અમેરિકાની સેનાએ દાઢી ઉપર પ્રતિબંધ મૂક્યો, શીખ-મુસ્લિમ અને યહૂદી સમુદાયમાં ચિંતા પ્રસરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image: Insta @petehegseth |
US Army beard ban: અમેરિકન સંરક્ષણ વિભાગ (પેંટાગન)ની નવી ગ્રૂમિંગ નીતિએ શીખ, મુસ્લિમ અને યહૂદી જેવા ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયોમાં વ્યાપક ચિંતા ઊભી કરી દીધી છે. સંરક્ષણ સચિવ પીટ હેગસેથ દ્વારા જાહેરાત બાદ સૈન્યની દાઢી રાખવાની છૂટ લગભગ સમાપ્ત કરી દેવાઈ છે. જેના કારણે ધાર્મિક આધાર પર દાઢી રાખનારા સૈનિકોની સેવા પર સંકટ ઊભું થયું છે. આ નીતિ 2010 પહેલાના ધોરણો પર પરત ફરવાનો આદેશ આપે છે, જેમાં દાઢીની છૂટની મંજૂરી નહતી.
શું છે આખો મામલો?
30 સપ્ટેમ્બરે મરીન કૉર્પ્સ બેઝ ક્વૉન્ટિકોમાં 800થી વધુ વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને સંબોધિત કરતી વખતે હેગસેથે દાઢી જેવી 'સુપરફિશિયલ વ્યક્તિગત અભિવ્યક્તિ'ને સમાપ્ત કરવાની જાહેરાત કરી. તેમણે વિવાદાસ્પદ રીતે કહ્યું, 'અમારી પાસે નૉર્ડિક પગાનોની સેના નથી.'
તેમના ભાષણના ગણતરીના કલાકો બાદ જ પેન્ટાગોને તમામ સૈન્ય શાખાઓને નિર્દેશો જાહેર કરીને ધાર્મિક છૂટ સહિતની મોટાભાગની દાઢીની છૂટને 60 દિવસની અંદર સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે. માત્ર વિશેષ દળોને સ્થાનિક વસ્તીમાં ભળી જવાના હેતુથી અપાતી અસ્થાયી છૂટને જ આમાંથી બાકાત રાખવામાં આવી છે.
આ આદેશથી કોને-કોને થશે અસર?
આ પહેલાં, 2017માં, સેનાએ નિર્દેશ 2017-03 દ્વારા શીખ સૈનિકો માટે કાયમી દાઢી અને પાઘડી મુક્તિને ઔપચારિક રૂપ આપ્યું હતું. તેવી જ રીતે, મુસ્લિમ, રૂઢિચુસ્ત યહૂદી અને નૉર્સ પગાન સૈનિકોને ધાર્મિક મુક્તિ હતી. જુલાઈ 2025માં, સેનાએ તેની નીતિમાં સુધારો કર્યો, પરંતુ ધાર્મિક મુક્તિ જાળવી રાખી. જો કે, નવી નીતિ આ પ્રગતિશીલ ફેરફારોને ઉલટાવી દે છે, જે 1981ના સુપ્રીમ કોર્ટના ચુકાદા ગોલ્ડમેન VS વેનબર્ગરથી પ્રેરિત કડક ગ્રૂમિંગ નિયમો પર પરત ફરે છે.
શીખ સમુદાયની આક્રોશભરી પ્રતિક્રિયા
અમેરિકન સૈન્યમાં શીખોના અધિકારો માટે લડત આપતી સંસ્થા શીખ કોઅલિશનએ હેગસેથની ટિપ્પણીઓ પર રોષ વ્યક્ત કર્યો છે અને આ નિર્દેશ પર પોતાની ચિંતા પણ વ્યક્ત કરી છે. સંગઠનનું કહેવું છે કે, શીખોના કેશ (કાપ્યા વિનાના વાળ) તેમની ઓળખનો અભિન્ન અંગ છે અને આ નીતિ વર્ષોની લડાઈ બાદ મળેલી સમાવેશીતા સાથે વિશ્વાસઘાત સમાન છે. એક શીખ સૈનિકે સોશિયલ મીડિયા પર લખ્યું, 'મારા કેશ મારી ઓળખ છે. સમાવેશીતા માટેની લડાઈ પછી આ વિશ્વાસઘાત જેવું લાગે છે.'
આ પણ વાંચોઃ 2026માં અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો 1 ડૉલરનો સિક્કો લોન્ચ કરવાની તૈયારીમાં
શીખ અમેરિકન સૈન્યમાં પહેલાં વિશ્વ યુદ્ધથી સેવા આપે છે. 1917માં ભગત સિંહ થિંડ પહેલાં શીખ હતા જેમણે અમેરિકન સેનામાં દાખલ થઈને પાઘડી પહેરવાની મંજૂરી મેળવી હતી. 1981 બાદ કડક નિયમો હોવા છતાં 2011માં રબ્બી મેનાચેમ સ્ટર્ન, 2016માં કેપ્ટન સિમરતપાલ સિંહ અને 2022માં સિંહ VS બર્ગરના કેસમાં કોર્ચે શીખોને દાઢી અને પાઘડીના અધિકારોને મજબૂત કર્યા હતા. શીખ કોઅલિશને કહ્યું કે, દાઢી રાખવું સૈન્ય સેવામાં કોઈ અડચણ નથી. કારણ કે, શીખ સૈનિક ગૈસ માસ્ક ટેસ્ટ પાસ કરી ચુક્યા છે.
જોકે, આ નીતિ ફક્ત શીખો સુધી મર્યાદિત નથી. મુસ્લિમ સૈનિકો માટે દાઢી ધાર્મિક ફરજ છે. જોકે, ઑર્થોડૉક્સ યહૂદીઓ માટે પાયોટ અને દાઢી પવિત્ર છે. કાઉન્સિલ ઑન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સ લાંબા સમયથી પેંટાગનની નીતિ આ અધિકારોને માન્યતા આપી રહી છે.
કાઉન્સિલ ઓન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સ (CAIR)એ હેગસેથને પત્ર લખીને સ્પષ્ટતા માંગી છે કે, શું મુસ્લિમ, સિખ અને યહૂદી સૈનિકોની ધાર્મિક સ્વતંત્રતા સુરક્ષિત રહેશે કે નહીં?








