mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

માનવ નિર્મિત એઆઇ નો માનવ જ ભોગ ના બને તેની વધતી જતી ચિંતા, ઇયુએ કાયદો બનાવવા કરી પહેલ

યુરોપિયન યુનિયનના દેશો વચ્ચે એઆઇ એકટ બાબતે સહમતી બની છે

11 મે ના રોજ ઇયૂની સંસદમાં આના પર વોટિંગ પણ થવાનું છે

Updated: May 2nd, 2023

માનવ નિર્મિત એઆઇ નો માનવ જ ભોગ ના બને તેની વધતી જતી ચિંતા, ઇયુએ કાયદો બનાવવા કરી પહેલ 1 - image


પેરિસ,2 મે,2023,મંગળવાર 

માનવ નિર્મિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી 9એઆઇ)નો માણસ જાતે ભોગ ના બને તે માટે તેના પર કેટલાક નિયંત્રણો લાદવા માટે પણ કવાયત શરુ થઇ છે. યુરોપિય સંઘ એઆઇની મર્યાદા નકકી કરવા માટે કાયદા કાનુન બનાવવાનું વિચારી રહયું છે. જો તેનો અમલ થશે તો આર્ટિફિશિયલ સાથે જોડાયેલો દુનિયાનો પ્રથમ કાનુન હશે.

ગત સપ્તાહ યુરોપીય સંઘના સદસ્ય દેશો વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એકટ બાબતે સહમતી બની છે. 11 મે ના રોજ ઇયૂની સંસદમાં આના પર વોટિંગ પણ થવાની છે. ત્યાર પછી સદસ્ય દેશો અને યુરોપિય આયોગ સાથે મળીને બિલના પ્રસ્તાવ પર શરુઆતની સંમતિ બની છે. તેના પર 11 મે ના રોજ મતદાન થશે. ત્યાર પછી સદસ્ય દેશો અને યુરોપિય આયોગ સાથે મળીને બિલને અંતિમ રુપ આપશે. 

માનવ નિર્મિત એઆઇ નો માનવ જ ભોગ ના બને તેની વધતી જતી ચિંતા, ઇયુએ કાયદો બનાવવા કરી પહેલ 2 - image

એઆઇ નિયમો પર સક્રિય યુરોપિયન યુનિયનની સક્રિય મહિલા માર્ગરેટ વેસ્ટાવેર ગત રવીવારે જાપાનના તાકાશાકીમાં હતી. તાકાશાકીમાં જી -7 દેશોના ડિજીટલ વિભાગ સંભાળતા મંત્રીઓની બેઠક હતી. આ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહયું હતું કે  યુરોપિય સંઘ એઆઇ એકટ નવી ટેકનિકના વિકાસનો સમર્થક છે પરંતુ આ કાનુનનો હેતું નવી ટેકનીકોનો સામાજિક ખતરો ઓછો કરવાનો છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીના તેજ ફેલાવાથી જીંદગીના તમામ પાસાઓ પર થતી તેની વ્યાપક અસર હેઠળ દુનિયા ભરની સરકારો નિયમ બનાવવા વિચારી રહી છે. એઆઇનો ખોટી દિશાનો ઉપયોગ ખૂબ મોંઘો પડી શકે છે. યુરોપિય સંઘનો એઆઇ એકટ ભલે આ વર્ષે પસાર થાય પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ નિયમને લાગુ કરવામાં ઘણો સમય લાગી શકે છે. વેસ્ટાગેરનું સ્પષ્ટ માનવું છે કે એઆઇના ઉત્પાદન સાથે સંકળાયેલા ઉધોગોએ નવા નિયમોના સ્વીકાર માટે તૈયાર રહેવું જોઇએ. કાનુન પસાર થાય તેની રાહ પણ જોવી જોઇએ નહી. 

માનવ નિર્મિત એઆઇ નો માનવ જ ભોગ ના બને તેની વધતી જતી ચિંતા, ઇયુએ કાયદો બનાવવા કરી પહેલ 3 - image

આમ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઘણા વર્ષોથી છે પરંતુ આ ક્ષેત્રમાં ઉંડું સંશોધન થઇ રહયું છે. ગત વર્ષ ઓપન એઆઇ નામની કંપની દ્વારા ચેટજીપીટી અને મિડજર્ની જેવા સોફટવેરથી સામાન્ય લોકોમાં પણ ક્રાંતિકારી રીતે લોકપ્રિય થઇ રહયા છે. આ તકનિકોમાં વધતી જતી લોકપ્રિયતાએ સરકારોને ચિંતિત કરી દીધી છે.  તેના કાબુ કરવા માટે નવા પગલા ભરવા મજબૂર બન્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર યુરોપિય સંઘની સાથે ઇલોન મસ્કનું સમર્થન ધરાવતી એક સંસ્થાએ પણ દુનિયાના નેતાઓને એઆઇથી કોઇ પણ પ્રકારની અવ્યવસ્થા ના ફેલાય તે જોવા માટે સાથે મળીને કામ કરવા પર ભાર મુકયો છે. જી -7 દેશોના ડિજીટલમંત્રીઓ પણ એઆઇ હેઠળના નિયમો તૈયાર કરવા સહમત થયા છે.

માનવ નિર્મિત એઆઇ નો માનવ જ ભોગ ના બને તેની વધતી જતી ચિંતા, ઇયુએ કાયદો બનાવવા કરી પહેલ 4 - image

આ સહમતિ ભવિષ્યના સંભવિત ખતરાઓ પર આધારિત છે. ઇલોન મસ્ક પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીના ઉપયોગ અને વધતા જતા ફેલાવા અંગે ચિંતા જાહેર કરી ચુકયા છે. કેટલાક સંદર્ભોમાં એઆઇને ખતરનાક ગણાવેલું છે. માનવ જાતિ માટે ખતરાનો પણ સંકેત બની શકે છે.

જો એઆઇને સંવેદનશીલતાની સાથે વિકસિત કરવામાં નહી આવે તો તે માનવ જાતિ માટે મોટી આફત સાબીત થઇ શકે છે.એક વાર તો મસ્કએ તેમની એક ટ્વીટમાં એઆઇને દેવાળિયાની ઉપમા આપી હતી. જો કે સ્વાસ્થ્ય સેવાઓ, ઓટોમેશન અને જીવનની સુવિધાઓમાં ઉપયોગી છે પરંતુ એવો માણસ કે  બીજા પાસાઓને જાણતો નથી તેમના માટે વિનાશક શકિત પણ પૂરવાર થઇ શકે છે. 

Gujarat