Papua New Guinea Earthquake : પાપુઆ ન્યુ ગિની ક્ષેત્રમાં સોમવારે 6.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ (GFZ)ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ ભારતીય સમય મુજબ સોમવારે સવારે અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી અંદાજે 108.8 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જાણવા મળ્યું છે.
અમેરિકન સંસ્થાએ ભૂકંપની પુષ્ટિ કરી
યુ.એસ. જીઓલોજિકલ સર્વે (USGS) દ્વારા પણ આ ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે. તેમના રિપોર્ટ મુજબ, ભૂકંપનું ઉદ્ગમ સ્થાન ગોરોકા શહેરથી લગભગ 26 માઈલ ઉત્તર-પૂર્વમાં હતું. ભૂકંપના આંચકા ઘણા શક્તિશાળી હોવાથી સ્થાનિક પ્રશાસન દ્વારા સંભવિત નુકસાન અને ત્યારબાદ આવનારા આફ્ટરશોક્સ અંગે આકલન શરૂ કરી દેવામાં આવ્યું છે.
મહાસાગર વિસ્તારને કારણે વારંવાર ભૂકંપના આંચકા
પાપુઆ ન્યુ ગિની ભૌગોલિક રીતે પ્રશાંત મહાસાગરના 'રિંગ ઓફ ફાયર' વિસ્તારમાં આવેલું છે. આ પટ્ટો વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ અને જ્વાળામુખીની દ્રષ્ટિએ સક્રિય માનવામાં આવે છે. આ જ કારણે અહીં વારંવાર નાના-મોટા ભૂકંપના આંચકા અનુભવાય છે.
અફઘાનિસ્તાનમાં આવ્યો હતો ભૂકંપ
અગાઉ 19 ડિસેમ્બરના રોજ અફઘાનિસ્તાનમાં પણ 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટર અંદર હતું. અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ ઊંડાઈ વધુ હોવા છતાં તેની તીવ્રતા ઘણી વધારે હોવાથી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : એપસ્ટિનનું 'ડાર્ક સિક્રેટ': ટ્રમ્પની 'ગાયબ તસવીર' ફરી અપલોડ થઈ, મેલાનિયા પણ દેખાઈ


