Get The App

સીઝફાયર માટે ટ્રમ્પે યુક્રેન સાથે જ 'ખેલ' કરી નાંખ્યો! મેગા પ્લાનમાં પુતિનને ફાયદો; હવે શું કરશે ઝેલેન્સ્કી?

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
સીઝફાયર માટે ટ્રમ્પે યુક્રેન સાથે જ 'ખેલ' કરી નાંખ્યો! મેગા પ્લાનમાં પુતિનને ફાયદો; હવે શું કરશે ઝેલેન્સ્કી? 1 - image

Donald Trump's Mega Plan For A Ceasefire Between Russia-Ukraine : રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાના અનેક પ્રયાસ કરી રહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેગા પ્લાન તૈયાર કર્યો છે. મીડિયા રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ આ પ્લાનથી સૌથી વધુ ફાયદો રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન(Russia President Vladimir Putin)ને થવાનો છે, જ્યારે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોડિમીર ઝેલેન્સ્કી સાથે મોટો ખેલ થવાનો છે. તાજેતરના અહેવાલો મુજબ અમેરિકાના સર્વોચ્ચ સૈન્ય અધિકારીઓની ટીમ આજે (20 નવેમ્બર) યુક્રેનના કીવ શહેરમાં પહોંચી છે, જેના કારણે યુક્રેનનો રાજકીય અને લશ્કરી માહોલ અચાનક બદલાઈ ગયો છે.

અમેરિકન અધિકારીઓની ટીમ કીવ પહોંચી

કીવ પહોંચી અમેરિકન અધિકારીઓની ટીમ અંગે પેન્ટાગોને કહ્યું કે, ‘અમારું પ્રતિનિધિમંડળ યુદ્ધ સમાપ્ત કરાવવાના રસ્તાઓ શોધવા માટે મિશન પર પહોંચી છે. ટીમનું નેતૃત્વ અમેરિકન આર્મી સેક્રેટરી ડૈન ડ્રિસોલ કરી રહ્યા છે. આ મુલાકાત વચ્ચે આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં દાવો કરાયો છે કે, અમેરિકા અને રશિયા વચ્ચે ગુપ્ત વાતચીત દ્વારા એક ‘નવી શાંતિ યોજના’ તૈયાર કરવામાં આવી છે.

ટ્રમ્પ પ્લાનમાં યુક્રેનના વિસ્તારો રશિયાને સોંપવાની વાત

અમેરિકા-રશિયાની શાંતિ યોજના મામલે મીડિયામાં ચોંકાવનારા દાવા કરાયા છે. મીડિયા રિપોર્ટ મુજબ, પ્લાનમાં યુક્રેનના કેટલાક વિસ્તારો રશિયાને સોંપવા જેવા મોટા ફેરફારો સામેલ છે. જોકે આ અંગે અમેરિકા કે રશિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

યુક્રેનના વિસ્તારો રશિયાને આપવાનો પ્રસ્તાવ

અમેરિકન મીડિયામાં છપાયેલા રિપોર્ટ મુજબ, ‘ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump)ના મેગા પ્લાનમાં કુલ 28 મુદ્દાઓ સામેલ છે. તેમાં રશિયાને લુહાન્સ્ક અને દોનેત્સ્ક પર સંપૂર્ણ નિયંત્રણ આપવાનો મુદ્દો છે. આ વિસ્તારોમાં ડિમિલિટ્રાઇઝ્ડ ઝોન (કોઈપણ પ્રકારની લશ્કરી પ્રવૃત્તિઓ, સૈનિકોની હાજરી, શસ્ત્રો પર પ્રતિબંધ) રાખવાનો ઉલ્લેખ પણ કરાયો છે. આ વિસ્તારોમાં રશિયા પોતાની સેના તૈનાત નહીં કરી શકે. તેમાં ખેરસોન અને જાયોરિજ્જિયાની લાઇન ઑફ કંટ્રોલ લગભગ ફ્રીજ રાખવાનો પ્રસ્તાવ છે. પ્લાનમાં વિવાદની વાત એ છે કે, અમેરિકા સહિત ઘણા દેશો ક્રિમિયા અને ડનબાસને રશિયાનો ભાગ માનશે, પરંતુ યુક્રેનને આ વિસ્તારો આપવા માટે કહેવામાં નહીં આવે.

આ પણ વાંચો : ..નહીંતર કામ બંધ કરો' અમેરિકાની મિત્રતાનો આભાસ થતા પાકિસ્તાને ચીનને આંખો બતાવી!

પ્લાન ઘડવામાં કતાર-તુર્કેઈ પણ સામેલ

એક્સિયોસના દાવા મુજબ, યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે, પ્લાનમાં યુક્રેન સેનાના કદ અને લાંબા અંતરના હથિયારો પર પણ મર્યાદાઓ લાદવાનો પ્રસ્તાવ છે. બદલામાં અમેરિકા સુરક્ષા ગેરંટી આપશે, પરંતુ આ ગેરેટી કંઈ હશે તેની માહિતી સામે આવી નથી. ચોંકાવનારી વાત એ છે કે, કતાર અને તુર્કેઈ પણ આ પ્લાન ઘડવામાં સામેલ હોવાનું કહેવાય છે.

યુક્રેને પ્લાનનો વિરોધ કર્યો

રિપોર્ટ મુજબ યુક્રેને અનેક મુદ્દાઓ પર વિરોધ નોંધાવ્યો છે. યુક્રેને લેખિત પ્રસ્તાવ મળ્યો હોવાનો પણ ઇન્કાર કરી દીધો છે. યુક્રેને સ્પષ્ટ કહ્યું છે કે, અમે કોઈપણ વિસ્તારો આપવા માટે મંજૂરી નહીં આપીએ. આ મામલે અમેરિકન અધિકારીઓએ સંકેત આપ્યો છે કે હવે નિર્ણય યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી(Ukraine President Volodymyr Zelenskyy)ને લેવાનો છે અને તેઓ વોશિંગ્ટન જઈને ચર્ચા કરી શકે છે.

આ પણ વાંચો : 'પશ્ચિમી દેશોની અડચણો છતાં રશિયા ભારત માટે સૌથી મોટું ઓઇલ સપ્લાયર', રશિયન રાજદૂતનું મોટું નિવેદન

Tags :