World

આખો દેશ બીજા દેશમાં થઈ ગયો શિફ્ટ, નાગરિકોને મળશે સંપૂર્ણ અધિકાર, જાણો સમગ્ર મામલો

By GS TEAM
8 Aug 20252 mins read
TukuTouch Logo
અત્યાર સુધી તમે કોઈ વ્યક્તિનું બીજા દેશમાં શિફ્ટ થવા વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, કોઈ આખો દેશ બીજા દેશમાં શિફ્ટ થયો છે. આવું જ તુવાલુમાં થયું છે. તુવાલુ પેસિફિક મહાસાગરમાં આવેલો એક નાનો દેશ છે જે એક ટાપુ પર વસેલો છે. અહીં સમુદ્રનું લેવલ વધતાં આખો દેશ ઓસ્ટ્રેલિયામાં શિફ્ટ થઈ રહ્યો છે. વિશ્વની આ પહેલી ઘટના છે. તુવાલુને લઈને ઘણા અભ્યાસ પણ કરવામાં આવ્યા છે. આ સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે, આગામી 25 વર્ષમાં તુવાલુ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી શકે છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, તુવાલુના વડાપ્રધાનની નવા દેશમાં શું ભૂમિકા રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આખો દેશ બીજા દેશમાં થઈ ગયો શિફ્ટ, નાગરિકોને મળશે સંપૂર્ણ અધિકાર, જાણો સમગ્ર મામલો

Country Relocation : અત્યાર સુધી તમે કોઈ વ્યક્તિનું બીજા દેશમાં શિફ્ટ થવા વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, કોઈ  આખો દેશ બીજા દેશમાં શિફ્ટ થયો છે. આવું જ તુવાલુમાં થયું છે. તુવાલુ પેસિફિક મહાસાગરમાં આવેલો એક નાનો દેશ છે જે એક ટાપુ પર વસેલો છે. અહીં સમુદ્રનું લેવલ વધતાં આખો દેશ ઓસ્ટ્રેલિયામાં શિફ્ટ થઈ રહ્યો છે. વિશ્વની આ પહેલી ઘટના છે. તુવાલુને લઈને ઘણા અભ્યાસ પણ કરવામાં આવ્યા છે. આ સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે, આગામી 25 વર્ષમાં તુવાલુ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી શકે છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, તુવાલુના વડાપ્રધાનની નવા દેશમાં શું ભૂમિકા રહેશે. 

આ પણ વાંચો:  એમેઝોન, વોલમાર્ટ જેવી કંપનીઓએ ભારત સાથે વેપાર બંધ કર્યો? ટ્રમ્પના ટેરિફની સાઈડ ઈફેક્ટ!

આટલી છે આ દેશની વસ્તી

તુવાલુ દેશ કુલ નવ સમુદ્રી ટાપુઓનો બનેલો છે. આ દેશની કુલ વસ્તી લગભગ 11 હજાર છે. હવે સમુદ્ર સપાટીથી તેની ઊંચાઈ માત્ર બે મીટર છે. એટલે કે, સમુદ્ર સપાટી જો બે મીટર વધુ ઉપર આવી જાય તો, આ પાણીમાં ડૂબવાનું શરુ થઈ જશે. અહીં હંમેશા પૂર અને તોફાનનો ભય રહે છે. રિપોર્ટ પ્રમાણે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, તુવાલુના નવ ટાપુઓમાંથી બે ટાપુ તો લગભગ પાણીમાં ડૂબી ગયા છે. નાસાના જણાવ્યા પ્રમાણે છેલ્લા 30 વર્ષોમાં અહીં સમુદ્રનું પાણી સતત વધી રહ્યું છે. જો પાણી આ રીતે વધતું રહેશે તો વર્ષ 2050 સુધીમાં આ ટાપુ દેશ સંપૂર્ણપણે ડૂબી જશે.

આ પણ વાંચો: 'ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાએ સીધી દખલ કરી....', હવે ટ્રમ્પના મંત્રીનો મોટો દાવો

નાગરિકોને મળશે તમામ અધિકારો 

વર્ષ 2023માં તુવાલુ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો. આ કરાર હેઠળ દર વર્ષે 280 તુવાલુ નાગરિકોને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નાગરિકોને આરોગ્ય, શિક્ષણ, ઘર અને નોકરીના તમામ અધિકારો મળશે. નાગરિકોની આ પહેલી બેચને 16થી 18 જુલાઈ દરમિયાન ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન પેની વાંગે કહ્યું કે, 'આ તમામ નાગરિકોને સંપૂર્ણ સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર મળશે. તો, તુવાલુના વડાપ્રધાન ફેલેટી તિઓએ વિશ્વભરમાંથી આ મામલે ધ્યાન આપવાની માંગ કરી છે.