'તેઓ મારી સાથે લડશે નહીં', રશિયા-યુક્રેન યુદ્ધ પર પુતિન સાથે બેઠક પહેલા ટ્રમ્પનું નિવેદન
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને આ અઠવાડિયે શુક્રવારે (15 ઓગસ્ટ, 2025) થનારી મુલાકાતને લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે (11 ઓગસ્ટ, 2025)એ કહ્યું કે, 'જો હું પ્રમુખ હોત તો આ યુદ્ધ ન થયું હોત અને આ ત્રીજું વિશ્વ યુદ્ધમાં પરિણમ્યું હોત. આ જો બાઇડેનનું યુદ્ધ છે, આ મારું યુદ્ધ નથી. એટલા માટે હું વ્લાદિમીર પુતિન સાથે વાત કરવા જઈ રહ્યો છું અને હું તેમને કહીશ કે તમારે આ યુદ્ધ ખતમ કરવું પડશે અને તેઓ મારે સાથે લડશે નહીં, પરંતુ મને લાગે છે કે આ ખૂબ સન્માનજનક છે કે રશિયાના પ્રમુખ અમારા દેશ આવી રહ્યા છે, તેના બદલે કે અમે તેમના દેશ કે કોઈ ત્રીજા પક્ષને ત્યાં જઈએ. મને લાગે છે કે આપણી વાતચીત રચનાત્મક હશે.'
હું યુરોપિયન નેતાઓને કોલ કરીશ: ટ્રમ્પ
ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'ત્યારબાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓની સાથે બેઠક થશે. આ બેઠક બાદ તાત્કાલિક કદાચ જ્યારે હું કોઈ યાત્રા પર રહીશ, કદાચ જ્યારે હું રૂમથી નીકળતો રહું, તો હું યુરોપિયન નેતાઓને કોલ કરીશ, જેના મારી સાથે ખૂબ સારા સંબંધ છે.'
આ પણ વાંચો: ટ્રમ્પ પાકિસ્તાન પર મહેરબાન! અમેરિકાએ બલૂચ લિબરેશન આર્મીને આતંકવાદી જાહેર કર્યું
ઝેલેન્સ્કીએ જે કર્યું, હું તેનાથી અસહમત છું: ટ્રમ્પ
તેમણે કહ્યું કે, 'મારું માનવું છે કે મારો તમામ સાથે સારો સંબંધ છે અને હું ઝેલેન્સ્કીની સાથે પણ સારો છું, પરંતુ હું તે વસ્તુથી ખૂબ, ખૂબ અસહમત છું જે તેમણે કર્યું. હું ઝેલેન્સ્કી સાથે વાત કરીશ. આગામી મુલાકાત ઝેલેન્સ્કી અને પુતિન કે ઝેલેન્સ્કી, પુતિન અને મારા વચ્ચે થશે. જો તેમને મારી જરૂર હશે તો હું ત્યાં હાજર રહીશ, પરંતુ હું બંને નેતાઓ વચ્ચે એક બેઠક નક્કી કરવા ઈચ્છું છું.'
રશિયા સાથે જમીનની અદલા-બદલીની વાત ચાલી રહી છે: ટ્રમ્પ
અમેરિકન પ્રમુખે જમીનની અદલા-બદલીને લઈને ચાલી રહેલી વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, 'હું ઝેલેન્સ્કી સાથે એટલા માટે નાખુશ છું કારણ કે તેમણે રશિયાને કોઈપણ રીતે પોતાના વિસ્તારની જમીનો આપવાની ના પાડી દીધી છે. મને આ વાતથી થોડી તકલીફ થઈ કે ઝેલેન્સ્કી કહી રહ્યા હતા કે મારે બંધારણીય મંજૂરી લેવી પડશે. શું તેમને યુદ્ધ કરવા અને કોઈનેને મારવાની મંજૂરી મળી ગઈ હતી, પરંતુ જમીનની અદલા-બદલી કરવા માટે તેમને મંજૂરી જોઈએ? કારણ કે આ જમીનની અદલા-બદલી થવાની છે.'
રશિયા નહીં માને તો પ્રતિબંધ લગાવીશું: ટ્રમ્પ
તેમણે એમ પણ સંકેત આપ્યા કે, જો રશિયા કરાર માટે તૈયાર નહીં થાય તો તેઓ આકરા આર્થિક પગલા ઉઠાવી શકે છે, જેમાં રશિયાના ઓઇલ ટ્રેડ પર સેકેન્ડરી સેક્શન પણ સામેલ છે. આ મુલાકાત વૈશ્વિક કુટનીતિ માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષણ માનવામાં આવી રહી છે, કારણ કે આ યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક વ્યાપાર સમીકરણોને અસર કરી શકે છે.