VIDEO: આતંકવાદ મુદ્દે UNSCમાં ફરી પાકિસ્તાનની ફજેતી, કતારને બચાવવાના ચક્કરમાં આબરૂ ધૂળધાણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

UNSC Debate Turns Embarrassing for Pakistan : આતંકવાદ મુદ્દે વિવિધ વૈશ્વિક મંચ પર પાકિસ્તાનની ફજેતી થતી રહે છે. એવામાં ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની ફજેતી થઈ છે. ઈઝરાયલને ઘેરવા નીકળેલા પાકિસ્તાનો દાવ ઊંધો પડ્યો.
કતાર પર આતંકવાદને શરણ આપવાનો આરોપ
UNSCમાં ઈઝરાયલે કતાર પર કરેલા હુમલાની ટીકા કરવામાં આવી તથા અમેરિકા સહિતના દેશોએ તણાવ ઓછો કરવા પર સહમતી દર્શાવી. એવામાં UN વોચના કાર્યકારી પ્રમુખ હોલેલ નોયરે કતાર પર આતંકવાદીઓને શરણ આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે વર્ષ 2012થી જ હમાસનું હેડક્વાર્ટર કતારમાં છે, જેને અમેરિકાએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.
સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ પર ભેદભાવનો આરોપ
હિલેલ નોયરે સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ પર ભેદભાવનો આરોપ લગાવી સવાલ કર્યો કે, 'અમેરિકાએ 2011માં પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતાર્યો ત્યારે તો સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે એમ કહ્યું હતું કે ન્યાય થયો. તો હવે તમે ઈઝરાયલના હુમલાની ટીકા કેમ કરી રહ્યા છો?'
પાકિસ્તાનની ઈન્ટરનેશનલ ફજેતી
હિલેલ જ્યારે પોતાની વાત મૂકી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના પ્રતિનિધિએ વચ્ચે ટકોર કરી કે, 'એ વાતનું ધ્યાન રાખવામાં આવે કે વક્તા કોઈ પણ દેશની સંપ્રભુતાનું ઉલ્લંઘન ના કરે.' જે બાદ હિલેલ નોયરે પાકિસ્તાન પર પલટવાર કરતાં કહ્યું કે, 'પાકિસ્તાન પણ આતંકવાદ સમર્થક દેશ છે.' આમ વિશ્વના મંચ પર પાકિસ્તાનની ફરી ફજેતી થઈ હતી.








