Get The App

રશિયાની યુવતીઓ,ગુપ્ત રોગ અને પત્ની માટે માંગી દવાઓ...: એપસ્ટિન ફાઈલ્સમાં બિલ ગેટ્સનું 'ડાર્ક સિક્રેટ'!

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
Bill Gates Epstein Files


Bill Gates Epstein Files : અમેરિકાના ન્યાયતંત્ર દ્વારા જેફ્રી એપસ્ટિન સાથે જોડાયેલી નવી ફાઈલ્સ જાહેર કરી છે. જેમાં દાવો કરાયો છે કે માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને રશિયાની યુવતીઓ સાથે શારીરિક સંબંધના કારણે ગુપ્ત રોગ ( STD ) થયો હતો. 

બિલ ગેટ્સને ગુપ્ત રોગ થયો હોવાનો દાવો

ન્યાય વિભાગ દ્વારા કુલ 30 લાખ પાનાંની નવી ફાઈલ્સ જાહેર કરી છે. જેમાં 1 લાખ 80 હજાર તસવીરો અને 2 હજાર જેટલા વીડિયોઝ પણ સામેલ છે. વર્ષ 2013માં 18મી જુલાઈએ એપસ્ટિને ખુદ એક ઈમેલ લખ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે બિલ ગેટ્સે રશિયાની મહિલાઓ સાથે સંબંધ બનાવ્યા જે બાદ તેમને એક ગુપ્ત રોગ થયો હતો. જે બાદ તેમણે એન્ટિબાયોટિક દવાઓ પણ માંગી હતી, જેથી તેઓ તે દવા ચૂપચાપ પોતાની પત્નીને આપી શકે. 

નોંધનીય છે કે બિલ અને મેલિન્ડા ગેટ્સના વર્ષ 1994માં લગ્ન થયા હતા અને 2021માં બંનેએ છૂટાછેડા લીધા. છૂટાછેડાના કારણોમાં બિલ ગેટ્સના અફેર તથા એપસ્ટિન સાથેના સંબંધો પણ સામેલ હોવાનું મેલિન્ડાએ કહ્યું હતું. જોકે તેમણે વિસ્તૃત માહિતી નહોતી આપી. 

બિલ ગેટ્સના પ્રવક્તાએ આરોપો પાયાવિહોણા ગણાવ્યા 

સમગ્ર ઘટનાક્રમ બાદ બિલ ગેટ્સે એપસ્ટિનને તમામ મેસેજ પણ ડિલીટ કરવા માટે કહ્યું હતું. જોકે આ આરોપોની હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી. 

બિલ ગેટ્સના પ્રવક્તાએ નવા આરોપો મામલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે કે, આ તમામ આરોપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. એપસ્ટિનના ગેટ્સ સાથે કોઈ સ્થાયી સંબંધ નહોતા જેના કારણે તે નિરાશ હતો અને તેમને ફસાવવા તથા બદનામ કરવા માટે તે કોઈ પણ હદે જઈ શકે તેમ હતો.