Get The App

અમેરિકામાં GENIUS ACT પસાર, ક્રિપ્ટો યુઝર્સને મોટો ફાયદો, ટ્રમ્પે BRICS સામે તાક્યું નિશાન

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં GENIUS ACT પસાર, ક્રિપ્ટો યુઝર્સને મોટો ફાયદો, ટ્રમ્પે BRICS સામે તાક્યું નિશાન 1 - image


GENIUS Act: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે યુએસ સ્ટેબલકોઇન્સ એટલે કે ડોલર-પેગ્ડ ક્રિપ્ટોકરન્સી માટે નિયમનકારી વ્યવસ્થા બનાવવા માટેના કાયદા 'ગાઇડિંગ એન્ડ એસ્ટાબ્લિશિંગ નેશનલ ઇનોવેશન ફોર યુએસ સ્ટેબલકોઇન્સ એક્ટ' એટલે કે 'જીનિયસ એક્ટ' પર હસ્તાક્ષર કરીને એક ઐતિહાસિક પગલું ભર્યું. નિષ્ણાંતો આ કાયદાને એક સીમાચિહ્નરૂપ કાયદો કહી રહ્યા છે.

ડિજિટલ કરન્સીમાં અમેરિકાને વિશ્વ અગ્રણી બનાવવાનો હેતુ 

આ કાયદાનો હેતુ અમેરિકાને ડિજિટલ કરન્સીમાં વિશ્વ અગ્રણી બનાવવાનો અને વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં યુએસ ડોલરની સર્વોપરિતાને વધુ મજબૂત બનાવવાનો છે. ટ્રમ્પે મજાકમાં કહ્યું, 'આ કાયદો મારા નામ પરથી રાખવામાં આવ્યો છે. આ ખરેખર એક અદ્ભુત કાયદો છે!' આ પ્રસંગે, ટ્રમ્પે બ્રિક્સ દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) ને ચેતવણી આપી હતી કે ડોલરની શક્તિને પડકારવાનો કોઈપણ પ્રયાસ નિરર્થક રહેશે.

ટ્રમ્પે BRICS દેશોને ચેતવણી આપી

GENIUS એક્ટ પર હસ્તાક્ષર કરતી વખતે, ટ્રમ્પે BRICS દેશો પર કટાક્ષ કરતા કહ્યું, 'BRICS નામનો એક નાનો સમૂહ છે, જે ઝડપથી નબળો પડી રહ્યો છે. આ દેશોએ ડોલરની શક્તિ અને પ્રાધાન્યતાને પડકારવાનો પ્રયાસ કર્યો હતો. મેં સ્પષ્ટ કર્યું કે અમે BRICS દેશ પર 10% ટેરિફ લાદીશું. આ પછી, બીજા દિવસે લગભગ કોઈ તેમની બેઠકમાં આવ્યું નહીં.' 

ટ્રમ્પે ફરી એકવાર ધમકી આપી કે, 'જો BRICS ડોલરને નબળો પાડવાનો પ્રયાસ કરશે, તો તેમનું ગઠબંધન ટૂંક સમયમાં પૂરું થઈ જશે. જો અમે ડોલરની વૈશ્વિક રિઝર્વ ચલણ તરીકેનો દરજ્જો ગુમાવીશું, તો તે વિશ્વ યુદ્ધ હારવા જેવું હશે. જે અમે ક્યારેય થવા દઈશું નહીં.'

આ પણ વાંચો: ટ્રમ્પે રુપર્ટ મર્ડોક અને વોલ સ્ટ્રીટ જર્નલ સામે 10 બિલિયન ડૉલરનો કેસ ઠોક્યો, એપસ્ટિન ફાઈલ ફેક ગણાવી

GENIUS એક્ટનો હેતુ શું છે?

GENIUS એક્ટનો હેતુ ડોલર આધારિત સ્ટેબલકોઇન્સનો એક સ્પષ્ટ અને સરળ નિયમનકારી માળખું બનાવવાનો છે. ટ્રમ્પે તેને ઇન્ટરનેટ પછીની નાણાકીય ટેકનોલોજીમાં સૌથી મોટી ક્રાંતિ ગણાવી. આ અંગે ટ્રમ્પે કહ્યું, 'આ કાયદો અમેરિકાને ક્રિપ્ટો અને ડિજિટલ ચલણની દુનિયાનો રાજા બનાવશે. અમે વચન આપ્યું હતું કે અમેરિકા ક્રિપ્ટો રાજધાની બનશે અને આજે અમે તે વચન પૂર્ણ કર્યું છે.' ક્રિપ્ટો સમુદાયની પ્રશંસા કરતા ટ્રમ્પે કહ્યું, 'તમારી લોકો વર્ષોથી મજાક ઉડાવતા હતા, પરંતુ તમે હાર માની નહીં. આ કાયદો તમારી મહેનત અને જુસ્સાનો વિજય છે.' તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (CBDC) ને અમેરિકામાં ક્યારેય મંજૂરી આપવામાં આવશે નહીં. 

અમેરિકામાં GENIUS ACT પસાર, ક્રિપ્ટો યુઝર્સને મોટો ફાયદો, ટ્રમ્પે BRICS સામે તાક્યું નિશાન 2 - image

Tags :