Get The App

VIDEO: જ્વાળામુખી ફાટતાં 300 ફૂટ ઊંચે ઉડ્યા આગના ગોળા, હવાઈમાં સર્જાયો મોટો ખતરો

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: જ્વાળામુખી ફાટતાં 300 ફૂટ ઊંચે ઉડ્યા આગના ગોળા, હવાઈમાં સર્જાયો મોટો ખતરો 1 - image


Kilauea Volcano Erupts: હવાઈના કિલાઉઆ જ્વાળામુખી ફરી એકવાર ફાટી નીકળ્યો છે. મંગળવારથી સતત 13 કલાક સુધી લાવા નીકળ્યો હતો. જ્વાળાઓ 100 મીટરથી વધુ ઊંચી ઉછળી. અમેરિકન જીઓલોજિકલ સર્વે (USGS)એ જણાવ્યું હતું કે, ડિસેમ્બર પછી આ 32મો મોટો વિસ્ફોટ છે. કિલાઉઆ વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક છે. આ સમય દરમિયાન, મધ્યરાત્રિ પછી હેલેમાઉમાઉ ક્રેટરના ઉત્તર વેન્ટમાંથી લાવા વહેવા લાગ્યો. સવાર થતાં સુધીમાં ત્રણ અલગ અલગ વેન્ટમાંથી આગના ફુવારા ફૂટવા લાગ્યા હતા. USGSના કહેવા પ્રમાણે લાવાના ફુવારાની ઊંચાઈ 300થી 500 ફૂટ સુધી પહોંચી હતી. જોકે, હાલ પૂરતો આખો વિસ્ફોટ હવાઈ વોલ્કેનોઝ નેશનલ પાર્કમાં જ સીમિત રહ્યો છે.

આ પણ વાંચો: રશિયાનો યુક્રેન પર ફરી ભયાનક હુમલો, 500 ડ્રોન અને મિસાઇલ ઝીંકી

ખતરો હજુ ટળ્યો નથી, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, ભારે માત્રામાં સલ્ફર ડાયોક્સાઇડ અને વોગ (જ્વાળામુખી ધુમાડો) હવામાં ફેલાઈ શકે છે. તેનાથી આંખ અને ફેફસાં પર ખરાબ અસર પડે છે. ખાસ કરીને અસ્થમા અને શ્વાસની બીમારીઓ સામે ઝઝૂમી રહેલા લોકો પર મુશ્કેલી પડી શકે છે. આ સિવાય, પેલી હેર નામના જ્વાળામુખી કાચ જેવા પાતળા દોરા પણ હવામાં ફેલાય છે જે સ્કીન અને આંખોમાં બળતરા પેદા કરી શકે છે.

જ્વાળામુખીની આસપાસની જમીન ફાટવી, ખડકો પડવાનું અને કિનારા નબળા પડવાનું જોખમ વધી રહ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાલના સમયમાં વિસ્તાર ખૂબ જ અસ્થિર છે અને ત્યાં રહેવું ખતરનાર થઈ શકે છે. 

હજુ પણ જ્વાળામુખીના વધુ વિસ્ફોટ થશે

હવાઈ જ્વાળામુખી વેધશાળાના પ્રમુખ કેન હોને કહ્યું કે, 'જ્વાળામુખીની પ્રવૃત્તિને સમજવી સરળ નથી.' તેમણે કહ્યું કે, આ હાથી પર ચઢતી કીડીઓ પર કામ જેવું છે. તો યુનિવર્સિટી ઑફ હિલોના પ્રોફેસર સ્ટીવ લુંડબ્લેડે કહ્યું કે, આવનારા સમયમાં પણ વધુ વિસ્ફોટ જોવા મળી શકે છે. ફરક માત્ર એટલો હશે કે, તેનો ફેલાવો ખૂબ પહોળો હશે અને ઉંચાઈ થોડી ઓછી હશે. 

આ પણ વાંચો: ઈન્ડોનેશિયામાં ફરી ફૂડ પોઈઝનિંગની મોટી ઘટના, શાળાનું ભોજન ખાધા બાદ 400 બાળકો બીમાર

USGSના જણાવ્યા પ્રમાણે મંગળવારે સાંજે 8 વાગ્યે અચાનક આ વિસ્ફોટ બંધ થયો હતો. પરંતુ આવનારા થોડા દિવસો સુધી લાવાનો ધીમો પ્રવાહ અને ચમક જોવા મળે છે. એજન્સીએ સ્પષ્ટ કહ્યું કે, જ્વાળામુખીની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવશે અને જરુર પડ્યે ચેતવણી આપવામાં આવશે. 


Tags :