BIG NEWS: જાપાનમાં 7.6ની તીવ્રતાનો મોટો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

Japan Earthquake: જાપાનના આઓમોરીમાં સોમવારે રાત્રે 7.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી આપવામાં આવી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ પછી જાપાનના ઉત્તરપૂર્વીય કિનારા પર ત્રણ મીટર (10 ફૂટ) જેટલી ઊંચી સુનામી આવી શકે છે.
2 વખત આવ્યો ભૂકંપ
નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીએ પણ જાપાનમાં આવેલા ભૂકંપને લઈને માહિતી આપી છે. એજન્સીએ જણાવ્યું કે, ઉત્તર પ્રશાંત મહાસાગરમાં સોમવાર સાંજે 7:45 વાગ્યે 7.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જ્યારે સોમવારે રાત્રે 8:03 વાગ્યે ઉત્તરી પ્રશાંત મહાસાગરમાં 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાપાન હવામાન એજન્સી (JMA) અનુસાર, આઓમોરી વિસ્તારના હાચિનોહે શહેરમાં આવેલા ભૂકંપની જાપાની ભૂકંપ સ્કેલ પર મહત્તમ તીવ્રતા 6 નોંધાઈ હતી. JMA અનુસાર, ભૂકંપ આશરે 50 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો અને તેની તીવ્રતા 7.6 હતી.
USGS મુજબ, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉત્તર જાપાનના મિસાવા શહેરથી 73 કિલોમીટર પૂર્વ-ઉત્તરપૂર્વમાં હતું. અહેવાલ મુજબ, આઓમોરી, ઇવાતે અને હોક્કાઇડોના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી આપવામાં આવી. 3 મીટર સુધી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. આ વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક ઊંચાણવાળા વિસ્તારમાં જવાની સલાહ આપવામાં આવી છે.
ભૂકંપના ભયાનક દ્રશ્યો કેમેરામાં થયા કેદ

