Get The App

કેમ ઓબામાને જેલમાં નાંખવા માંગે છે ટ્રમ્પ? કહ્યું- તુલસી ગબાર્ડે તેમને રંગે હાથ ઝડપ્યા હતા

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
કેમ ઓબામાને જેલમાં નાંખવા માંગે છે ટ્રમ્પ? કહ્યું- તુલસી ગબાર્ડે તેમને રંગે હાથ ઝડપ્યા હતા 1 - image

Image: IANS



Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા સમય પહેલા બરાક ઓબામાને દેશદ્રોહી કહ્યા હતા. ટ્રમ્પે જાહેરમાં એવો દાવો કર્યો હતો કે, 'પૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ 2016ની ચૂંટણીમાં મારી સામે ષડ્યંત્ર રચ્યું હતું. ઓબામા અને તેમની સુરક્ષા કેબિનેટે 'દેશદ્રોહી ષડયંત્ર'ને અંજામ આપ્યું હતું, જેનો હેતુ મારા પ્રમુખ બન્યા બાદ સરકાર પાડવાનો હતો.' નોંધનીય છે કે, ટ્રમ્પે વારંવાર એ વાતનું પુનરાવર્તન કર્યું કે, ઓબામાનો ગુનો દેશદ્રોહની શ્રેણીમાં આવે છે અને તેમની ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી દેવા જોઈએ. 

ડોનાલ્ડ ટ્રમ્પના આરોપ

ટ્રમ્પે આરોપ લગાવ્યો કે, '2016માં ઓબામા વહીવટીતંત્રએ ચૂંટણીમાં મારી સામે ષડયંત્ર રચ્યું હતું અને આખી ચૂંટણી હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકાની ગુપ્ત સેવાઓના ડિરેક્ટર તુલસી ગાબાર્ડે તેમને રંગે હાથ ઝડપી લીધા હતા. તે ચૂંટણીમાં ગડબડ કરતાં ઝડપાઈ ચૂક્યા છે અને તેથી તેમને ગંભીર સજા આપવી જોઈએ.'

આ પણ વાંચોઃ 'ભારતે મદદ ના કરી હોત તો આપણે નાદાર થઈ ગયા હોત', આ પડોશી દેશના પૂર્વ પ્રમુખનું મોટું નિવેદન

AI વીડિયો કર્યો શેર

ટ્રમ્પે આ મુદ્દે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આ વિશે એક વીડિયો પણ બનાવીને શેર કર્યો હતો. આ વીડિયોની શરુઆત ઓબામાના એક જૂના નિવેદનથી થાય છે. વીડિયોમાં ટ્રમ્પ કહે છે કે, 'કોઈપણ, ખાસ કરીને પ્રમુખ પણ કાયદાથી ઉપર નથી.'

તુલસી ગાબાર્ડની શું છે ભૂમિકા? 

અમેરિકાની ડિરેક્ટર ઑફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગાબાર્ડે થોડા સમય પહેલા એવા દસ્તાવેજોનો ખુલાસો કર્યો, જેમાં દાવો કરવામાં આવ્યો કે, ઓબામાના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ જાણીજોઈને 2016ની ચૂંટણીના સમયે રશિયાના હસ્તક્ષેપને વધારીને રજૂ કર્યો હતો. જેનાથી ટ્રમ્પની ચૂંટણીની કાયદેસરતાને પડકારી શકાય. જેનો હેતુ ટ્રમ્પને સત્તાથી દૂર કરવાનો હતો.

તુલસી ગાબાર્ડે કહ્યું હતું કે, આ સ્પષ્ટ છે કે, 2016માં ઓબામા સરકારના સૌથી વરિષ્ઠ અધિકારીઓએ દેશની સામે ષડ્યંત્ર રચ્યું હતું. તેમનો હેતુ હતો કે, જનતાની ઇચ્છાને કચડીને સરકાર પાડવા માટેનો આધાર તૈયાર કરવો. કોઈ ગમે તેટલો તાકાતવર કેમ ન હોય પરંતુ, આ ષડયંત્રમાં સામેલ દરેક વ્યક્તિની તપાસ થવી જઈએ અને કાયદાકીય રીતે તેમની સામે કેસ ચાલવો જોઈએ. મેં આ મુદ્દે નવા પુરાવા ન્યાય વિભાગને સોંપી દીધા છે. ત્યારબાદ સંભવિત ઓબામા સામે કેસ ચલાવવાનો રસ્તો ખુલશે.'

આ સિવાય ગાબાર્ડે પ્રેસ રિલીઝમાં આરોપ લગાવ્યો હતો કે, ઓબામાએ અમેરિકાની બંધારણીય પ્રક્રિયાઓનો દુરુપયોગ કર્યો અને તેમના પર કેસ થવો જોઈએ. 

આ પણ વાંચોઃ ઐતિહાસિક ભારત-UK ટ્રેડ એગ્રીમેન્ટને કેબિનેટની મંજૂરી, આવતીકાલે હસ્તાક્ષર કરશે PM મોદી, જાણો ડીલના ફાયદા

ટ્રમ્પ અને તુલસીના દાવા કેટલા મજબૂત?

