World

એક પણ નદી કે તળાવ વિના સાઉદી અરેબિયા પાણી ક્યાંથી લાવે છે? જાણીને ચોંકી જશો

By GS TEAM
7 Oct 20253 mins read
TukuTouch Logo
આટલો સમૃદ્ધ દેશ હોવા છતાં સાઉદી અરેબિયા ખાવા-પીવાના સામાન માટે વિદેશી દેશો પર નિર્ભર છે અને ત્યાંથી ખરીદે છે. કારણ કે ત્યાં ભૂગર્ભ પાણી ખૂબ જ ઓછું બચ્યું છે અને ઘણા રિસર્ચનું કહેવું છે કે આગામી 11 વર્ષોમાં સાઉદી અરેબિયાનું ભૂગર્ભ પાણી સંપૂર્ણપણે ખતમ થઈ જશે. જોકે, પહેલા અહીં ઘણા પાણીના કુવા હતા જેનો ઉપયોગ હજારો વર્ષોથી થતો હતો, પરંતુ વસતી વધવાની સાથે તે પાણીનો ઉપયોગ વધ્યો અને કુવાઓ સુકાઈ ગયા.

Summarized by AI; it may make mistakes. Check important info

એક પણ નદી કે તળાવ વિના સાઉદી અરેબિયા પાણી ક્યાંથી લાવે છે? જાણીને ચોંકી જશો

Saudi Arabia Facts: સાઉદી અરેબિયાનો મોટો ભાગ રણથી ઢંકાયેલો છે, તેથી જ તેનું વાતાવરણ એકદમ અનોખું છે. ઉનાળામાં અહીં ભારે ગરમી અને શિયાળામાં હાડ થીજવતી ઠંડી પડે છે. તેલ અને કુદરતી ગેસના ભંડાર સાઉદી અરેબિયાને એક ધનાઢ્ય અને સમૃદ્ધ દેશ બનાવે છે. જોકે, આ દેશ માત્રને માત્ર પાણીની અછતનો સામનો કરી રહ્યો છે કારણ કે ત્યાં કોઈ નદી, તળાવ કે ઝીલ નથી. આવી સ્થિતિમાં દરેકના મનમાં એ સવાલ જરૂર ઉઠે છે કે, સાઉદી અરેબિયામાં પાણી ક્યાંથી આવે છે? તો આજે, અમે તમને આ વિશે ચોંકાવનારું સત્ય જણાવીશું.

સાઉદી અરેબિયાની માત્ર 1% જમીન જ ખેતીલાયક

સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે, સાઉદી અરેબિયાની માત્ર 1% જમીન જ ખેતીલાયક છે, જેમાં કેટલીક શાકભાજી જ ઉગાડવામાં આવે છે. જોકે, એક વાર અહીં ઘઉંની ખેતી કરાવવાની યોજના બનાવવામાં આવી હતી અને તેના માટે પ્રોપર ઘઉં ફીલ્ડ બનાવવામાં આવ્યા હતા. અહેવાલો પ્રમાણે ત્યાં સિંચાઈમાં એટલું બધું પાણી ઉપયોગમાં લેવાયું કે, જમીન પર મીઠું ફેલાઈ ગયું અને થોડા જ વર્ષોમાં જમીન ઉજ્જડ બની ગઈ. ત્યારબાદ આખો વિસ્તાર ઝેરી બની ગયો. આ જ કારણ છે કે હવે આખા વિસ્તારને ઘેરીને રાખવામાં આવ્યો છે, જેથી ત્યાં કોઈ પહોંચી ન શકે. 

સાઉદી અરેબિયા ખાવા-પીવાના સામન માટે વિદેશી દેશો પર નિર્ભર

સ્થિતિ એ છે કે, આટલો સમૃદ્ધ દેશ હોવા છતાં સાઉદી અરેબિયા ખાવા-પીવાના સામાન માટે વિદેશી દેશો પર નિર્ભર છે અને ત્યાંથી ખરીદે છે. કારણ કે ત્યાં ભૂગર્ભ પાણી ખૂબ જ ઓછું બચ્યું છે અને ઘણા રિસર્ચનું કહેવું છે કે આગામી 11 વર્ષોમાં સાઉદી અરેબિયાનું ભૂગર્ભ પાણી સંપૂર્ણપણે ખતમ થઈ જશે. જોકે, પહેલા અહીં ઘણા પાણીના કુવા હતા જેનો ઉપયોગ હજારો વર્ષોથી થતો હતો, પરંતુ વસતી વધવાની સાથે તે પાણીનો ઉપયોગ વધ્યો અને કુવાઓ સુકાઈ ગયા.

સાઉદી અરેબિયા છેલ્લા 50 વર્ષથી ડિસેલિનેશનનો ઉપયોગ કરી રહ્યું

નિષ્ણાતોનું કહેવું છે કે અહીં વર્ષમાં માત્ર એક કે બે વાર જ વરસાદ પડે છે. જોકે, તે વાવાઝોડાના રૂપમાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ વોટર પર તેની કોઈ અસર નથી થતી. આવી સ્થિતિમાં માત્ર એક જ વિકલ્પ બચે છે અને તે છે ડિસેલિનેશન. આ હેઠળ દરિયાના પાણીમાંથી મીઠું અલગ કરીને તેને પીવાલાયક બનાવવામાં આવે છે. સાઉદી અરેબિયા છેલ્લા 50 વર્ષથી ડિસેલિનેશનનો ઉપયોગ કરી રહ્યું છે. અહીં દર વર્ષે ડિસેલિનેશન પ્લાન્ટ લગાવવામાં આવે છે અને અપગ્રેડ કરવામાં આવે છે. જો કે, આમાં લાંબો ખર્ચ લાગે છે અને આર્થિક રીતે નબળા દેશો માટે આ શક્ય નથી.

આ પણ વાંચો: 7 ઓકટોબર: 69 હજાર મોત, 19 લાખ લોકો બેઘર... બે વર્ષના યુદ્ધ બાદ ગાઝામાં જુઓ કેવા છે હાલ

 સાઉદી અરેબિયા પોતાના GDPના 2% પાણીની સબસિડી પર ખર્ચ કરે છે

એક અહેવાલ પ્રમાણે સાઉદી અરેબિયા વર્તમાનમાં પોતાના GDPના 2% પાણીની સબસિડી પર ખર્ચ કરે છે. ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સાઉદી અરેબિયા વિશ્વના એવા દેશોમાંથી એક છે જે પોતાના નાગરિકોને પાણી પર સૌથી વધુ સબસિડી આપે છે. અહેવાલ પ્રમાણે સાઉદી સરકાર ઘરોમાં ઉપયોગ માટે પાણી પર સૌથી મોટી સબસિડી આપે છે તેથી પાણી મોંઘુ નથી મળતું.