Get The App

ઇયુ અમેરિકાના ખાદ્ય પદાર્થોની આયાત પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં

Updated: Feb 17th, 2025

GS TEAM


Google News
Google News
ઇયુ અમેરિકાના ખાદ્ય પદાર્થોની આયાત પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં 1 - image


ઇયુના નિર્ણયથી વૈશ્વિક વેપાર જગતમાં તંગદિલી વધવાના એંધાણ

ઇયુ સૌથી પહેલા સોયાબીન જેવા અમેરિકન પાકોને નિશાન બનાવી શકે : પોતાના ખેડૂતોને સુરક્ષા પૂરી પાડવાનો ઉદ્દેશ

બ્રસેલ્સ: યુરોપિયન યુનિયન (ઇયુ) પોતાના ખેડૂતોને સુરક્ષિત કરવા માટે અનેક આયાતિત ખાદ્ય પદાર્થો પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યું છે. આ નિર્ણય અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરમાં જ લગાવવામાં આવેલ વેપાર ડયુટી જેવો જ છે. 

એટલે કે ઇયુ ટ્રમ્પ સ્ટાઇલથી પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સના રિપોેર્ટ અનુસાર ઇયુ આ ખાદ્ય પદાર્થો પર આગામી સપ્તાહમાં આયાત ડયુટી વધારવાની જાહેરાત કરી શકે છે. 

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર લગાવવામાં આવેલા તાજેતરના નિર્ણયોથી વેપાર જગતમાં તંગદિલી છે. આ સ્થિતિમાં ઇયુના આ નિર્ણયથી તંગદિલી વધી શકે છે. 

રિપોર્ટ અનુસાર ઇયુ સૌથી પહેલા સોયાબીન જેવી અમેરિકન પાકોને નિશાન બનાવી શકે છે. આ પાક એવા જંતુનાશકથી ઉગાડવામાં આવે છે જેનો ઉપયોગ ઇયુના ખેડૂત કરી શકતા નથી. 

ઇયુના ઓલિવર વરહેલીએ જણાવ્યું છે કે અમને ખેડૂતો પાસેથી સ્પષ્ટ સંકેત મળે છે કે ઇયુમાં જે પ્રતિબંધિત છે તેના પર પ્રતિબંધ મૂકાવો જોઇએ. 

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં જ વેપાર ડયુટી લગાવી છે. તેમણે એ દેશોની પણ ટીકા કરી છે જે અમેરિકન ઉત્પાદનોને રોકે છે. તેમણે ઇયુનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેણે અમેરિકાના ૫૦માંથી ૪૮ રાજ્યોની શંખ માછલી પર પ્રતિબંધ મૂક્યો છે. 

ઇયુ પોતાના ખેડૂતોની સુરક્ષા માટે આગામી સપ્તાહમાં આયાત ડયુટી વધારવા અંગે સંમત થઇ શકે છે. આ નિર્ણયથી વેપાર જગતમાં તંગદિલી વધી શકે છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ બન્યા પછી એક ટ્રેડ વોરને જન્મ આપ્યો છે. ટ્રમ્પે તાજેતરમાં કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફની જાહેરાત કરી છે. ત્યારબાદ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને ભારતને પણ આ જ પ્રકારની ધમકી આપી છે. 

Tags :