Get The App

માલદિવ્સના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ બન્યા PM મોદી, મુઈજ્જુએ કહ્યું- ભારતે અમારી ખૂબ મદદ કરી

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
માલદિવ્સના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ બન્યા PM મોદી, મુઈજ્જુએ કહ્યું- ભારતે અમારી ખૂબ મદદ કરી 1 - image


PM Narendra Modi Joins Maldives Independence Day Celebrations : વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવના બે દિવસના પ્રવાસે છે. પીએમ મોદીએ મુખ્ય અતિથિ તરીકે માલદીવના સ્વતંત્રતા દિવસના પ્રસંગમાં ભાગ લીધો હતો. તેમનું રાજધાની માલેમાં ઉષ્ભાર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમની સાથે માલદીવના રાષ્ટ્રપ્રમુખ ડૉ.મોહમ્મદ મુઈજ્જૂ પણ સાથે હતા. પીએમ મોદીએ બે દિવસની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપ્રમુખ ઉજ હુસૈન મોહમ્મદ લતીફ અને પૂર્વ રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ નશીદ સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત કરી છે. પીએમ મોદી અને ઉપરાષ્ટ્રપ્રમુખ લતીફ વચ્ચે માળખાગત સુવિધાઓ, ટેકનોલોજી અને ઊર્જા જેવા મુખ્ય સેક્ટરોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ છે.

ભારત-માલદીવ ભાગીદારી મજબૂત કરીશું : પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘અમારો દેશ માળખાગત સુવિધાઓ, ટેકનોલોજી, જળવાયુ પરિવર્તન, ઊર્જા અને અન્ય સેક્ટરોમાં સાથે મળીને કામ કરશે, જે આપણા બધા માટે ઘણું ફાયદાકારક સાબિત થશે. અમે આ ભાગીદારીને આગામી સમયમાં મજબૂત કરીશું.’ પીએમ મોદીએ સ્વતંત્રતા પર્વની 60મી વર્ષગાંઠ પર માલદીવને શુભેચ્છા પાઠવી છે.

ભારતે મદદ કરતા ઉપરાષ્ટ્રપતિએ PM મોદીનો આભાર માન્યો

વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલદીવ પ્રવાસ દરમિયાન ભારત-માલદીવના ગાઢ અને વિશેષ સંબંધો અંગે ચર્ચા કરી છે. ભારતે માલદીવમાં સંકટ સમયે મદદ કરી હતી, તે બદલ ઉપરાષ્ટ્રપ્રમુખ લતીફે વડાપ્રધાન મોદીને આભાર માન્યો છે.’

માલદિવ્સના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ બન્યા PM મોદી, મુઈજ્જુએ કહ્યું- ભારતે અમારી ખૂબ મદદ કરી 2 - image

PM મોદીને મળવું સન્માનની વાત : ઉપરાષ્ટ્રપ્રમુખ લતીફ

માલદીવના ઉપરાષ્ટ્રપ્રમુખ લતીફે કહ્યું કે, ‘ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવું સન્માનની વાત છે. આ વર્ષે ભારત સાથેના ઔપચારિક રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠ છે. અમે પીએમ મોદીની માલદીવ મુલાકાત દરમિયાન મિત્રતા અને ભાગીદારી અંગે વાતચીત કરી છે. મને આશા છએ કે, આગામી સમયમાં પણ ભારત સાથેની મજબૂત ભાગીદારી યથાવત્ રહેશે.’

PM મોદીનું રેડ-કાર્પેટથી સ્વાગત

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ પહોંચ્યા ત્યારે તેઓનું 'રેડ-કાર્પેટ'થી સ્વાગત કરાયું હતું. પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ પોતે વિમાનગૃહે તેઓને આવકારવા તેમના મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યો સાથે હાજર રહ્યા હતા. ગાર્ડ-ઓફ-ઓનર અપાયા પછી મોદી હોટેલ પર જવા રવાના થયા ત્યારે સમગ્ર માર્ગ ઉપર 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત છે' તેવું લખેલા પોસ્ટર્સ અને બેનર્સ દેખાતા હતા.

આ પણ વાંચો : 17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર, ગુજરાતમાંથી એકેય નહીં: સુપ્રિયા સુલે, રવિ કિશન સહિત જુઓ કોના કોના નામ

ભારતે સુનામી વખતે માલદીવની કરી હતી મદદ

સૌથી વધુ ઉલ્લેખનીય તે છે કે પ્રચંડ સુનામી સમયે ભારતે માલદીવને ખાદ્ય પદાર્થો ઉપરાંત પીવાનાં પાણીની પણ લાખ્ખો બોટલો મોકલી હતી. આમ છતાં કેટલાક સમય માલદીવ ચીન તરફી રહ્યું પરંતુ ચીને પ્રમુખ સાથે 'ખંડીયા રાજા' જેવો કરેલો વર્તાવ તેથી ત્યાં થાણા નાખવાની ચીનની ચાલ નિષ્ફળ રહી. બીજી તરફ હિન્દ મહાસાગરનાં આ અત્યંત વ્યૂહાત્મક ટાપુ રાષ્ટ્રને સહાય કરે. ભારતે તેનું દિલ જીતી લીધું હતું તેમની મુઈજ્જુ અને તેઓનાં પત્નીનું ભારતમાં કરાયેલા ભવ્ય સ્વાગતે બાજી ફેરવી નાખી છે. માલદીવ ભારતનું મિત્ર બની રહ્યું છે.

આ પણ વાંચો : ચીન બૉયકોટની વાતો વચ્ચે આ સેક્ટરમાં ચૂપચાપ હિંદી-ચીની ભાઈ ભાઈ જેવી સ્થિતિ

Tags :