Get The App

‘ઈરાન ખાડી દેશો પર હુમલા બંધ કરે’ UNમાં પ્રસ્તાવને ભારત સહિત 135 દેશોનું સમર્થન, રશિયા-ચીન ગેરહાજર

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
‘ઈરાન ખાડી દેશો પર હુમલા બંધ કરે’ UNમાં પ્રસ્તાવને ભારત સહિત 135 દેશોનું સમર્થન, રશિયા-ચીન ગેરહાજર 1 - image

US-Iran War Update : પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભારે તણાવની વચ્ચે ભારતે ગુરુવારે આંતરરાષ્ટ્રીય મંચ પર એક મોટું પગલું ભર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની બેઠક દરમિયાન ભારતે ખાડી દેશો પર ઈરાન દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓની આકરી ટીકા કરી છે. ભારતે યુએનમાં રજૂ કરાયેલા પ્રસ્તાવનું સમર્થન કર્યું છે અને ખાડી સહયોગ પરિષદ(GCC)ના દેશો તેમજ જોર્ડન વિરુદ્ધ ઈરાનના તમામ સૈન્ય હુમલાઓને તાત્કાલિક અસરથી બંધ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત હોર્મુઝ જળમાર્ગ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગને બંધ કરવાની ઈરાનની ધમકીઓને પણ ભારતે વખોડી કાઢી છે.

વીટો પાવર રશિયા-ચીન ગેરહાજર

સુરક્ષા પરિષદના કુલ 15 સભ્યોમાંથી 13 સભ્યોએ બુધવારે આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. આ બેઠકમાં ભારત સહિત અન્ય 135 યુએન સભ્ય દેશોએ ભાગ લીધો હતો. આશ્ચર્યજનક રીતે આ પ્રસ્તાવની વિરુદ્ધમાં એક પણ મત પડ્યો ન હતો. જોકે વીટો પાવર ધરાવતા કાયમી સભ્યો રશિયા અને ચીન આ બેઠક દરમિયાન ગેરહાજર રહ્યા હતા જેના કારણે તેમની અનુપસ્થિતિમાં જ આ પ્રસ્તાવ પસાર કરી દેવાયો છે. ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, કેનેડા, ફ્રાન્સ અને પાકિસ્તાન જેવા 135 દેશોએ બહેરીનના નેતૃત્વમાં આ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે.

આ પણ વાંચો : 'ભારત મુશ્કેલીમાં મૂકાયું...', ઈરાન યુદ્ધ અંગે અમેરિકાના નિષ્ણાતે કેમ ઉચ્ચારી ચેતવણી

પ્રસ્તાવ મુદ્દે ઈરાન નિરાશ, અમેરિકા પર કર્યા ગંભીર આક્ષેપ

બીજી તરફ ઈરાને આ પ્રસ્તાવ પસાર થવા પર ઊંડો અફસોસ વ્યક્ત કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂત અમીર-સઈદ ઈરાવાનીએ મતદાન બાદ પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાય માટે આ એક અત્યંત દુઃખદ દિવસ છે. તેમણે દાવો કર્યો હતો કે, આ પ્રસ્તાવ સુરક્ષા પરિષદની વિશ્વસનીયતાને ગંભીર નુકસાન પહોંચાડે છે અને તેના ઇતિહાસ પર એક કાયમી ડાઘ સમાન છે. ઈરાને અમેરિકા પર બર્બર યુદ્ધ શરૂ કરવાની અને અલી ખામેનેઈની હત્યા સહિતના સંઘર્ષો શરૂ કરવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો.

ઈરાન દ્વારા અન્ય દેશો પર હુમલાની ટીકા

ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં આટલી મોટી સંખ્યામાં પ્રસ્તાવ પાસ કરાયો હોય તેવું પહેલીવાર બન્યું છે. યુએનમાં એકસાથે 135 દેશો દ્વારા પ્રસ્તાવ લવાયો હોવાનો અને તેને સમર્થન અપાયું હોવાનો એક નવો રૅકોર્ડ છે. આ પ્રસ્તાવમાં ખાસ કરીને ઈરાન દ્વારા ખાડી વિસ્તારમાં બંદરો અને ઊર્જા સુવિધાઓ જેવા મહત્ત્વના માળખાગત ઢાંચાને નિશાન બનાવવાની ટીકા કરવામાં આવી છે. 

UNની બેઠકમાં ચીન-રશિયા ગેરહાજર

જોકે ઈરાન આ પ્રસ્તાવનું પાલન કરશે કે નહીં તે અંગે હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આ જ બેઠક દરમિયાન રશિયા દ્વારા રજૂ કરવામાં આવેલો એક પૃષ્ઠનો વૈકલ્પિક પ્રસ્તાવ જરૂરી 9 મતો મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો જેમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાને સૈન્ય પ્રવૃત્તિઓ રોકવા વિનંતી કરવામાં આવી હતી. ચીને પણ અમેરિકા-ઈઝરાયલને હુમલા બંધ કરવા કહ્યું છે.

આ પણ વાંચો : દુબઈમાં ખળભળાટ: બુર્જ ખલીફા નજીક ડ્રોન વિસ્ફોટ, બિલ્ડિંગમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં