Get The App

પહેલા ટાર્ગેટ નક્કી કર્યા ને પછી મિસાઇલો ઝીંકી, ભારતનો પાકિસ્તાન પર ઈઝરાયલ સ્ટાઈલમાં હુમલો

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
પહેલા ટાર્ગેટ નક્કી કર્યા ને પછી મિસાઇલો ઝીંકી, ભારતનો પાકિસ્તાન પર ઈઝરાયલ સ્ટાઈલમાં હુમલો 1 - image


India Air Strike: 22 એપ્રિલ 2025ના દિવસે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પોતાની સૈન્ય વ્યૂહનીતિને આક્રમક બનાવી છે. ભારતે પાકિસ્તાન અને PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં આતંકી ઠેકાણા પર મિસાઇલ હુમલો કર્યો હતો. આ હુમલાની તુલના ઈઝરાયલની સૈન્ય વ્યૂહનીતિ સાથે કરવામાં આવી રહી છે. જેમાં પહેલાં ટાર્ગેટને લૉક કરવામાં આવે છે અને બાદમાં અચૂક મિસાઇલ છોડવામાં આવે છે. 

પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે વળતો જવાબ આપ્યો હતો. ભારતે 7 મે, 2025ના દિવસે પાકિસ્તાનની અંદર 9 ઠેકાણા પર મિસાઇલ હુમલો કર્યો હતો. જેમાં બહાવલપુર, મુરીકદે, ગુલપુર, કોટલી, મુઝફ્ફરાબાદ અને અન્ય સામેલ હતા. આ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ નિર્દોષ નાગરિકોને નુકસાન ન પહોંચે તે રીતે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું: ભારતીય સેનાની પત્રકાર પરિષદ LIVE

ભારતની આ વ્યૂહનીતિ ઈઝરાયલની ‘સર્જિકલ સ્ટ્રાઇક’ અને ‘પ્રીસિશન સ્ટ્રાઇક’ શૈલીથી પ્રેરિત માનવામાં આવી રહી છે. ઈઝરાયલ ઘણીવાર મોટા પાયે યુદ્ધ શરૂ કર્યા વિના પેલેસ્ટાઇન, લેબેનોન અથવા સીરિયામાં આતંકવાદી લક્ષ્યો પર સચોટ હુમલા કરે છે. ભારતે 2016 ની સર્જિકલ સ્ટ્રાઇક અને 2019 ના બાલાકોટ એરસ્ટ્રાઈકમાં પણ આવી જ વ્યૂહનીતિ અપનાવી હતી.

ઈઝરાયલી સ્ટાઇલમાં ભારતનો પ્રહાર

ઈઝરાયલની સૈન્ય વ્યૂહનીતિ અને ભારતના કથિત હુમલામાં અનેક સમાનતા જોવા મળી છે... 

પ્રીસિશન ટાર્ગેટિંગ

ઈઝરાયલ પોતાના ગુપ્ત તંત્ર (મોસાદ) અને ડ્રોન-ઉપગ્રહ આધારિત દેખરેખનો ઉપયોગ કરી દુશ્મનના ઠેકાણાને લૉક કરે છે. ભારતે પણ આ હુમલામાં સેટેલાઇટ ઇમેજરી, ડ્રોન અને રિયલ-ટાઇમ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હોય શકે છે. ભારતનું સ્વદેશી નેટ્રા AWACS (Airborne Warning and Control System) ઈસરોના RISAT-2BR1 સેટેલાઇટ આ પ્રકારના ઓપરેશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 

આ પણ વાંચોઃ BIG NEWS : આતંકવાદની સાથે નક્સલવાદ પર પણ પ્રહાર, બીજાપુરમાં 15 નક્સલીઓ ઠાર

સુપરસોનિક મિસાઇલ

ઈઝરાયલની ડિલિલાહ ક્રૂઝ મિસાઇલ (250 કિ.મી રેન્જ), SCALP, Hammer અને સ્પાઇક મિસાઇલની જેમ, બ્રહ્મોસ રણ ઓછા સમયમાં ભારે તબાહી મચાવવામાં સક્ષમ છે.

