Get The App

FBIના પૂર્વ ડિરેક્ટરે ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી આપી?, જાણો કઈ પોસ્ટથી અમેરિકામાં હોબાળો મચ્યો

Updated: May 16th, 2025

GS TEAM

Google News
Google News
FBIના પૂર્વ ડિરેક્ટરે ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી આપી?, જાણો કઈ પોસ્ટથી અમેરિકામાં હોબાળો મચ્યો 1 - image

Donald Trump: અમેરિકાની ગુપ્તચર એજન્સી FBI (Federal Bureau of Investigation)ના પૂર્વ ડિરેક્ટર જેમ્સ કોમે ડોનાલ્ડ ટ્રમ્પને હત્યાની ધમકી આપી હોવાની અમેરિકામાં ચર્ચા થઈ રહી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટે આ અટકળોને તેજ કરી દીધી છે, જેમાં બે અંક લખેલા હતા-86 અને 47. બંને મળીને જે ડિકોડ કરવામાં આવ્યું તેમાં કહેવામાં આવ્યું કે, જેમ્સ કોમે ટ્રમ્પને ઈશારામાં હત્યાની ધમકી આપી છે. આ મુદ્દે વિવાદ વધ્યો તો જેમ્સ કોમે ઈન્સ્ટાગ્રામ શેર કરેલી પોસ્ટને ડિલીટ કરી દીધી અને સ્પષ્ટતા આપતા કહ્યું કે, આ અંકનો હિંસા સાથે કોઈ સંબંધ નથી. હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, આખરે ‘86 47’ લખવું વિવાદનો વિષય કેમ બન્યો?

FBIના પૂર્વ ડિરેક્ટરે ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી આપી?, જાણો કઈ પોસ્ટથી અમેરિકામાં હોબાળો મચ્યો 2 - image

ડોનાલ્ડ ટ્રમ્પને મળી હત્યાની ધમકી?

આ વિવાદનું કારણ છે કે, અમેરિકામાં 86નો ઉપયોગ એક સ્લેંગ અથવા ગાળના રૂપે કરવામાં આવે છે, તેનો અર્થ ઉપાડીને બહાર ફંકવું, છૂટકારો મેળવવો અને ખતમ કરી દેવા સાથે જોડવામાં આવે છે. આ સિવાય 47ને ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક કોડ માનવામાં આવે છે. કારણ કે, તે અમેરિકાના 47માં રાષ્ટ્ર પ્રમુખ છે. આ પ્રકારે ’86 47’ને ડોનાલ્ડ ટ્રમ્પ માટે હત્યાની ધમકી જણાવવામાં આવી રહ્યું છે. જેમ્સ કોમને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળમાં FBIના ડિરેક્ટર પદેથી મુક્ત કરી દેવામાં આવ્યા હતાં. તેમણે પોસ્ટ ડિલીટ કરતા કહ્યું કે, મને ખબર નહતી કે, આ અંકનું કનેક્ન આ પ્રકારે હિંસા સાથે જોડવામાં આવશે.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા અંગે વધુ એક અફવા ફેલાઈ, વ્હાઇટ હાઉસે કરવી પડી સ્પષ્ટતા

પોસ્ટનો અર્થ અમેરિકન પ્રમુખને ખતમ કરવાનો?

આ પોસ્ટ પર વિવાદ ત્યારે વધ્યો જ્યારે સાંસદ એન્ડી ઓગલ્સે કહ્યું કે, આ પોસ્ટનો અર્થ 47ને સમાપ્ત કરો એટલે રાષ્ટ્ર પ્રમુખને ખતમ કરો. તેમણે તો એજન્સીઓને જેમ્સ કોમ સામે તપાસ કરવાની પણ માંગ કરી દીધી. આપણે તપાસ કરવી જોઈએ કે, શું કોમે પાસે કોઈ સંવેદનશીલ દસ્તાવેજ અથવા સિક્યોરિટી ક્લિયરેન્સનો કોઈ એક્સેસ હજુ સુધી તો નથી ને? જો આવું કંઈ હોય તો આ ગંભીર ચિંતાનો વિષય છે. 

આ પણ વાંચોઃ ભારતના બે પાડોશી દેશની ભૂકંપના કારણે ધરા ધ્રૂજીઃ 4 થી 4.5ની રહી તીવ્રતા, જાનહાનિ ટળી

આ મુદ્દે સિક્રેટ સર્વિસનું કહેવું છે કે, અમે જેમ્સ કોમેની પોસ્ટને ગંભીરતાથી લીધી છે અને તેની તપાસ કરીશું. સિક્રેટ સર્વિસનું કહેવું છે કે, અમે તપાસ કરીશું કે, ખરેખર કોઈ ધમકીની વાત છે કે કેમ? વળી, FBI ના વર્તમાન ડિરેક્ટર કાશ પટેલે પણ આ બાબતની નોંધ લીધી છે. તેમણે કહ્યું કે આવા કેસોની તપાસ કરવાનો પહેલો અધિકાર સિક્રેટ સર્વિસને છે.