Get The App

'ભારત-ચીન સામે 100% ટેરિફ ઝીંકો...' ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ, EUના નેતાઓને ભડકાવ્યા

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
'ભારત-ચીન સામે 100% ટેરિફ ઝીંકો...' ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ, EUના નેતાઓને ભડકાવ્યા 1 - image


Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન અને ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યા હોય તેવું દેખાય છે. અમેરિકાના અધિકારીઓ અને યુરોપિયન યુનિયનના વ્યૂહનીતિકારોના અહેવાલ અનુસાર ટ્રમ્પે ઈયુને કહ્યું છે કે ભારત સામે 100% ટેરિફ લગાવી દો. 

કેમ ટ્રમ્પે આવું કહ્યું? 

આ મામલે જાણકારના સૂત્રોનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઈયુના અધિકારીઓને આ ભલામણ કરતાં કહ્યું હતું કે જો ભારત અને ચીન સામે 100% ટેરિફ ઝીંકશો તો જ રશિયા પર દબાણ વધશે અને તેનાથી રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પતી જશે. 

ટ્રમ્પના મગજમાં શું ચાલે છે? 

આ મામલે ટ્રમ્પનું માનવું છે કે ચીન અને ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદનારા સૌથી મોટા ગ્રાહકો છે. તેમના પૈસાથી જ રશિયાનું અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે. આ જ કારણ છે કે 2022થી રશિયા સતત યુક્રેન સામેના યુદ્ધમાં લીડ મેળવી રહ્યું છે. કહેવાય છે કે ટ્રમ્પે કોન્ફરન્સ કોલના માધ્યમથી ઈયુના અધિકારીઓને આ અપીલ કરી હતી. ઈયુનું એક પ્રતિનિધિમંડળ હાલમાં વોશિંગ્ટનમાં છે અને તેમની સાથે ટ્રમ્પે પ્રતિબંધો વિશે વાતચીત પણ કરી હોવાની ચર્ચા છે. ઈયુના અધિકારીઓ કહે છે કે જો ઈયુ ભારત અને ચીન સામે 100 ટકા ટેરિફ ઝીંકશે તો અમેરિકા પણ બંને દેશો સામે 100% ટેરિફ ઝીંકી દેશે.  

Tags :