Get The App

રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાનાના ચક્કરમાં ટ્રમ્પ ભારતનું નુકસાન કરાવશે? ચીન પણ ટેન્શનમાં

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાનાના ચક્કરમાં ટ્રમ્પ ભારતનું નુકસાન કરાવશે? ચીન પણ ટેન્શનમાં 1 - image


India-China Crude Oil Situation : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા દેશો પર પેનલ્ટી લગાવવાના વોર્નિંગ આપી છે. જેમાં રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરતાં દેશ ભારત અને ચીન તેની અસર પડી શકે છે. આમ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાનાના ચક્કરમાં ટ્રમ્પ ભારતનું નુકસાન કરાવે તેવી સ્થિતિ ઊભી છે. જેને લઈને ચીન પણ ટેન્શનમાં હોય તેવી લાગી રહ્યું છે. જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત વધારી છે. બીજી તરફ, ચીનની આયાત સમતલ રહી છે. પરંતુ જો રશિયાથી ક્રૂડ ઓઇલ સપ્લાઈ બંધ થશે તો ભારત અને ચીનને અન્ય સોર્સ પાસેથી મોંઘા ભાવે ક્રૂડ ઓઇલ લેવુ પડશે.

રશિયા ભારતનું સૌથી મોટું ક્રૂડ ઓઇલ સપ્લાયર 

ભારત આપણી ક્રૂડ ઓઇલ જરૂરીયાતના 85 ટકાથી વધુ આયાત કરે છે. પહેલા મિડલ ઈસ્ટ ભારતનું મુખ્ય ક્રૂડ ઓઇલ સપ્લાયર હતું, પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં રશિયાએ આ સ્થાન લીધુ છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી વેસ્ટર્ન દેશોએ રશિયા પર પ્રતિબંધ લગાવાના કારણે રશિયાએ પોતાના ક્રૂડ ઓઇલને સસ્તા દરે વહેંચવાનું શરૂ કર્યું છે. જેનાથી ભારતને ફાયદો થયો અને હવે રશિયા ભારતનું સૌથી મોટું ક્રૂડ ઓઇલ સ્પાલયર છે. જે લગભગ ભારતની 40 ટકા આયાત સપ્લાઈ કરે છે.

ગત જૂન મહિનામાં ભારતે રશિયા પાસેથી છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ દરરોજના 21 લાખ બેરલ ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું. બીજી તરફ, ચીન રશિયા પાસેથી દરરોજના 10 લાખ બેરલથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદે છે. તેવામાં જો ટ્રમ્પની ધમકી લાગુ થાય તો અને રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત બંધ થયા છે તો ભારતને મિડલ ઈસ્ટ અને આફ્રિકા જેવા દેશથી ક્રૂડ ઓઇલ લેવાની ફરજ પડશે. પરંતુ આ ક્રૂડ ઓઇલ રશિયાની તુલનાએ ઘણા મોંઘા હશે. મે મહિનામાં સાઉદી અરેબિયાથી આયાત કરાયેલું ક્રૂડ ઓઇલ રશિયાના ક્રૂડ ઓઇલ કરતાં પ્રતિ બેરલ 5 ડોલર અને ઇરાકના ક્રૂડ ઓઇલ કરતાં 50 સેન્ટ મોંઘું હતું. આનાથી ભારતનો ક્રૂડ ઓઇલનો ખર્ચ વધી શકે છે.

આ પણ વાંચો: હજુ લાંબુ ચાલશે યુદ્ધ? ટ્રમ્પના 50 દિવસના અલ્ટિમેટમ પર રશિયાએ કહ્યું- 'અમે ધમકીઓથી ડરતા નથી'

નિષ્ણાતોનું કહેવું છે કે, ભારત પાસે અન્ય OPEC દેશો પાસેથી ઓઈવ ખરીદવાનો વિકલ્પ છે, પરંતુ તે મોંઘુ પડું શકે છે. હાલમાં બજારમાં કોઈ મોટી અશાંતિ નથી, પરંતુ ભારત અને ચીનને ભવિષ્યમાં ક્રૂડ ઓઇલ પુરવઠા માટે નવી રણનીતિ બનાવવી પડી શકે છે.

Tags :