Get The App

ખામેનેઈની ચેતવણી પર ભડક્યા ટ્રમ્પ, કહ્યું- 'વાતચીત માટે હવે મોડું થઈ ગયું, આગામી અઠવાડિયે કંઈક મોટું થશે'

Updated: Jun 18th, 2025

GS TEAM


Google News
Google News
ખામેનેઈની ચેતવણી પર ભડક્યા ટ્રમ્પ, કહ્યું- 'વાતચીત માટે હવે મોડું થઈ ગયું, આગામી અઠવાડિયે કંઈક મોટું થશે' 1 - image


Donald Trump On Iran : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (18 જૂન) અમેરિકા ઈરાન પર હુમલો કરવાની કે તેના પરમાણુ ઠેકાણાઓને નિશાનો બનાવવાની યોજના બનાવી રહ્યું હોવાની વાતની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો. ખામેનેઈની ચેતવણી પર ભડક્યા ટ્રમ્પ હતા અને કહ્યું કે, 'ઈરાન તરફથી વાતચીત માટેનો પ્રસ્તાવ આવ્યો છે, પરંતુ વાતચીત માટે હવે બહુ મોડું થઈ ગયું....'

ટ્રમ્પે કહ્યું કે, 'એક અઠવાડિયા પહેલાની અને આજની પરિસ્થિતિમાં ઘણો ફરક છે. કોઈને ખબર નથી કે હું શું કરવાનો છું. આગામી અઠવાડિયે કંઈક મોટું થઈ શકે છે, કદાચ એક અઠવાડિયાથી ઓછા સમયમાં કંઈક થશે.'

ટ્રમ્પે શું દાવો કર્યો?

ટ્રમ્પે દાવો કર્યો કે, ઈરાને વ્હાઈટ હાઉસમાં વાતચીત માટેનો પ્રસ્તાવ રાખ્યો છે, પરંતુ તેમને એ સ્પષ્ટ નથી કર્યું કે આ પ્રસ્તાવ ક્યારે અને કયા સ્તરે છે. હવે ઈરાનની સ્થિતિ સંપૂર્ણપણે અસુરક્ષિત છે અને તેમની પાસે કોઈ હવાઈ સંરક્ષણ પ્રણાલી નથી.

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈને લઈને ટ્રમ્પે કહ્યું કે, 'ગુડ લક... ઈરાન પ્રત્યે હવે અમેરિકાનું ધૈર્ય સમાપ્ત થઈ ગયું છે. અમારી ધીરજ પહેલાથી જ જવાબ આપી ચૂક્યું છે.'

ઈરાન-ઈઝરાયલના તણવા વચ્ચે ટ્રમ્પનું આક્રમક વલણ

તમને જણાવી દઈએ કે, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. તાજેતરમાં પ્રાદેશિક સંઘર્ષો વધ્યા છે અને વિશ્વ અમેરિકાની રણનીતિ ભૂમિકા પર નજર રાખી રહ્યું છે. જ્યારે ટ્રમ્પના નિવેદનો સૂચવે છે કે, અમેરિકા આગામી દિવસોમાં કોઈ મોટું પગલું ભરી શકે છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં ભયાનક વિસ્ફોટ, જાફર એક્સપ્રેસના છ કોચ પાટા પરથી ઉતર્યા, સ્ટેશનની છત પણ ઉડી

ખામેનેઈએ આપી ચેતવણી

આ પહેલા ખામેનેઈએ અમેરિકાને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું હતું કે, 'ઈરાન ક્યારેય આત્મસમર્પણ નહીં કરે. જો અમેરિકા યુદ્ધ કરશે તો, તેને એનો જવાબ મળશે. ઈરાન અને તેના ઈતિહાસને જાણનારા બુદ્ધિમાન લોકો ક્યારે પણ આ દેશને ધમકીભરી ભાષામાં વાત નહી કરે. કારણે કે ઈરાની રાષ્ટ્ર લાદવામાં આવેલા યુદ્ધમાં હાર માનશે નહીં. અમેરિકનોએ જાણવું જોઈએ કે કોઈપણ યુએસ લશ્કરી હસ્તક્ષેપથી ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે.'

Tags :