Get The App

ભારતીય મૂળના ઉદ્યોગપતિએ કારના નંબર માટે ચુકવ્યા અધધ...67 કરોડ

Updated: Jun 28th, 2020

GS TEAM

Google News
Google News
ભારતીય મૂળના ઉદ્યોગપતિએ કારના નંબર માટે ચુકવ્યા અધધ...67 કરોડ 1 - image

અમીરાત, તા. 28. જુન. 2020 રવિવાર

વૈભવી કારો ધરાવનારા લોકોમાંથી ઘણાને પોતાના મનગમતા નંબરનો પણ ક્રેઝ હોય છે.આ માટે તેઓ આકાશ પાતાળ એક કરી નાંખતા હોય છે.

ગઈકાલે હિમાચલ પ્રદેશમાં 60000 રુપિયાની સ્કૂટીના વીઆઈપી નંબર માટે 18 લાખની બોલી લગાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો પણ નંબર પ્લેટ માટે દુબઈના ભારતીય મૂળના ઉદ્યોગપતિ બલવિન્દર સહાનીની દિવાનગી હેરાન કરી નાંખે તેવી છે.

બલવિન્દર સહાનીએ એક કારના નંબર માટે પૂરા 67 કરોડ રુપિયા ખર્ચ કર્યા છે.સાહનીને પોતાની નવી રોલ્સ રોયસ કાર માટે ડી-5 નંબર જોઈતો હતો અને આ માટે તેમણે 33 મિલિયન દિરહામ એટલે કે 67 કરોડ રુપિયા ચુકવ્યા છે.

બલિવન્દર દુબઈમાં જાણીતુ નામ છે.અહીંયા તેમને લોકો અબૂ સબાહ કહીને બોલાવે છે.તેમનો કાર પ્રેમ પણ જાણીતો છે.આ પહેલા 09 નંબર મેળવવા માટે તેમણે કરોડો રુપિયા ખર્ચયા હતા.અગાઉ એક ગાડીના 05 નંબર માટે તેમણે 51 કરોડ રુપિયા ચુકવ્યા હતા.

જે ગાડીના નંબર માટે તેમણે 67 કરોડ રુપિયા આપ્યા છે તે પણ આજકાલ ચર્ચામાં છે.કારણકે ખોટી જગ્યાએ પાર્કિંગ માટે પોલીસે 1000 દિરહામનો દંડ ફટકાર્યો છે.

Tags :