ફોટોશોપ, ઈનડિઝાઈન જેવા મોંઘા સોફ્ટવેરના ફ્રી એઆઈ વર્ઝન લોન્ચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સબ્સ્ક્રિપ્શનથી બચવા માંગતા યુઝર્સ માટે વિકલ્પ
- ઓપન સોર્સ ટૂલ્સના આર્ટક્રાફ્ટ નામના પેકેજને એન્થ્રોપિકના ક્લોડ ઓપસ ૫.૫ પરથી તૈયાર કરાયા
કેલિફોર્નિયા : અડોબીના પોપ્યુલર ફોટો અને વીડિયો એડિટિંગ સોફ્ટવેરના મોંઘા સબ્સ્ક્રિપ્શનથી બચવા માગતા લોકો માટે એક નવો વિકલ્પ સામે આવ્યો છે. સોફ્ટવેર એન્જિનિયર બ્રાન્ડન થોમસે એઆઈની મદદથી અડોબી ક્રિએટિવ ક્લાઉડના સાત સોફ્ટવેરને ટક્કર આપતા ફ્રી અને ઓપન સોર્સ ટૂલ્સનું આર્ટક્રાફ્ટ નામનું પેકેજ તૈયાર કર્યું છે. આ પેકેજમાં ફોટો એડિટિંગ માટે ફોટોક્રાફ્ટ, વીડિયો એડિટિંગ માટે ફિલ્મક્રાફ્ટ અને ફોટો મેનેજમેન્ટ માટે લાઈટક્રાફ્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આફ્ટર ઈફેક્ટસ, ઈનડિઝાઈન અને એક્રોબેટ જેવા સોફ્ટવેરની કોપી પણ બનાવવામાં આવી છે. ઈફેક્ટક્રાફ્ટ, ડિઝાઈનક્રાફ્ટ અને પ્રિન્ટક્રાફ્ટમાં ઓરિજનલ સોફ્ટવેર જેવી તમામ સુવિધાઓ આપવામાં આવી છે.
થોમસે એન્થ્રોપિકના ક્લોડ ઓપસ ૫.૫ એઆઈ મોડલની મદદથી આ સોફ્ટવેર ડેવલપ કર્યા છે. એરક્રાફ્ટના ટૂલ્સ ફ્રી અને ઓપન સોર્સ છે. આ નવા ડેવલપમેન્ટે સાબિત કર્યું છે કે, એઆઈની મદદથી મોંઘા સોફ્ટવેર બનાવી શકાય છે. પરંતુ, તેમને જે તે સોફ્ટવેરના સંપૂર્ણ વિકલ્પ ગણવા યોગ્ય નથી.




