Get The App

'તમારી અર્થવ્યવસ્થા ધ્વસ્ત કરી નાંખીશું', રશિયાથી ઓઇલ ખરીદવા મામલે અમેરિકાના નેતાની ભારત-ચીનને ધમકી

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
'તમારી અર્થવ્યવસ્થા ધ્વસ્ત કરી નાંખીશું', રશિયાથી ઓઇલ ખરીદવા મામલે અમેરિકાના નેતાની ભારત-ચીનને ધમકી 1 - image


USA-India Trade Deal: અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલી વેપાર મંત્રણા વચ્ચે ટ્રમ્પ સરકાર તરફથી 500 ટકા ટેરિફ લાદવાની ચેતવણી મળી છે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટતંત્રના સેનેટર્સ લિન્ડેસે ગ્રેહામ અને રિચાર્ડ બ્લૂમેન્થલે રશિયા સાથે વેપાર કરતાં ભારત સહિત અન્ય દેશો પર 500 ટકા ટેરિફ લાદવાની ચીમકી આપી છે. રશિયા સાથે બિઝનેસ કરનારા દેશોની અર્થવ્યવસ્થાને હચમચાવી દેવા નિર્ણય લીધો છે. નોંધનીય છે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી 50 દિવસની અંદર યુક્રેન સાથે યુદ્ધ બંધ નહીં કરે તો રશિયા પર 100 ટકાનો સેકેન્ડરી ટેરિફ લાદવાનું એલર્ટ આપ્યું હતું.

શાંતિ કરાર કરો નહીં તો...

ગ્રેહામ અને બ્લૂમેન્થલના સંયુક્ત નિવેદન અનુસાર, રશિયા પાસેથી સસ્તા દરે ઓઈલ અને ગેસ ખરીદતાં ચીન, ભારત, બ્રાઝિલ સહિત અન્ય દેશો પર રશિયાની મદદ કરવા બદલ 500 ટકા ટેરિફ લાદવામાં આવશે. આ યુદ્ધનો અંત લાવવા માટેનો અંતિમ હથોડો ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશો સામે ટેરિફ લાદવાનો હશે. જેઓ સસ્તા દરે રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદીને પુતિનના યુદ્ધ મશીનને ટેકો આપી રહ્યા છે. જો આગામી 50 દિવસમાં શાંતિ કરાર ન થાય તો રશિયા પાસેથી ખરીદી કરતાં દેશો પર 100 ટકા સેકેન્ડરી ટેરિફ લાગુ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનો નિર્ણય પક્ષકારોને વાટાઘાટોના ટેબલ પર લાવવા માટે એક વાસ્તવિક કાર્યકારી માર્ગ છે. તેને મદદ કરતાં દેશો પર ઊંચો ટેરિફ લાદવાથી તે દેશોની અર્થવ્યવસ્થા ખોટવાશે, જેથી તેઓ પણ રશિયાને શાંતિ કરાર કરવા અપીલ કરશે. આ જોગવાઈનો ઉદ્દેશ ટેરિફ અને પ્રતિબંધો લાદવાનો નહીં, પણ શાંતિ કરારને સમર્થન આપવાનો છે.

આ પણ વાંચોઃ રશિયન ઓઇલ મુદ્દે NATO પ્રમુખની ધમકી પર ભારતનો સત્તાવાર જવાબ- લોકોની જરૂરિયાત અમારી પ્રાથમિકતા

NATO ચીફ પણ નાખુશ, ટેરિફ લાદવાની ચીમકી

NATO ચીફ સાથેની બેઠકમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, તે રશિયાથી નારાજ છે. જો 50 દિવસની અંદર શાંતિ કરાર કરવામાં નહીં આવે તો રશિયા પર 100 ટકા ટેરિફ લાદવામાં આવશે. NATO ચીફે પણ ચીન, બ્રાઝિલ  અને ભારતને ધમકી આપી હતી કે, રશિયા સાથે વેપાર વ્યવહાર બંધ કરો નહીં તો મસ મોટા ટેરિફનો સામનો કરવો પડશે. 

ભારતે આપ્યો હતો જવાબ

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આ મુદ્દે જવાબ આપ્યો હતો કે, ભારતીય એમ્બેસી અને એમ્બેસેડર રશિયા પર બિલ  સંબંધિત બાબતે સેનેટર ગ્રેહામ સાથે સંપર્કમાં છે, ભારત જાહેર હિતને ધ્યાનમાં લઈને નિર્ણય લેશે. NATOની ધમકી પર સત્તાવાર જવાબ આપતાં વિદેશ સચિવ રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા પર સેકેન્ડરી પ્રતિબંધોના અનેક અહેવાલો જોયા છે. તેના પર અમે ફોકસ કરી રહ્યા છીએ. હું સ્પષ્ટપણે કહીશ કે, અમારા નાગરિકોની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવી એ અમારા માટે હંમેશા પ્રાથમિકતા રહી છે. આ દિશામાં અમે માર્કેટમાં ઉપલબ્ધ વિકલ્પો અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં નિર્ણયો લઈશું. આ મામલે કોઈ બેવડું વલણ અપનાવવામાં આવશે નહીં. 

'તમારી અર્થવ્યવસ્થા ધ્વસ્ત કરી નાંખીશું', રશિયાથી ઓઇલ ખરીદવા મામલે અમેરિકાના નેતાની ભારત-ચીનને ધમકી 2 - image

Tags :