Get The App

BIG NEWS : આતંકવાદની સાથે નક્સલવાદ પર પણ પ્રહાર, બીજાપુરમાં 15 નક્સલીઓ ઠાર

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
15 Naxalites Killed in Bijapur District


15 Naxalites Killed in Bijapur District: પહલગામ હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરુ કર્યું અને કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલથી હુમલો કર્યો. બીજી તરફ નક્સલવાદ વિરુદ્ધ પણ ભારતના વીર જવાનો લડત આપી રહ્યા છે. છત્તીસગઢ-તેલંગાણાની સરહદ નજીક બીજાપુર જિલ્લામાં 15 નક્સલીઓના ઢીમ ઢાળી દેવાયા છે.

મિશન સંકલ્પ હેઠળ કરવામાં આવી કાર્યવાહી 

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર બીજાપુર જિલ્લામાં કરેગુટ્ટા ટેકરીઓ પાસે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 15થી વધુ નક્સલીઓને ઠાર કર્યા છે. આ કાર્યવાહી મિશન સંકલ્પ હેઠળ કરવામાં આવી છે.

આ પણ વાંચો: નિર્દોષ નાગરિકોને નુકસાન ન પહોંચે તે રીતે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું: ભારતીય સેનાની પત્રકાર પરિષદ LIVE

એપ્રિલમાં પણ માર્યા ગયા હતા 3 નક્સલીઓ

એપ્રિલમાં પણ આ જ જંગલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 3 નક્સલીઓ માર્યા ગયા હતા. છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર કરેગુટ્ટાની ટેકરીઓ પર સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન શરુ કર્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ નક્સલવાદનો અંત લાવવાનો છે.

BIG NEWS : આતંકવાદની સાથે નક્સલવાદ પર પણ પ્રહાર, બીજાપુરમાં 15 નક્સલીઓ ઠાર 2 - image

Tags :