..નહીંતર કામ બંધ કરો' અમેરિકાની મિત્રતાનો આભાસ થતા પાકિસ્તાને ચીનને આંખો બતાવી!

Pakistan Warns Chinese Companies: અમેરિકા સાથે મિત્રતા વધારી રહેલું પાકિસ્તાન હવે ચીનને પોતાનો અસલી રંગ દેખાડવા લાગ્યું છે. ચીનની દરેક ચાલાકી પર આંખ બંધ કરનાર પાકિસ્તાને હવે આંખ ખોલી દીધી છે, જેના કારણે ચીની કંપનીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. બુધવારે પાકિસ્તાનના ટેક્સ ચીફે ચીની કંપનીઓને ચેતવણી આપી હતી કે, 'કાં તો તમે પ્રોડક્શનની સંપૂર્ણ વિગતો આપો અથવા તો પાકિસ્તાનમાં પોતાનું કામ બંધ કરો.'
અમેરિકાની મિત્રતાનો આભાસ થતાં પાકિસ્તાને ચીનને આંખો બતાવી
પાકિસ્તાન તરફથી આ ધમકી એવા સમયે આવી છે જ્યારે ચાર ચીની કંપનીઓના એક પ્રતિનિધિએ સંસદીય સમિતિને જણાવ્યું હતું કે તેમની મેનેજમેન્ટ ટીમો મોનિટરિંગ કેમેરા લગાવવાની મંજૂરી નથી આપી રહી. કંપનીઓના પ્રોડક્શન પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવવાના છે, પરંતુ ચીની કંપનીઓ તેની મંજૂરી નથી આપી રહી.
પાકિસ્તાનના ફેડરલ બોર્ડ ઑફ રેવેન્યુના ચેરમેન રાશિદ લૈંગરિયાલે ચીની કંપનીઓને આ ચેતવણી સીનેટની સ્થાયી નાણાકીય સમિતિની બેઠકમાં આપી. સરકારનું કહેવું છે કે, ટાઇલ બનાવનારી કંપનીઓ દર વર્ષે ઓછું પ્રોડક્શન બતાવીને લગભગ 30 અબજ રૂપિયાની ટેક્સ ચોરી કરે છે.
ટાઇલ બનાવનારી તમામ કંપનીઓમાં લાગશે CCTV કેમેરા
લૈંગરિયાલે કહ્યું કે, 'સરકારે તમામ સિરામિક ફેક્ટરીઓ ભલે તે સ્થાનિક હોય કે વિદેશીમાં પ્રોડક્શનની દેખરેખ રાખવા માટે AIથી લેન્સ કેમેરા લગાવવાનો નિર્ણય કરી લીધો છે.'
ચાઇનીઝ મેનેજમેન્ટ સહિત ચાર ચીની કંપનીઓના પ્રતિનિધિઓ સમિતિ સમક્ષ હાજર થયા અને સાંસદોને વિનંતી કરી કે તમે FBRને કેમેરા લગાવતા અટકાવો. એક અહેવાલ પ્રમાણે બેઠકની અધ્યક્ષતા પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(PPP)ના સેનેટર સલીમ માંડવીવાલાએ કરી હતી.
કંપનીઓએ દલીલ કરી કે, પ્રોડક્શ લાઇનોમાં કેમેરા લગાવવાથી અમારા ટ્રેડ સીક્રેટ્સ બહાર આવી શકે છે. પરંતુ પાકિસ્તાનના ટેક્સ પ્રમુખે આ દલીલ ફગાવી દીધી.
તેમણે કહ્યું કે, 'FBR પહેલા જ ચીની રોકાણકારોને રાહત આપી ચૂક્યું છે અને દરેક ફેક્ટરીમાં કેમેરાની સંખ્યા 16થી ઘટાડીને માત્ર પાંચ કરી દીધી છે. કેમેરા માત્ર એવા સ્થળોએ જ લગાવવામાં આવશે, જ્યાં પ્રોડક્શનનું ચોક્કસ માપન કરી શકાય.'
રાજ્ય મંત્રી કાયાનીએ કહ્યું કે, ફેક્ટરી માલિકોને આ સિસ્ટમથી ફાયદો થશે, કારણ કે FBR અધિકારીઓ હવે સ્થળ પર હાજર નહીં રહેશે. પ્રોડક્શનની ગણતરી AI-આધારિત વીડિયો એનાલિટિક્સનો ઉપયોગ કરીને કરવામાં આવશે.
કાયાનીએ કહ્યું કે, કેમેરાની સંખ્યામાં ઘટાડો એ વાતનો પુરાવો છે કે સરકાર વ્યાપારી સમુદાયની ચિંતાઓ સાંભળવા તૈયાર છે. વાસ્તવિક મુદ્દો એ છે કે ઉત્પાદનની યોગ્ય ગણતરી થાય, જેથી સંપૂર્ણ સેલ્સ ટેક્સ જમા થઈ શકે.
સાઉદી અરેબિયામાં તો કેમેરા લગાવવામાં નથી આવતા
ચીની કંપનીઓના પ્રતિનિધિઓએ દલીલ કરી આપી કે, અમારી ફેક્ટરીઓ સાઉદી અરેબિયા અને અન્ય દેશોમાં પણ છે અને ત્યાં પ્રોડક્શન લાઇન પર કેમેરા લગાવવામાં નથી આવતા. તેમણે એમ પણ કહ્યું કે, સરકારે અચાનક ટેક્સ નીતિઓમાં બદલાવ કરી નાખ્યો છે અને કંપનીઓ સાથે સલાહ લીધા વિના કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો.
લૈંગરિયાલે આનો જવાબ આપતા કહ્યું કે, આ નિર્ણય પાકિસ્તાન ટાઇલ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશનની વિનંતી પર લેવામાં આવ્યો છે, જેમણે ફરિયાદ કરી હતી કે કેટલીક કંપનીઓ ઓછું ઉત્પાદન બતાવીને ટેક્સ ચોરી કરી રહી છે.
તેમણે એ પણ જણાવ્યું કે, ચીની ઉદ્યોગ લાંબા સમયથી ટેક્સ ચોરી માટે બદનામ રહ્યો છે, તેથી સરકારે શુગર મિલોમાં કેમેરા લગાવ્યા છે. ઉદ્યોગ મંત્રી હારુન અખ્તર ખાનની શુગર ફેક્ટરીમાં પણ કેમેરા લાગ્યા છે અને તેમણે આ અંગે ક્યારેય વાંધો નથી ઉઠાવ્યો.
લૈંગરિયાલે કહ્યું કે, શુગર અને સિમેન્ટ સેક્ટર કેમેરા લગાવ્યા બાદ સરકારને આ નાણાકીય વર્ષમાં અનુક્રમે 76 અબજ અને 102 અબજની વધારાની આવકની અપેક્ષા છે.

