વાવાઝોડાના કારણે સરોવરની પાળ તૂટતાં તાઈવાનમાં તારાજી, આખા શહેરમાં કાદવ-કીચડ; 15ના મોત
Floods in Taiwan : વાવાઝોડા સુપર ટાયફૂન રગાસાએ તાઇવાનમાં હાહાકાર મચાવ્યો છે. વાવાઝોડાના કારણે ભારે વરસાદ ખાબક્યો અને પૂર આવતા અનેક જગ્યાએ પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં હુઆલિયન કાઉન્ટીમાં એક સરોવરની પાળ તૂટતાં તાઈવાનમાં તારાજી સર્જાઈ. જેના કારણે આખા શહેરમાં કાદવ-કીચડ જોવા મળી રહ્યું છે. આ દુર્ઘટનામાં 15 જેટલાં લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
વાવાઝોડાના કારણે સરોવરની પાળ તૂટતાં તાઈવાનમાં તારાજી
બેરિયર લેક એક પ્રાકૃતિક લેક છે. જે સામાન્ય રીતે પહાડોમાં ભૂસ્ખલન થવાની નિર્માણ પામે છે. જેનાથી નદીનું પાણીએ બંધની પાછળ જમા થાય છે અથવા તો પાણીનો પ્રવાહ ધીમો થાય છે. જોકે આ બેરિયર લેક તૂટી જાય તો ભારે પૂર આવી શકે છે. હુઆલિયનનો આ વિસ્તાર પર્વતીય છે અને વસ્તી ઓછી છે. આ સરોવર હુઆલિયન કાઉન્ટીના પૂર્વ કિનારે આવેલું છે.
આખા શહેરમાં કાદવ-કીચડ; 15ના મોત
તાઇવાનના પર્વતીય વિસ્તારમાં આવેલુ ગુઆંગફુ શહેરની ઉપરના પર્વતોમાં વસેલું છે. તે માટાઇ'આન ખાડીની ઉપનદી પર બનેલું છે. આ વિસ્તાર ખૂબ જ દૂરસ્થ છે, જેના કારણે ત્યાં પહોંચવું મુશ્કેલ અને ખતરનાક બને છે. સરોવરની પાળ તૂટતાં પહેલા બંધ આશરે 120 મીટર (390 ફૂટ) ઊંચો હતો. જેમાં પાણીનો વિસ્તાર 500 મીટર લાંબો અને 1650 મીટર પહોળો હતો. બંધ તૂટ્યા બાદ 75% સંકોચાઈ ગયો હતો. આ પછી 91 મિલિયન ટન પાણીમાંથી 60 મિલિયન ટન પાણી વહી ગયું હતું.
આ પણ વાંચો: ટ્રમ્પના મતે યુએન ‘નિષ્ફળ સંસ્થા’, અમેરિકાએ જ મોટું કરેલું વટવૃક્ષ હવે ‘બિનજરૂરી’
સમગ્ર ઘટના બાદ આખા શહેરમાં કાદવ-કીચડ જોવા મળ્યું. આ સ્થિતિમાં સરકારે પાણી ઓછું કરવા અને કાટકાળ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મુશ્કેલ રહ્યું હતું. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે તાઈવાનમાં 25 વર્ષમાં સૌથી ખબરનાક ભૂકંપ હતો. જેના કારણે હુઆલિયનના કેટલાક પહાડો હજુ પણ અસ્થિર છે અને ખતરો વધારે છે. સુપર ટાયફૂન રગાસાના કારણે તાઇવાનના પૂર્વ તટના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હોવાથી સરોવરનું પાણી વધ્યુ હતું. જેનાથી સરોવરની પાળ તૂટતાં તાઈવાનમાં તારાજી સર્જાઈ હતી.