Get The App

સુશીલા કાર્કી બન્યા નેપાળના પહેલા મહિલા વડાંપ્રધાન, રચાયો ઇતિહાસ

Updated: Sep 12th, 2025

GS TEAM

Google News
Google News
સુશીલા કાર્કી બન્યા નેપાળના પહેલા મહિલા વડાંપ્રધાન, રચાયો ઇતિહાસ 1 - image


Ex-Chief Justice Sushila Karki Named Interim Prime Minister: નેપાળમાં યુવાનોના બળવા બાદ હવે સત્તાને લઈને સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારે આજે(12 સપ્ટેમ્બર, 2025)ની રાત્રે નેપાળના પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી વચગાળાની સરકારના વડાંપ્રધાન બન્યા છે. તેમણે આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિએ તેમને વડાંપ્રધાન પદના શપથ લેવડાવ્યા છે. આ સાથે તેઓ નેપાળના પ્રથમ મહિલા વડાંપ્રધાન બન્યા છે.

નેપાળમાં 6 મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવવાનો થશે પ્રયાસ

સુશીલા સરકાર તરફથી 4 માર્ચે દેશમાં સામાન્ય ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ અપાયો છે. પહેલી કેબિનેટ બેઠકનો એજન્ડા ચૂંટણીની જાહેરાત છે. મતલબ 6 મહિનામાં સામાન્ય ચૂંટણી કરાવવાની જાહેરાત થશે.

અત્યંત હિંસક આંદોલન: સંસદ, નેતાઓના ઘરમાં આગ, બે જ દિવસમાં સરકાર ઉથલાવી

નેપાળમાં હિંસક Gen-Z આંદોલનમાં યુવાનોએ માત્ર બે જ દિવસમાં સરકાર ઉથલાવી નાંખી હતી. સંસદથી લઈને નેતાઓના ઘરમાં આગ લગાવી દેવાના કારણે કેબિનેટના તમામ મંત્રીઓ તથા તત્કાલીન સરકારના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. કેટલાક પૂર્વ મંત્રીઓ અને નેતાઓને ભીડે માર પણ માર્યો. જે બાદ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. આંદોલન બાદ સેનાએ મોરચો સંભાળ્યો હતો. જોકે બાદમાં સત્તા કોને સોંપવી તે મુદ્દે યુવાનો વચ્ચે જ ઘમસાણ થઈ હતી. જે બાદ હવે આખરે સુશીલા કાર્કીના નામ પર સહમતી બની. 

એક ભારતીય મહિલા સહિત કુલ 51ના મોત 

નોંધનીય છે કે, નેપાળમાં યુવાનોએ ભ્રષ્ટાચાર તથા સોશિયલ મીડિયા બેનના વિરોધમાં આંદોલન શરૂ કર્યું હતું જેને અત્યંત હિંસક રૂપ ધારણ કર્યું હતું. આ આંદોલનમાં 51 લોકોના મોત થયા છે જ્યારે 1300 ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં એક ભારતીય મહિલા પણ સામેલ છે. તેઓ તેમના પતિ સાથે નેપાળના પશુપતિનાથ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. જોકે ઉગ્રવાદીઓએ હોટલમાં આગ લગાવી દેતા પતિ-પત્નીએ જીવ બચાવવા ચોથા માળેથી છલાંગ લગાવી હતી. જેમાં પતિને ઈજા પહોંચી અને પત્નીનું સારવાર દરમિયાન નિધન થયું. 


Tags :