ઇજીપ્તમાં યોજાયેલી શાંતિ મંત્રણામાં ઘડાયેલા કરારોનો હમાસે અસ્વીકાર કર્યો

તેલ પર તરતું મધ્ય પૂર્વ ફરી ભડકે બળશે ?
ટ્રમ્પે રચેલી શાંતિ દરખાસ્તો અંગે હમાસ નેતા હોસામ બાદરાને કહ્યું : બીજો તબક્કો ગૂંચવણ ભર્યો અને મુશ્કેલ બની ગયો છે
તે દરખાસ્તો પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરતાં હમાસનાં પોલિટિકલ બ્યુરોના સભ્ય હોસામ બાદરાને કહ્યું કે આ મંત્રણાનો બીજો તબક્કો ગૂંચવાડા ભર્યો અને મુશ્કેલ બની ગયો છે. પેલેસ્ટાઇનીઓ જેવો હમાસના સભ્યો હોય કે ન હોય તે સર્વેને તેમની ભૂમિ ઉપરથી કાઢી મુકવાની વાત જ બુદ્ધિહીન છે. નકામી છે.
તેઓએ વધુમાં કહ્યું જો ઇઝરાયલ શાંતિ નહીં જાળવે તો હમાસ ફરી યુદ્ધે ચઢવા તૈયાર જ છે. અમે આશા રાખીએ છીએ કે અમારે ફરી તેમા (યુદ્ધ) કરવું ન પડે, પરંતુ જો અમારી ઉપર યુદ્ધ થોપી દેવામાં આવશે જ તો પેલેસ્ટાઇનીઓ અને તેનાં લડાયક દળો તેની તમામ તાકાતથી આક્રમણનો સામનો કરશે જ.
આ પૂર્વે ગત સપ્તાહે ટ્રમ્પે સૂચવેલી યુદ્ધ વિરામની દરખાસ્ત ઇઝરાયલ તથા હમાસ બંનેએ સ્વીકારી હતી. આ દરખાસ્ત રજૂ કરતાં પ્રમુખ ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે મેં અનેક યુદ્ધો અટકાવ્યાં છે તે પૈકીનું આ એક યુદ્ધ છે. હું રવિવારે કે સોમવારે મધ્યપૂર્વની મુલાકાતે જવા માગું છું. અમે પ્રયત્નો કરતા રહેશું અને અવરોધોને ધરાવતા રહેશું.
બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે ઇઝરાયેલ તેની જેલોમાં રહેલા આશરે ૨,૦૦૦ જેટલા પેલેસ્ટાઇનીઓને મુક્ત કરશે. સામીબાજુએ પેલેસ્ટાઇનીઓ તેણે બાનમાં રાખેલા જીવંત અને મૃત સહિત ૪૧ ઇઝરાયલીઓને મુક્ત કરશે.
હમાસના પ્રતિનિધિએ પણ કહ્યું હતું કે હમાસ તેના કબ્જામાં રહેલા તમામ જીવંત કે મૃત તેવા ૪૮ બંદીવાનોને મુક્ત કરવા તૈયાર છે.
બીજી તરફ ઇઝરાયલ હમાસ નેના કબજામાં રહેલા અપહૃતોને સોમવાર સવારથી જ મુક્ત કરશે ત્યારે સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવા ૨૦૦ જેટલા અમેરિકી સૈનિકો હાજર રહેશે. પ્રક્રિયા બરોબર ચાલે છે કે કેમ તે તો જોશે જ સાથે ગાઝામાં માનવીય સહાય યોગ્ય રીતે વહી રહે છે કે કેમ તે પણ જોશે.


