'હું 2028માં ઉપરાષ્ટ્રપ્રમુખ પદ માટે ચૂંટણી નહીં લડું, બે શાનદાર નેતા દાવેદાર બની શકે', ટ્રમ્પનું મોટું નિવેદન

Donald Trump Big Statement: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે 2028ની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપ્રમુખ બનવાની સંભાવનાઓ પર સ્પષ્ટ ઈનકાર કરી દીધો, પરંતુ ત્રીજી વખત રાષ્ટ્રપ્રમુખ પદ માટે ચૂંટણી લડવા પર કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો. તેમણે કહ્યું કે, 'આ ખુબ ચાલાકી વાળી વાત હશે, લોકો તેને પસંદ નહીં કરે. આ બરાબર નહીં હોય.'
ઉપરાષ્ટ્રપ્રમુખ બનવાની સંભાવનાઓ નકારી
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે મલેશિયાથી ટોક્યો જતા સમયે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ઉપરાષ્ટ્રપ્રમુખ બનવાનો મારો કોઈ ઈરાદો નથી. આ મજાક જેવું લાગશે, અને લોકો તેને સ્વીકારશે નહીં.
રૉયટર્સના અનુસાર, ટ્રમ્પ અનેક વખત મજાકમાં ત્રીજી વખત રાષ્ટ્રપ્રમુખ બનવાની વાત કરી ચૂક્યા છે. તેમણે રેલીઓમાં 'Trump 2028' ટોપી પણ પહેરી હતી. જો કે, અમેરિકાના બંધારણના 12માં સંશોધન હેઠળ જે વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ બનવા યોગ્ય નથી, તેઓ ઉપરાષ્ટ્રપ્રમુખ પણ ના બની શકે.
આ પણ વાંચો: 'દુનિયાને ઉપદેશ આપનારા ખુદ નિયમ તોડે છે', ઈસ્ટ એશિયા સમિટમાં બોલ્યા એસ. જયશંકર
22માં સંશોધનમાં ફેરફાર કરવાની યોજના: સ્ટીવ બેનન
ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ રણનીતિક સલાહકાર સ્ટીવ બેનને ધ ઇકોનોમિસ્ટને જણાવ્યું કે, 'તેઓ અમેરિકાના બંધારણના 22માં સંશોધનને બદલવાની યોજના પર કામ કરી રહ્યા છે, જેનાથી ટ્રમ્પ ત્રીજી વખત ચૂંટણી લડી શકે. ટ્રમ્પ 2028માં રાષ્ટ્રપ્રમુખ બનશે અને તેના માટે એક યોજના તૈયાર છે.'
જેડી વેન્સ અને માર્કો રૂબિયો શાનદાર નેતા: ટ્રમ્પ
ત્રીજા કાર્યકાળ પર કોર્ટમાં લડાઈ લડવાના સવાલ પર ટ્રમ્પે કહ્યું કે, મેં તેના પર હજુ વિચાર નથી કર્યો. ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રૂબિયો શાનદાર નેતા છે અને 2028માં રાષ્ટ્રપતિ પદ માટે મજબૂત દાવેદાર બની શકે છે.
રિપબ્લિકન પાર્ટીમાં નવી ચર્ચા શરૂ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનથી રિપબ્લિકન પાર્ટીના ભવિષ્યને લઈને અસમંજસ વધી ગઈ છે. પાર્ટીમાં અનેક નેતા પહેલાથી 2028 માટે તૈયારીમાં લાગ્યા છે, જ્યારે કેટલાક ટ્રમ્પ સમર્થક ઇચ્છે છે કે તેઓ લાંબા સમય સુધી સત્તામાં બન્યા રહે.
આ પણ વાંચો: અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરનો અંત આવશે! બંને દેશોએ આપ્યા સંકેત


