World

‘ઓબામા અને ટ્રૂડોએ ગંભીર ભૂલ કરી’ રશિયાનો ઉલ્લેખ કરી ટ્રમ્પ ભડક્યા

By GS TEAM
16 Jun 20252 mins read
TukuTouch Logo
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાનો ઉલ્લેખ કરી પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની આકરી ટીકા કરી છે. ટ્રમ્પે વર્ષો પહેલા રશિયાને G8 શિખર સંમેલનમાંથી બહાર કરવા મામલે ઓબામા અને ટ્રુડોની આકરી ઝાટકણી કાઢી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ઓબામા અને ટ્રૂડોએ ગંભીર ભૂલ કરી’ રશિયાનો ઉલ્લેખ કરી ટ્રમ્પ ભડક્યા

Donald Trump Slams Barack Obama And Justin Trudeau : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાનો ઉલ્લેખ કરી પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની આકરી ટીકા કરી છે. ટ્રમ્પે વર્ષો પહેલા રશિયાને G8 શિખર સંમેલનમાંથી બહાર કરવા મામલે ઓબામા અને ટ્રુડોની આકરી ઝાટકણી કાઢી છે.

‘જો હું ચાર વર્ષ પહેલા રાષ્ટ્રપ્રમુખ બની ગયો હોત તો...’

ટ્રમ્પે કહ્યું કે, ‘G7 પહેલા G8 શિખર સંમેલન યોજાતું હતું. લગભગ 9 વર્ષ પહેલા તેમાંથી રશિયાને બહાર રખાયું હતું. મારું માનવું છે કે, રશિયાને બાકાત રાખવું ગંભીર ભૂલ હતી. તે સમયે ઓબામા અને ટ્રુડો જેવા નેતાઓ રશિયાને સામેલ કરવા માંગતા ન હતા. રશિયાને શિખર સંમેલનમાં સામેલ કર્યા હોત તો, કદાચ આજે આપણે યુદ્ધનો સામનો ન કરતા. જો હું ચાર વર્ષ પહેલા રાષ્ટ્રપ્રમુખ બની ગયો હોત, તો આપણે યુદ્ધ કરી રહ્યા ન હોત.’

આ પણ વાંચો : ઈરાનમાં સરકારી ચેનલ પર ઈઝરાયલની સ્ટ્રાઈક, લાઈવ ન્યૂઝ દરમિયાન જ હુમલો, જુઓ VIDEO

પુતિનનું અપમાન કરાયું : ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, ‘રશિયાના નેતા વ્લાદિમીર પુતિન હવે શિખર સંમેલનમાં નથી, તેથી આ બાબત જીવનને વધુ જટિલ બનાવે છે. પુતિન મારી સાથે વાત કરે છે, તેઓ કોઈ અન્ય સાથે વાત કરતા નથી. તેઓ વાત કરવા માંગતા નથી, કારણ કે રશિયાને G8માંથી બાકાત કરાયું હોવાથી પુતિનનું અપમાન થયું છે. જેમ કે હું, તમે અને કોઈપણ હોય...’

આ પણ વાંચો : ‘જો ટ્રમ્પ પરમાણુ ડીલ કરવા માંગતા હોય તો...’ ગભરાયેલા ઈરાનની યુદ્ધ અટકાવવા અમેરિકાને વિનંતી

શિખર સંમેલનમાં ચીનને સામે કરવામાં મને કોઈ વાંધો નથી : ટ્રમ્પ

રિપોર્ટ મુજબ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, શું ચીનને પણ શિખર સંમલેનમાં જોડવું જોઈએ? તો તેમણે કહ્યું કે, ‘આ ખરાબ વિચાર નથી. જો કોઈ ચીનને સામેલ થતું જોવા માંગતું હોય તો તેમાં મને કોઈ વાંધો નથી.’ તેમણે કહ્યું કે, વિશ્વ નેતાઓના શિખર સંમેલનમાં સામેલ થવા માટે એકબીજા સાથે વાત કરવામાં સક્ષણ હોવું મહત્ત્વપૂર્ણ છે.’

આ પણ વાંચો : ઈરાનમાં હજારો લોકો રાતોરાત શહેર છોડી ભાગ્યા, રસ્તા પર ચક્કાજામ, મેટ્રો સ્ટેશન ખોલ્યા, જુઓ VIDEO

‘શિખર સંમલેનમાંથી રશિયાને બાકાત કરવું મોટી ભૂલ’

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રૂપ ઓફ સેવન શિખર સંમેલન અંગે સૂચન આપ્યું છે કે, રશિયા અને કદાચ ચીન પણ સંમેલનમાં હોવા જોઈએ. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે, G7, G8ની જેમ સંભવતઃ G9 બનાવવામાં આવે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, 2014માં ક્રીમિયા પર કબજો કરનારા રશિયાને બાકાત કરી દેવો, મોટી ભલ હતી. આ નિર્ણયથી 2022માં રશિયા દ્વારા યુક્રેન પર વ્યાપક આક્રમણને પ્રોત્સાહન મળ્યું છે.

આ પણ વાંચો : ગાઝામાં ફરી ભોજન વિતરણ દરમિયાન ગોળીબાર, 38 મોત: UNSCની ઈમરજન્સી બેઠકની શક્યતા