અને સંગઠનોએ સિંધુ જળ સંધિ ચાલુ રાખવાની અપીલ કરી છે. શેરે ફરી એમ પણ કહ્યું કે, 'પાકિસ્તાન તેના પાણીના અધિકારોનું રક્ષણ કરવા માટે આંતરરાષ્ટ્રીય મંચો પર આ મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખશે.'

આ પણ વાંચો: ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ ફાઈનલ થયાના ટ્રમ્પનો સંકેત, જાણો ભારત પર કેટલો ટેરિફ લગાવાશે

ભારતે વધારી સિંધુ જળ પ્રોજેક્ટની ગતિ 

પહલગામ આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવી છે અને આ દરમિયાન ભારતે જમ્મુ અને કાશ્મીરમાં ચાર મોટા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કર્યું છે. એક રિપોર્ટ પ્રમાણે ચેનાબ નદીના કિનારે પાકલ દુલ, કિરુ, ક્વાર અને રાતલે પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ્સ મે 2026 થી જુલાઈ 2028 ની વચ્ચે શરૂ થઈ શકે છે. આ ઉપરાંત બે વધુ જળવિદ્યુત પ્રોજેક્ટ્સની ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે. ભારતનું સ્પષ્ટ કહેવું છે કે, જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી આ પ્રોજેક્ટ્સ ઝડપી આગળ વધારવામાં આવશે.