પાકિસ્તાનમાં ભયાનક વિસ્ફોટ, જાફર એક્સપ્રેસના છ કોચ પાટા પરથી ઉતર્યા, સ્ટેશનની છત પણ ઉડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bomb Blast in Pakistan : પાકિસ્તાનમાં બુધવારે (18 જૂન) રેલવે સ્ટેશન પાસે ભયાનક વિસ્ફોટ થયો છે. અહીં ટ્રેક પર રખાયેલો બોંબ ધડાકા ભેર ફૂટતા જાફર એક્સપ્રેસના છ કોચ પાટા પરથી ઉતરી ગયા છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, સ્ટેશન પરની છત પર ઉડી ગઈ છે. ઘટના સ્થળ અશાંત બલૂચિસ્તાનની નજીક જ આવેલું છે. ઘટનામાં કેટલાક લોકોના મોત થયા, તેની કોઈ માહિતી સામે આવી નથી.
રેલવે ટ્રેક પર વિસ્ફોટ થતા અફરાતફરી
સિંધ પ્રાંતના જૈકોબાબાદમાં પશુ માર્કેટ પાસે આવેલા રેલવે ટ્રેક પર વિસ્ફોટ થયા બાદ ભારે અફરાતફરી મચી ગઈ હતી. જાફર એક્સપ્રેસ પાટા પર ઉતરી જતા અનેક મુસાફરોને ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. ધડાકા બાદ પોલીસની ટુકડીએ વિસ્તારને ઘેરી લીધો છે. અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ધડાકાના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. ઘટના બાદ સ્ટેશન પરથી જતી તમામ ટ્રેનો કામચલાઉ ધોરણે રદ કરી દેવાઈ છે. હજુ સુધી આ વિસ્ફોટની કોઈપણ જૂથે જવાબદારી લીધી નથી.
જાફર એક્સપ્રેસને બીજી વખત ટાર્ગેટ કરાઈ
સોશિયલ મીડિયા પર વિસ્ફોટના અનેક વીડિયો વાયરલ થયા છે, જેમાં ભારે અફરાતફરીનો માહોલ અને સ્ટેશન પરથી છત ઉડી ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે. બીજીતરફ ઘટના પહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ (PTI)એ રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી, જોકે પાર્ટીએ ઈરાન-ઈઝરાયલ ઘર્ષણના કારણે દેખાવો ટાળી દેવાની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં જાફર એક્સપ્રેસને બીજી વખત નિશાન બનાવવામાં આવી છે. આ પહેલા પાંચમી માર્ચે બલૂચિસ્તાનના બોલન વિસ્તારમાં ક્કેટાથી પેશાવર જઈ રહેલી ટ્રેન પર હુમલો કરવામાં આવ્યો હતો. બૂલચિસ્તાન લિબરેશન આર્મીએ તેની જવાબદારી લીધી હતી. બીએલએના લડાકુઓએ ટ્રેન હાઈજેક કરી હતી, ત્યારબાદ સેનાએ બચાવ અભિયાન શરૂ કરી ટ્રેન છોડાવી લીધી હતી.








