જાપાનના દક્ષિણ પ્રાંતોમાં ભારે વરસાદથી પૂર : 15નાં મોત, 9 લાપતા
- 75 હજાર લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરાવાયું
- ચીનમાં પૂરની સ્થિતિ યથાવત, અત્યાર સુધીમાં 109નાં મોત : એક કરોડ લોકોનું સ્થળાંતર થયું હોવાનો દાવો
ટોક્યો/બેઈજિંગ, તા. 4 જુલાઇ, 2020, શનિવાર
જાપાનના દક્ષિણ-પશ્વિમના પ્રાંતોમાં ભારે વરસાદ પડતા પૂરની ભયાનક સિૃથતિ સર્જાઈ હતી. એમાં 15નાં મોત થયા હતા. પૂર પછી નવ લોકો લાપતા છે. કાંઠા વિસ્તારના 75 હજાર લોકોને સલામત સૃથળે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. હજુ બે-ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી આ વિસ્તારના લોકોમાં ંભારે દહેશત ફેલાઈ હતી.
જાપાનના કુમામોટોમાં આવેલું એક નર્સિંગ હોમમાં ભીંસણ પૂરથી પ્રભાવિત થયું હતું. એના કારણે 15નાં મોત થયા હતા. ભારે વરસાદ પછી જાપાનના દક્ષિણ અને પશ્વિમ પ્રાંતમાં પૂરની સિૃથતિ સર્જાઈ હતી. ભયાનક પૂરથી અસંખ્ય લોકો પ્રભાવિત થયા હતા. પૂર પછી નવ લોકો લાપતા હોવાનું નોંધાયું હતું, બચાવ ટૂકડીએ તેમની શોધખોળ આદરી હતી.
કુમામોટોમાંથી 200 ઘર ખાલી કરાવીને તેમને સલામત સૃથળે ખસેડાયા હતા. દક્ષિણ-પશ્વિમમાં કુલ 75 હજાર કરતાં વધુ લોકોને સલામત સૃથળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ વિસ્તારમાં આવેલા 109 આશ્રય ગૃહોને તાત્કાલિક ખાલી કરાવીને તેમાં પૂરપ્રભાવિત લોકોને રખાયા હતા.
જાપાનના હવામાન વિભાગે આગાહી કરી હતી એ પ્રમાણે હજુ પણ બે-ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે. કુમા નદી ઓવરફ્લો થતાં ઘણાં વિસ્તારોમાં પાંચથી દસ ફૂટ પાણી ભરાયું હતું.
જો હજુ વરસાદ થશે તો પાણીનું લેવલ વધે તેવી પણ ભીતિ છે. દરમિયાન ચીનમાં પણ ઘણાં વિસ્તારોમાં પૂરની સિૃથતિ છેલ્લાં એકાદ મહિનાથી યથાવત છે. અત્યાર સુધીમાં ચીનમાં કુલ 106 લોકોના મોત થયા છે. અસંખ્ય લોકો લાપતા છે. અંદાજે એક કરોડ લોકોનું સૃથળાંતર કરાયું છે.
ચીનના સરકારી વિભાગે તે અંગે કોઈ સત્તાવાર આંકડો જાહેર કરાયો નથી, પરંતુ લોકોએ સોશિયલ મીડિયામાં દાવો કર્યો હતો તેના આધારે અહેવાલો રજૂ થયા હતા કે એકાદ કરોડ લોકોને આ ભયાનક પૂરની અસર થઈ છે. ચીનમાં આ પૂરથી 70 અબજ ડોલરનું નુકસાન થાય તેવું આકલન કરાયું હતું.