'ઇસ્લામિક નાટો' બનાવી રહેલા મુસ્લિમ દેશો સાથે ટ્રમ્પની સીક્રેટ મીટિંગ, બીજી તરફ નેતન્યાહૂ જશે US
Donald Trump Meeting With Muslim Countries : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુપ્ત વાટાઘાટો માટે કેટલાક ઇસ્લામિક દેશોના નેતાઓને ન્યૂ યોર્કમાં આમંત્રણ આપ્યું છે. જ્યારથી મુસ્લિમ દેશોએ દોહા બેઠકમાં "ઇસ્લામિક નાટો" નો નારા લગાવ્યો છે, ત્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ મુંજાયા છે. તેથી, હવે ગુપ્ત બેઠક પર વિચારણા કરવામાં આવી રહી છે.
ટ્રમ્પ સાથેની આ ગુપ્ત બેઠકમાં સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, ઇજિપ્ત, જોર્ડન, તુર્કી અને પાકિસ્તાન સામેલ થશે. ખુદ ઇસ્લામાબાદે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની હાજરીની પુષ્ટિ કરી છે. નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ સાથેની મુલાકાત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા અંગે ચર્ચા કરવા માટે છે. જોકે, આ બેઠક ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના વોશિંગ્ટનમાં ટ્રમ્પની મુલાકાતના માત્ર છ દિવસ પહેલા થઈ રહી છે. આનો અર્થ એ છે કે, ટ્રમ્પ એક તરફ મુસ્લિમ નેતાઓ અને બીજી તરફ ઇઝરાયલી નેતાઓ સાથે વાત કરશે.
ગાઝાનો સળગતો પ્રશ્ન
છેલ્લા બે વર્ષથી ગાઝા યુદ્ધનું મેદાન બની ગયું છે. 60,000 થી વધુ પેલેસ્ટિનિયના મોત નીપજ્યા છે. હોસ્પિટલો, શાળાઓ, વીજળી અને પાણી પુરવઠો લગભગ ખોરવાઈ ગયો છે. લાખો લોકો વિસ્થાપિત થયા છે. સોમવારે 61 થી વધુ લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ હતા. આ વિનાશ વચ્ચે, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ પેલેસ્ટાઇનને માન્યતા આપવાની જાહેરાત કરી છે. જો કે, નેતન્યાહૂએ સ્પષ્ટપણે કહ્યું છે કે, 'આવું ક્યારેય થશે નહીં. ટ્રમ્પ આગને શાંત કરવા માંગે છે, પરંતુ તેમના મગજમાં યુદ્ધવિરામ એકમાત્ર વસ્તુ નથી. તેઓ ઇચ્છે છે કે સંઘર્ષ પછી ગાઝામાં પરિસ્થિતિનું સંચાલન આરબ અને મુસ્લિમ દેશો કરે - પછી ભલે તેનો અર્થ શાંતિ સૈનિકો મોકલવાનો હોય કે સંયુક્ત સુરક્ષા માળખું સ્થાપિત કરવાનો હોય.'
આ પણ વાંચો: આજે ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી જાહેરાત કરશે, અગાઉ જ આપ્યા હતા સંકેત
મુસ્લિમ નેતાઓનો પણ મૂડ સ્પષ્ટ છે. તેઓ ઈચ્છે કે ટ્રમ્પ ઇઝરાયલ પર દબાણ બનાવે. ગાઝા પર બોમ્બમારો બંધ થાય અને વેસ્ટ બેંક પર કબજો કરવાની યોજના ખત્મ થાય. ખાસ કરીને યુએઈએ ચેતવણી આપી છે કે, જો ઇઝરાયલનું વલણ નહીં બદલાય તો અબ્રાહમ કરાર (ઐતિહાસિક 2020 કરાર જેણે ઘણા આરબ દેશો અને ઇઝરાયલને નજીક લાવ્યા) જોખમમાં મુકાઈ શકે છે.