Get The App

VIDEO: બગાસું ભારે પડ્યું! મોઢું ખુલ્યા પછી બંધ જ ન થયું, દોડવું પડ્યું હોસ્પિટલ

Updated: May 15th, 2024


Google News
Google News
VIDEO: બગાસું ભારે પડ્યું! મોઢું ખુલ્યા પછી બંધ જ ન થયું, દોડવું પડ્યું હોસ્પિટલ 1 - image
Image Twitter 

ક્યારેક ક્યારેક એવી વિચિત્ર ઘટના બનતી હોય છે, કે જેની આપણે ક્યારેય વિચાર્યું પણ ન હોય. એક છોકરી સાથે એવી જ કાંઈક વિચિત્ર ઘટના બની, જેના વિશે તમે વિચારી પણ ન શકો. આ છોકરીને બગાસું આવ્યું તો તેનું મોં ખોલ્યું, તે પછી મોઢું બંધ જ ન થયું. આખરે તેને દવાખાને લઈ જવામાં આવી. અહીં ડોક્ટરે તેની તપાસ કરી. આ છોકરી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જેના સિનાતરા છે. તે હાલમાં 21 વર્ષની છે. જેનાએ તેનો દર્દનાક અનુભવ કેમેરામાં કેદ કર્યો હતો. જેનાએ તેનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. તે કહે છે કે, 'હું વિશ્વાસ નથી કરી શકતી, કે આ થયુ છે.'

આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં મિશિગનના પ્લાસ્ટિક સર્જન ડૉ. એન્થોની યૂને જેનાના જડબાની આ સ્થિતિને 'ઓપન લોક' કહ્યું છે. જેમાં ખરેખર જડબુ ખુલ્યા બાદ બંધ થઈ શકતું નથી. જેના પોતાની હાલત વિશે જણાવતા હોસ્પિટલ આવી. અહીં ડોક્ટરે તેનો એક્સ-રે પાડ્યો હતો અને તેનું જડબું ફરીથી બરોબર કરી આપ્યું હતું. ડૉક્ટરે કહ્યું, 'અમે તમારા સ્નાયુઓને થોડો આરામ આપીશું અને પછી તેને સામાન્ય સ્થિતિમાં લાવવાની કોશિશ કરીશું.'

ડોક્ટરે કહ્યું કે, બગાસું ખાતી વખતે જેનાએ તેને એટલી ઝડપ કરી કે, તેનું જડબું તેની જગ્યાએથી ખસી ગયું અને પછી એ જ સ્થિતિમાં રહ્યું, એટલે કે ખુલ્લું જ રહ્યું.

ડોક્ટરે જડબુ બરોબર કર્યા પછી જેનાએ તેની હાલત વિશે અપડેટ પણ આપ્યું હતું. જેનાએ તેના અન્ય બીજો વીડિયો પોસ્ટ કર્યો અને તેના કેપ્શનમાં લખ્યું, 'ઘણી દવાઓ લીધા પછી ચાર ડૉક્ટરોએ મારું જડબું પાછું મૂળ જગ્યાએ બેસાડ્યું છે.'

અન્ય વીડિયોમાં તેના ચહેરા પર પાટો બાંધેલો જોઈ શકાય છે. જેનાની હાલત વિશે વાત કરતાં ડૉ. એન્થોની યુને કહ્યું, 'આ ખૂબ જ દુર્લભ છે, પરંતુ જ્યારે તે થાય છે, તે ઘણીવાર બગાસા દરમિયાન થાય છે. તેનું એક મુખ્ય કારણ જડબાનું તેની જગ્યાએથી ખસી જવાથી આવુ બનતું હોય છે. અને તે સામાન્ય રીતે સારવાર બાદ બરોબર થઈ જાય છે.

Tags :