Get The App

ગાઝામાં ફરી ભારેલો અગ્નિ: હમાસે 7 ઇઝરાયલી સૈનિકોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દીધા

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
ગાઝામાં ફરી ભારેલો અગ્નિ: હમાસે 7 ઇઝરાયલી સૈનિકોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દીધા 1 - image


Iran Israel War: દક્ષિણ ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં હમાસે ઇઝરાયલી સેના પર એક મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં ઇઝરાયલ સેનાના સાત સૈનિકોના મોત થયા છે, જેમાં એક અધિકારીનો પણ સમાવેશ થાય છે. તમામ મૃતક સૈનિક 605મી કોમ્બેટ એન્જિનિયરિંગ બટાલિયનના હતા. આ હુમલાની જવાબદારી પેલેસ્ટિનિયન સંગઠન હમાસની લશ્કરી પાંખ અલ-કાસમ બ્રિગેડે લીધી છે. 

આ પણ વાંચો: 'ઈરાનની સેન્ટ્રલ બેંકને ઇઝરાયલે જાહેર કરી આતંકવાદી સંગઠન', સીઝફાયર બાદ પણ ઉકળતો ચરૂ

છ સૈનિકોની ઓળખ જાહેર કરવામાં આવી, એકની ગુપ્ત 

ઇઝરાયલી સેનાના એક અધિકારીએ બુધવારે માહિતી આપતાં કહ્યું હતું કે, દક્ષિણ ગાઝાના ખાન યુનિસ શહેરમાં મંગળવારે ઇઝરાયલી સશસ્ત્ર વાહન એક વિસ્ફોટક સાથે અથડાતાં સાત સૈનિકોના મોત થયા હતા. સૈન્યના નિયમો અનુસાર નામ ન આપવાની શરતે એક અધિકારીએ કહ્યું હતું કે, છ સૈનિકોની ઓળખ જાહેર કરવામાં આવી છે, જ્યારે એકની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે.

સેનાએ કહ્યું હતું કે, ખાન યુનિસ વિસ્તારમાં મંગળવારે ગોળીબારમાં એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. હમાસની લશ્કરી પાંખ અલ-કાસમ બ્રિગેડે પોતાની ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે, તેણે દક્ષિણ ગાઝા પટ્ટીમાં એક રહેણાક વિસ્તારની બિલ્ડિંગમાં છુપાયેલા ઇઝરાયલી સૈનિકો પર હુમલો કર્યો હતો. હમાસે જણાવ્યું હતું કે, દક્ષિણ ખાન યુનિસમાં યાસીન 105 મિસાઇલ અને બીજી મિસાઇલ ઇમારત પર પડતાં કેટલાક સૈનિકો માર્યા ગયા હતા અને અન્ય ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: અમેરિકા સુધી હુમલો કરી શકે એવી મિસાઈલ બનાવી રહ્યું છે પાકિસ્તાન, સુરક્ષા નિષ્ણાતોનો દાવો

ઇઝરાયલી સૈનિકોને ભારે નુકસાન

હુમલાને લઈને અલ-કાસમ બ્રિગેડ્સે દાવો કર્યો હતો કે, તેમના લડવૈયાઓએ સામાન્ય હથિયારો અને વિસ્ફોટકોનો ઉપયોગ કરીને હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. જેના કારણે ઇઝરાયલી સૈનિકોને ભારે નુકસાન થયું છે. 

હમાસનું કહેવું છે કે, આ હુમલો ગાઝામાં ઇઝરાયલી લશ્કરી કાર્યવાહી અને ગાઝામાં નાગરિકો પરના હુમલાઓનો જવાબ છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, શું આ બંને ઘટનાઓ એક જ છે કે નહીં. ગાઝાના આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે ઇઝરાયલના 21 મહિના લાંબા લશ્કરી અભિયાન દરમિયાન ગાઝામાં 56,077 લોકો મોત થયા છે. 


Tags :