સીમિત પરંતુ પ્રભાવી હુમલો 

ઈઝરાયલ હંમેશા મોટા યુદ્ધથી બચવા, આતંકી ઠેકાણા પર સીમિત હુમલો કરે છે. ભારતે પણ PoK અને પાકિસ્તાનની અંદર 10-100 કિ.મી દૂર સુધી હુમલો કર્યો. આ વ્યૂહનીતિ મોટાપાયે થતાં યુદ્ધને ટાળીને દુશ્મનોને કમજોર બનાવે છે.

SEAD (Suppression of Enemy Air Defence): ભારતે પાકિસ્તાનના ચીન નિર્મિત HQ-9 એર ડિફેન્સ સિસ્ટમને નિષ્ક્રિય કરવા માટે SEAD વ્યૂહનીતિ અપનાવી. જેમાં સુખોઈ-30 MKI વિમાનોથી Kh-31P એન્ટી-રેડિએશન મિસાઇલ અને સ્વદેશી રૂદ્રમ-1 મિસાઇલનો ઉપયોગ થયો. ઈઝરાયલ પણ સીરિયાના S-300 સિસ્ટમને નિષ્ક્રિય કરવા માટે આવી વ્યૂહનીતિનો ઉપયોગ કરે છે. 

પાકિસ્તાનનું હવાઈ સંરક્ષણ અને તેની નિષ્ફળતા

પાકિસ્તાન તેના હવાઈ સંરક્ષણ માટે ચીની HQ-9 સિસ્ટમ પર આધાર રાખે છે, જેની રેન્જ 125-200 કિમી છે. આ સિસ્ટમ 100 લક્ષ્યોને ટ્રેક કરી શકે છે. તે એકસાથે 6 મિસાઇલોને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ, ભારતના બ્રહ્મોસ અને રુદ્રમ મિસાઇલોએ આ સિસ્ટમનો નાશ કર્યો. જેના કેટલાક મુખ્ય કારણો છે.

આ પણ વાંચોઃ ઓપરેશન સિંદૂરથી અકળાયેલા પાકિસ્તાનનું LoC પર આડેધડ ફાયરિંગ, 7ના મોત, 38 ઈજાગ્રસ્ત

ટેકનિકલ તફાવતો

HQ-9 નું રડાર ભારતની S-400 સિસ્ટમ (400 કિમી રેન્જ) કરતા નબળું છે. તે સુપરસોનિક મિસાઇલોને ટ્રેક કરવામાં સક્ષમ છે, પરંતુ તેમને અટકાવવામાં નિષ્ફળ જાય છે. 2022 માં, મિયાં ચિન્નુમાં ભૂલથી પડેલી બ્રહ્મોસ મિસાઇલને પણ HQ-9 નહતું રોકી શક્યું.

ભારતની સ્ટીલ્થ ટેકનોલોજી

બ્રહ્મોસ અને રુદ્રમ મિસાઇલો ઓછી ઊંચાઈએ ઉડે છે, જેના કારણે રડાર ડિટેક્શન મુશ્કેલ થાય છે. SCALP પણ રડાર દ્વારા શોધી શકાતું નથી.

જેમિંગ અને કાઉન્ટરમેજર્સ

ભારતે પાકિસ્તાની રડારને જામ કરવા માટે સમ્યક અને શક્તિ જેવી ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓનો ઉપયોગ કર્યો.

ઇઝરાયલી વ્યૂહનીતિથી પ્રેરણા

ઇઝરાયલની વ્યૂહનીતિ ગુપ્ત માહિતી, ઝડપી કાર્યવાહી અને ઓછામાં ઓછા નાગરિક જાનહાનિ પર ભાર મૂકે છે. ભારતે આ કાર્યવાહીમાં આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, ન કે નાગરિક વિસ્તારોને. ઈઝરાયલ તરફથી ભારતે પણ પોતાના હુમલાને સીમિત રાખ્યો જેથી યુદ્ધની સ્થિતિ ઊભી ન થાય. જોકે, ભારત માટે પડકાર ઈઝરાયલથી અલગ છે કારણ કે, પાકિસ્તાન એક પરમાણૂ શક્તિ છે. 


Tags :