World

ગૂગલનું કોડિંગમાં પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 3.7 ફ્લેશ લોન્ચ

By GS Team
15 Aug 20262 mins read
TukuTouch Logo
કેલિફોર્નિયામાં ગૂગલે નવું જેમિની 3.7 ફ્લેશ AI મોડલ લોન્ચ કર્યું છે. આ મોડલ સોફ્ટવેર કોડિંગ, વેબ ડેવલપમેન્ટ અને ઓટોનોમસ AI એજન્ટ્સ જેવા કામો માટે બનાવવામાં આવ્યું છે. અગાઉના 3.6 ફ્લેશ મોડલની સરખામણીમાં નવા મોડલમાં મલ્ટી-સ્ટેપ પ્લાનિંગ અને કોડ જનરેશનમાં સુધારો થયો છે. આ મોડલ ફાઈનાન્સ, લો અને બાયોસાયન્સ જેવા સેક્ટરમાં પણ મદદરૂપ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગૂગલનું કોડિંગમાં પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 3.7 ફ્લેશ લોન્ચ
  • મલ્ટી સ્ટેપ પ્લાનિંગ તેની ખાસિયત
  • ફાઈનાન્સ, લો, બાયોસાયન્સ જેવા સેક્ટર્સમાં કામ કરવા તેમજ ડોક્યુમેન્ટ્સ સમજવા તેમાં સુધારો કરાયો

કેલિફોર્નિયા : ગૂગલે નવું જેમિની ૩.૭ ફ્લેશ એઆઈ મોડલ લોન્ચ કર્યું છે. આ મોડલ સોફ્ટવેર કોડિંગ, વેબ ડેવલપમેન્ટ અને ઓટોનોમસ એઆઈ એજન્ટ્સ જેવા કામ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. ગૂગલનું કહેવું છે કે, નવા મોડલમાં મલ્ટી-સ્ટેપ પ્લાનિંગ, ઈન્ટ્રક્શન ફોલોવિંગ અને કોડ જનરેશનમાં અગાઉના મોડલ જેમિની ૩.૬ ફ્લેશની સરખામણીમાં સુધારો કરવામાં આવ્યો છે. ૩.૬ ફ્લેશ ત્રણ અઠવાડિયા પહેલા જ લોન્ચ કરવામાં આવ્યું હતું.
જેમિની ૩.૭ ફ્લેશને કોડિંગ જેવા જટિલ કામ માટે સુધારવામાં આવ્યું છે. તેમાં ડીબગિંગ, સોફ્ટવેર ઈશ્યુ ઉકેલવા અને પ્રોડ્કશન રેડી કોડ તૈયાર કરવાની ક્ષમતા વધુ સારી છે. ગૂગલના બેન્ચમાર્ક મુજબ, નવા મોડલના સ્કોરમાં વધારો થયો છે. નવું મોડલ વેબ ડેવલપમેન્ટ માટે અને યુઆઈ ડિઝાઈન માટે વધુ સક્ષમ બનાવાયું છે. ગૂગલ ૩.૭ ફ્લેશ ઓછા પ્રોમ્પ્ટ્સમાં વધુ ફંક્શનલ લેઆઉટ અને ફિચર-કમ્પ્લિટ વેબ એપ્સ બનાવી શકે છે. ફાઈનાન્સ, લો અને બાયોસાયન્સ જેવા સેક્ટરમાં કામ કરવા અને ડોક્યુમેન્ટસ સમજવા તેમાં સુધારો કરવામાં આવ્યો છે.
જેમિની ૩.૭ ફ્લેશને ગૂગલના જેમિની સ્પાર્ક પર્સનલ એઆઈ એજન્ટમાં પણ સામેલ કરવામાં આવ્યું છે. ગૂગલ મુજબ સ્પાર્ક ૧૬૦થી વધુ દેશોમાં ગૂગલ એઆઈ પ્રો અને અલ્ટ્રા સ્બસ્ક્રિપ્શન માટે ઉપલબ્ધ છે. નવા મોડલથી સ્પાર્કમાં ગૂગલ વર્કસ્પેસ સાથે જોડાયેલા જટિલ વર્કફ્લોમાં વધુ સારી એક્યુરસી અને આઉટપુટ ક્વોલિટી છે.