Former Nepal PM KP Oli : નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામાના 18 દિવસ બાદ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. શર્મા આજે શનિવારે (27 સપ્ટેમ્બર) પાર્ટીના છાત્ર સંગઠન રાષ્ટ્રી યુવા સંઘના કાર્યક્રમમાં ભક્તપુર પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, નેપાળમાં Gen-Zના ભારે પ્રદર્શનને પગલે 9 સપ્ટેમ્બરે વડાપ્રધાને પદ છોડી દીધુ હતું. આ પછી તેઓ જનતા વચ્ચે આવ્યા ન હતા. પૂર્વ PM કેપી ઓલીએ કહ્યું કે, 'હાલની સરકારને 'Gen-Z સરકાર' કહેવામાં આવે છે, જે ન તો બંધારણના દાયરાથી કે ન તો જનતાના મતથી બની છે. તે તોડફોડ અને આગચંપી દ્વારા બનાવવામાં આવી છે.'
પૂર્વ PM કેપી ઓલીએ શું કહ્યું?
શરૂઆતમાં કેપી ઓલીને નેપાલ આર્મીની સુરક્ષામાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ એક કામચલાઉ ઘરમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે હવે તેમની પાર્ટીની બેઠક બાદ કેપી ઓલી ફરીથી સામે આવ્યા છે. તેમણે કહ્યું કે, 'એક દિવસ પહેલા બનેલી ઘટનાઓ પછી બીજી દિવસે સવારે 11 વાગ્યે રાજીનામું આપ્યું. અનિચ્છનીય ઘટનાઓ બની હતી અને મેં તેમને વધુ વધતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે મને ખ્યાલ આવ્યો કે મારો તેમના પર કોઈ નિયંત્રણ નથી. ત્યારે મેં રાજીનામું આપ્યું. ત્યારબાદ આગચંપી, તોડફોડ અને લૂંટફાટની ઘટનાઓ શરૂ થઈ.'

Gen-Z હિંસા અને દબાણને લઈને વડાપ્રધાન ઓલીને પદ છોડવું પડ્યું હતું. વિરોધ પ્રદર્શન અને આગચંપી વચ્ચે તેમને પીએમ હાઉસથી હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાના વડાંપ્રધાન બનાવામાં આવ્યા. જોકે, ઓલીનું કહેવું છે કે, 'મે પોલીસને ગોળી ચલાવાનો આદેશ આપ્યો ન હતો.'
આ પણ વાંચો: એપસ્ટીન ફાઈલ્સના 8500 દસ્તાવેજોમાં ઈલોન મસ્ક, પીટરનું નામ ખુલ્યું, USના રાજકારણમાં હડકંપ
Gen-Z વિરોધ પ્રદર્શનમાં 74 લોકોના મોત
રાજકીય વિશ્લેષકો ઓલીના પાછા ફરવાને તેમની સુસંગતતા જાળવી રાખવાના પ્રયાસ તરીકે જુએ છે. પારદર્શિતા, ભ્રષ્ટાચારનો અંત અને સોશિયલ મીડિયા પ્રતિબંધ રદ કરવાની માંગણીઓ સાથે શરૂ થયેલા આ આંદોલન ઝડપથી હિંસક વિરોધમાં ફેરવાઈ ગયું. તે દિવસે 21 પ્રદર્શનકારીઓ, જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓ હતા, મૃત્યુ પામ્યા. બીજા દિવસે, 39 લોકોના મોત થયા હતા. જેમાં 15 ગંભીર રીતે દાઝી જવાથી થયા હતા. આ પછી દસ દિવસમાં વધુ 14 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં કુલ 74 પ્રદર્શન કરનારા લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.


