World

મમદાનીના વિજયી ભાષણ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું - 'જો વોશિંગ્ટનને માન નહીં આપો તો..'

By GS TEAM
6 Nov 20252 mins read
TukuTouch Logo
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક સિટીના નવનિયુક્ત મેયર ઝોહરાન મમદાનીના વિજય ભાષણને બહુ ગુસ્સાવાળું ગણાવ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી કે, જો મમદાની વોશિંગ્ટન સાથે આદરપૂર્વક વર્તન નહીં કરે, તો તેમની સફળ થવાની કોઈ સંભાવના નહીં રહે.

Summarized by AI; it may make mistakes. Check important info

મમદાનીના વિજયી ભાષણ પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું - 'જો વોશિંગ્ટનને માન નહીં આપો તો..'

Donald Trump: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક સિટીના નવનિયુક્ત મેયર જોહરાન મમદાનીના વિજય ભાષણને બહુ ગુસ્સાવાળું ગણાવ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી કે, જો મમદાની વોશિંગ્ટન સાથે આદરપૂર્વક વર્તન નહીં કરે, તો તેમની સફળ થવાની કોઈ સંભાવના નહીં રહે.

આ પણ વાંચોઃ મેક્સિકોના પ્રમુખની જાહેરમાં છેડતી! દારૂડિયાએ કમર પર હાથ મૂકી કિસ કરવાનો કર્યો પ્રયાસ

મિયામીના એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું, 'હા, મને લાગ્યું કે તે ખૂબ જ ગુસ્સાવાળું ભાષણ હતું, ખાસ કરીને મારી વિરુદ્ધ. મને લાગે છે કે તેમને મારી સાથે ઘણું સારું વર્તન કરવું જોઈએ. આખરે હું જ એ વ્યક્તિ છું જે તેમના માટે ઘણી વસ્તુઓને મંજૂરી આપુ છું. પરંતુ, તે બહુ ખરાબ શરુઆત કરી રહ્યા છે.'

મમદાનીએ આપી સીધી ટક્કર

મમદાનીએ પોતાના જોશીલા ભાષણમાં ટ્રમ્પને સીધી રીતે પડકાર આપ્યો હતો અને 'રાજકીય ખાનદાન'ને ધ્વસ્ત કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ પરની કડકાઈ વચ્ચે, મમદાનીએ ભારપૂર્વક કહ્યું કે ન્યૂ યોર્ક ઇમિગ્રન્ટ્સથી ચાલે છે અને હવે ઇમિગ્રન્ટ જ તેનું નેતૃત્વ કરશે. આખરે, જો કોઈ ડોનાલ્ડ ટ્રમ્પથી છેતરાયેલા રાષ્ટ્રને શીખવી શકે કે તેમને કેવી રીતે હરાવવા, તો તે આ જ શહેર શીખવી શકે છે, જેણે ટ્રમ્પને જન્મ આપ્યો. જો કોઈ તાનાશાહને ડરાવવો હોય, તો તેના સત્તા સુધી પહોંચવાના સંજોગો જ ખતમ કરી દો.'

આ પણ વાંચોઃ અમેરિકાને જવાબ આપવા રશિયા પણ પરમાણુ પરીક્ષણ કરવાની તૈયારીમાં! પુતિને આપ્યો આદેશ

"આ અલવિદા નથી... આભાર છે"

મમદાનીએ ટ્રમ્પને સીધું સંબોધન કરતાં કહ્યું, "આ માત્ર ટ્રમ્પને રોકવાનો રસ્તો નથી, આ આવનારા ટ્રમ્પને પણ રોકવાનો રસ્તો છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ, કારણ કે મને ખબર છે કે તમે જોઈ રહ્યા છો, તમારા માટે ચાર શબ્દો, 'Turn the volume up'. ન્યૂયોર્ક ઇમિગ્રન્ટ્સનું શહેર છે અને રહેશે. ઇમિગ્રન્ટ્સે તેને બનાવ્યું, ઇમિગ્રન્ટ્સ તેને ચલાવે છે અને આજ રાતથી ઇમિગ્રન્ટ જ તેનું નેતૃત્વ કરશે. તો પ્રેસિડેન્ટ ટ્રમ્પ, સાંભળી લો. અમારામાંથી કોઈ એક સુધી પહોંચવા માટે તમારે અમારા બધાની વચ્ચેથી પસાર થવું પડશે.'

ટ્રમ્પે નિવેદનને ખતરનાક ગણાવ્યું

મમદાનીના આ હુમલા પર ટ્રમ્પે પ્રતિક્રિયા આપી કે આ તેમના માટે ખૂબ જ ખતરનાક નિવેદન છે. તેમણે વોશિંગ્ટન સાથે થોડું ઇજ્જતથી વર્તવું જોઈએ, નહીંતર સફળતાની કોઈ આશા નથી. હું મમદાનીને સફળ થતાં જોવા નથી માંગતા, પરંતુ શહેરને જરૂર સફળ થતું જોવા માંગે છે. મારું દિલ ખરાબ રીતે તૂટી ગયું છે કારણ કે હું ન્યૂયોર્કને ખૂબ પ્રેમ કરે છે. મમદાનીને કોમ્યુનિસ્ટ છે. હજારો વર્ષોથી કોમ્યુનિઝમે કામ નથી કર્યું. મને શંકા છે કે આ વખતે પણ તે કામ કરશે.'