World

અબજોનો ક્રૂડ ઓઈલનો ભંડાર મળતા આ ગરીબ દેશને હવે બખાં! ટેરિફ વિવાદ વચ્ચે રશિયાને મોટો ઝટકો

By GS TEAM
12 Sep 20252 mins read
TukuTouch Logo
નાટોના સભ્ય દેશ હંગેરીમાં મોટો ક્રૂડ ઓઈલ ભંડાર મળી આવ્યો છે, જેમાંથી દરરોજ લગભગ 1000 બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન શક્ય બનશે. નિષ્ણાતોના મતે, આ શોધ યુરોપ માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે અત્યાર સુધી મોટાભાગના યુરોપિયન દેશો ક્રૂડ અને ગેસ માટે અન્ય ખંડો પર નિર્ભર છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી, યુરોપના રશિયાના ક્રૂડ ઓઈલ અને ગેસની આયાતમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અબજોનો ક્રૂડ ઓઈલનો ભંડાર મળતા આ ગરીબ દેશને હવે બખાં! ટેરિફ વિવાદ વચ્ચે રશિયાને મોટો ઝટકો

Hungary OIL: નાટોના સભ્ય દેશ હંગેરીમાં મોટો ક્રૂડ ઓઈલ ભંડાર મળી આવ્યો છે, જેમાંથી દરરોજ લગભગ 1000 બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન શક્ય બનશે. નિષ્ણાતોના મતે, આ શોધ યુરોપ માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે અત્યાર સુધી મોટાભાગના યુરોપિયન દેશો ક્રૂડ અને ગેસ માટે અન્ય ખંડો પર નિર્ભર છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી, યુરોપના રશિયાના ક્રૂડ ઓઈલ અને ગેસની આયાતમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

ગેસ કંપની MOLએ શું કહ્યું?

હંગેરીની ક્રૂડ અને ગેસ કંપની MOLએ જણાવ્યું હતું કે 'ક્રૂડ ઓઈલ ભંડાર ઉત્તરી હંગેરીના ગલગાહેવિઝ શહેર નજીક 2,400 મીટરની ઊંડાઈએ મળી આવ્યું હતું.  આ શોધ હંગેરીની ઊર્જા પુરવઠા સુરક્ષાને મજબૂત બનાવશે અને આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે.'

આ પણ વાંચો: VIDEO: આતંકવાદ મુદ્દે UNSCમાં ફરી પાકિસ્તાનની ફજેતી, કતારને બચાવવાના ચક્કરમાં આબરૂ ગુમાવી


હંગેરીના વિદેશ મંત્રી પહેલાથી જ ચેતવણી આપી ચૂક્યા

હંગેરીના વિદેશ મંત્રી પીટર સિજાર્ટોએ પહેલાથી જ ચેતવણી આપી છે કે જો યુક્રેન ડ્રુઝ્બા પાઈપલાઇન પર હુમલો કરવાનું ચાલુ રાખશે, તો તે હંગેરીની ઉર્જા સુરક્ષા પર સીધો હુમલો હશે. આ પાઇપલાઇન હંગેરીને રશિયાનું ક્રૂડ સપ્લાય કરે છે. જો કે, નાટોનો સભ્ય હોવા છતાં, હંગેરી હજુ પણ રશિયા પાસેથી ક્રૂડ ખરીદી રહ્યું છે.

વિદેશ મંત્રી પીટર સિજાર્ટોનું કહેવું છે કે, 'હંગેરી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. કેટલાક યુરોપિયન દેશો રશિયાનો જાહેરમાં વિરોધ કરવા છતાં મધ્યસ્થીઓ દ્વારા ગુપ્ત રીતે સસ્તું રશિયાનું ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યા છે.' હંગેરી ઉપરાંત, સ્લોવાકિયા પણ હાલમાં રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદી રહ્યું છે.