  • કાયદાકીય આધારઃ અત્યાર સુધી કોઈ નક્કર પુરાવા કાયદાકીય કાર્યવાહી અથવા આરોપ ઓબામા સામે દાખલ નથી થયા. અમેરિકાના ન્યાય વિભાગના આ દાવા પર કોઈ સત્તાવાર તપાસ શરુ થવાની પુષ્ટિ કરવામાં નથી આવી.
  • ગાબાર્ડે દાવો કર્યો કે, 'મારી પાસે 114 પાનાનો રિપોર્ટ છે અને 100થી વધુ દસ્તાવેજ છે, જે ઓબામા વહીવટીતંત્રના ષડ્યંત્રને સાબિત કરે છે.' જોકે, આ દસ્તાવેજોના તથ્યોને સ્વતંત્ર રૂપે સત્યાપિત નથી કર્યું. ડેમોક્રેટિક નેતાઓ અને અમુક રિપબ્લિકન જેમ કે, સાંસદ જિમ હાઇમ્સે ગાબાર્ડના દાવાને વાહિયાત અને જૂના ખોટા દાવાનું પુનરાવર્તન કહી દીધું. હાઇમ્સે કહ્યું કે, ગુપ્ત સમુદાયે 2016માં બંધારણ પ્રત્યે પોતાની શપથ નિભાવી હતી, ન કે ટ્રમ્પ પ્રત્યે
  • રાજકીય સંદર્ભઃ નિષ્ણાતો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાબાર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલા તથ્યોને વિપક્ષ અને અનેક સ્વતંત્ર વિશ્લેષકોએ ભ્રામક, રાજકીય રમત અને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. સેનેટની ઇન્ટેલિજન્સ કમિટી હવે એ નિષ્કર્ષ આપી ચૂકી છે કે, રશિયાએ 2016માં ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, ચૂંટણીના પરિણામમાં કોઈ બદલાવ લાવી શક્યું નહીં. નોંધનીય છે કે, ગાબાર્ડે આ દાવો એવા સમયે કર્યો છે, જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર જેફરી એપસ્ટિન અને ટેરિફ મામલે ઘેરાયેલું છે. આ આરોપો ફક્ત ધ્યાન ભટકાવવાની વ્યૂહનીતિ હોય શકે છે. 

ઓબામાએ આપ્યો જવાબ

ટ્રમ્પના દેશદ્રોહના આરોપ પર ડેમોક્રેટ નેતા અને પૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ પોતાનું મૌન તોડ્યું છે. ઓબામાએ રિપબ્લિકન નેતાના આ આક્ષેપોને ધ્યાન ભટકાવવાનો નબળો પ્રયાસ ગણાવ્યો. 

2016માં અમેરિકન ચૂંટણીને પ્રભાવિત કરવામાં રશિયાની શું છે ભૂમિકા? 

2016ની અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં રશિયાએ કથિત રૂપે સાયબર હુમલા અને દુષ્પ્રચાર દ્વારા હસ્તક્ષેપ કર્યો હતો. રશિયા હેકર્સ (GRU)એ ડેમોક્રેટિક નેશનલ કમિટી અને હિલેરી ક્લિંટનના કેમ્પેઇનના ઈમેલને હેક કર્યું. આ સાથે જોડાયેલા દસ્તાવેજોને વિકિલીક્સએ જાહેર કર્યું, જેથી હિલેરી ક્લિન્ટનની છબી ખરાબ થાય.

રશિયાની ઇન્ટરનેટ રિસર્ચ એજન્સીએ ફેસબુક અને ટ્વિટર પર નકલી એકાઉન્ટ દ્વારા પ્રચાર ફેલાવ્યો, જેનાથી મતદારોનું ધ્રુવીકરણ થયું. અમેરિકન ગુપ્તચર એજન્સીઓ, ખાસ કરીને FBI, CIA, NSA અને રોબર્ટ મુલરની વિશેષ તપાસમાં આ કેસમાં અનેક મહત્ત્વપૂર્ણ તારણો પ્રસ્તુત કર્યા હતા. મ્યૂલર તપાસે પુષ્ટિ કરી કે, રશિયાનો હેતુ ટ્રમ્પની જીતને પ્રોત્સાહન આપવું અને ક્લિંટનને કમજોર કરવાનું હતું. આરોપ છે કે, હેકર્સે મતદાર નોંધણી પ્રણાલિને પણ નિશાનો બનાવ્યો હતો. પરંતુ, મત ગણતરી સાથે છેડછાડના કોઈ પુરાવા ન મળ્યા. 2016માં ઓબામાના બીજા કાર્યકાળના અંતિમ દિવસોમાં કેન્દ્રીય ગુપ્ત એજન્સીએ નિષ્કર્ષ કાઢ્યો કે, રશિયાએ પરિણાને ટ્રમ્પના પક્ષમાં વાળવાનો પ્રયાસ કર્યો હતો. ઓબામાએ આ આરોપોનો જવાબ રશિયન રાજદ્વારીઓને હાંકી કાઢીને તેમજ તેમના પર પ્રતિબંધ લાદીને આપ્યો હતો. 

Tags :